સિંધવ

સિંધવ સામાન્ય મીઠાનું પથ્થર સ્વરૂપે મળી આવતું ખનિજ છે. આને અંગેજીમાં રૉક સૉલ્ટ (ખડક મીઠું), હિન્દીમાં સેંધા નમક (सेंधा नमक) અથવા લાહોરી નમક (लाहौरी नमक) કહે છે. ખનિજ શાસ્ત્રમાં આ ખનિજને હેલાઈટ (Halite) કહે છે. રાસાયણ શાસ્ત્રમાં આને સોડિયમ ક્લોરાઈડ (NaCl) કહે છે.

સિંધવનું સ્ફટિક
પાકિસ્તાનના પંજાબમાં ખેવડા મીઠાની ખાણમાં આ ઓરડો બનાવવામાં અવ્યો હતો.

પથ્થર સ્વરૂપે મળી આવતું આ ખનીજ મોટે ભાગે સફેદ કે પીળાશ પડતા રંગનું હોય છે. ક્યારેક અમુક અશુદ્ધિ મિશ્ર થતાં તેનો રંગ હળવો ભૂરો, જાંબુડી, ગુલાબી કે નારંગી પણ હોઈ શકે છે. ભારતીય ભોજનમાં વપરાતું સંચળ પણ એક પ્રકારનું સિંધવ જ હોય છે.

નામની વ્યૂત્પતિ

ઐતિહાસિક રૂપે આ ખનિજ ભારતમાં સિંધ, પશ્ચિમ પંજાબ જેવા સિંધુ નદીના ક્ષેત્રોમાંથી આવતું હોવાથી આનું નામ સિંધવ પડ્યું છે.[૧][૨]

સંદર્ભ