બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા

સ્વામિનારાયણ સંપ્રદાય અંતર્ગત એક સંસ્થા
(BAPS સ્વામિનારાયણ સંસ્થા થી અહીં વાળેલું)

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) એ એક સામાજિક-આધ્યાત્મિક હિન્દુ સંસ્થા છે જેનાં મૂળ વેદોમાં છે. તેના સ્થાપક અને પ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ (૧૭૮૧-૧૮૩૦) હતા. ૧૯૦૭માં શાસ્ત્રીજી મહારાજ (૧૮૬૫-૧૯૫૧) દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના અનુયાયીઓ ભગવાન સ્વામિનારાયણ ને પરબ્રહ્મ માની તેમની ઉપાસના કરે છે, અને તેઓ ગુણાતીત ગુરુમાં હંમેશા પ્રગટ રહે છે, એવી માન્યતા ધરાવે છે.[૧][૨] તેમના ગુણાતીત ગુરુઓમાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુ મહંત સ્વામી મહારાજનો સમાવેશ થાય છે.[૩] BAPS સંસ્થા આઘ્યાત્મિક, નૈતિક, અને સામાજિક અને સમસ્યાઓનો સામનો કરવા માટે આપણા વિશ્વમાં દૂર દૂર સુધી પહોંચે છે. BAPS સમાજ, પરિવારો અને વ્યક્તિઓની સંભાળ રાખીને વિશ્વની સંભાળ રાખવાનો પ્રયત્ન કરે છે. ૭,૫૬૯ થી વધુના વિશ્વવ્યાપી નેટવર્ક દ્વારા તેનું સાર્વત્રિક કાર્ય કેન્દ્રોને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાણ પ્રાપ્ત થયું છે.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા
ટૂંકું નામBAPS
સ્થાપના૫ જૂન ૧૯૦૭
સ્થાપકશાસ્ત્રીજી મહારાજ
પ્રકારધાર્મિક સંસ્થા
મુખ્યમથકોઅમદાવાદ, ગુજરાત, ભારત
સ્થાન
  • ૭,૫૬૯ Centers
આવરેલો વિસ્તાર
વૈશ્વિક
નેતામહંત સ્વામી મહારાજ
વેબસાઇટwww.baps.org
www.pramukhswami.org

BAPS સંસ્થાના ૧૩૦૦થી વધુ મંદિરો, ૧૨૦૦થી વધુ સુશિક્ષિત સાધુઓ, ૫૫,૦૦૦થી વધુ સ્વયંસેવકો, હજારો બાળસભા કેન્દ્રો, સેકડો યુવાસભા કેન્દ્રો સિવાય લાખો રવિસભા અને મહિલાસભા કેન્દ્રો ચાલી રહ્યા છે. જેમાં સત્સંગીઓને હિન્દુ ધર્મ અને સ્વામીનારાયણ સંપ્રદાય અંગેનું જ્ઞાન અપાય છે.

ઇતિહાસ

BAPS સંસ્થા નું તત્વજ્ઞાન અક્ષરપુરુષોત્તમ દર્શન છે. આ દર્શન ના ઉદબોધક અને પ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ હતા. તેમના દ્વારા સ્થાપિત સનાતન અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નું તેમના આઘ્યાત્મિક અનુગામી ગુણાતીતાનંદ સ્વામી એ પ્રચાર પ્રસાર કર્યો. ગુણાતીતાનંદ સ્વામી ના શિષ્ય ભગતજી મહારાજ એ કથાવાર્તા દ્વારા એનો પ્રચાર કર્યો. ભગતજી મહારાજ ના શિષ્ય શાસ્ત્રીજી મહારાજ એ 1907માં BAPS સંસ્થા ની સ્થાપના કરી. આના માટે તેમને અનેક કષ્ટો સહન કરવા પડ્યા, છતાંય તેમણે બોચાસણ, ગોંડલ,સાળંગપુર,ગઢડા અને અટલાદરાં માં શિખરબદ્ધ મંદિરો નું નિર્માણ કર્યું. તેમના શિષ્ય યોગીજી મહારાજ દ્વારા આ સંસ્થા નું સંવર્ધન થયું. અને તેમના શિષ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ આ સંસ્થા નો વિશ્વવ્યાપી વિકાસ કર્યો. અને તેમનાં શિષ્ય મહંત સ્વામી મહારાજ આજે BAPS ના પ્રમુખ અને ગુરુ પદે રહી સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિકાસ કરી રહ્યા છે.[૪]

સંદર્ભ

બાહ્ય કડીઓ