વીર બાળક સ્મારક

અંજાર, કચ્છમાં આવેલું સ્મારક

વીર બાળક સ્મારક ગુજરાતના કચ્છ જિલ્લાના અંજારમાં આવેલું ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત સ્મારક સંગ્રહાલય છે.

વીર બાળક સ્મારક
નકશો
સ્થાપના૨૮ ઓગસ્ટ ૨૦૨૨
સ્થાનઅંજાર, કચ્છ જિલ્લો, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશ23°06′04″N 70°01′31″E / 23.10101323°N 70.0252223°E / 23.10101323; 70.0252223
પ્રકારસ્મારક સંગ્રહાલય

ઇતિહાસ

આ સ્મારક એ ૧૮૫ વિદ્યાર્થીઓ અને ૨૦ શિક્ષકોને સમર્પિત છે જેઓ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ધરતીકંપમાં ભારતના પ્રજાસત્તાક દિવસની રેલી દરમિયાન મૃત્યુ પામ્યા હતા. સ્મારક ૧૭ crore (US$૨.૨ million) ના ખર્ચે બાંધવામાં આવ્યું છે.[૧] [૨] સ્મારક બનાવવાની જાહેરાત ૨૦૦૮ની આસપાસ કરવામાં આવી હતી પરંતુ ઘણા વિલંબ બાદ આ સ્મારકને ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૭માં મંજૂરી આપવામાં આવી અને બાંધકામ ૨૦૧૮માં શરૂ કરવામાં આવ્યું હતું.[૧] ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.[૩][૧]

વિશેષતાઓ

સ્મારક સંગ્રહાલયમાં પાંચ વિભાગો છે. પ્રથમ વિભાગ "ભૂતકાળની યાદો" પીડિતોના નામ દર્શાવે છે. બીજા વિભાગ "વિનાશ"માં ભૂકંપના કાટમાળ સાથે સામાનના પ્રદર્શન અને પીડિતોના સામાનની પ્રતિકૃતિઓ છે. ત્રીજા વિભાગ "અનુભવ" માં ધરતીકંપ સિમ્યુલેટર છે, જ્યારે ચોથો વિભાગ "વિજ્ઞાન અને જ્ઞાન" ભૂકંપ પાછળનું વિજ્ઞાન દર્શાવે છે. "તેના વિશે વિચારો" નામનો અંતિમ વિભાગ મુલાકાતીઓને પોતાના અનુભવ વિશેના વિવિધ પ્રશ્નો પૂછે છે.[૧][૩]

આ સ્મારક સંગ્રહાલયની બહારની દિવાલ પર પીડિતોના નામ સાથે તેમની છબીઓ દર્શાવેલી છે. "પ્રકાશપુંજ" નામનો તેજસ્વી પ્રકાશ સ્મારકને પ્રકાશિત કરે છે અને તે શહેરમાં ગમે ત્યાંથી જોઈ શકાય છે.[૧][૩] અહીં એક સભાગૃહ પણ છે.[૧]

આ પણ જુઓ

સંદર્ભ