વિશ્વ ટપાલ દિન

યુનિવર્સલ પોસ્ટસ યુનિયન (UPU)ની વર્ષગાંઠની વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવણી

વિશ્વ ટપાલ દિન ૯ ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે.[૧] આ દિવસ યુનિવર્સલ પોસ્ટસ યુનિયન (UPU)ની વર્ષગાંઠ છે, જેની શરુઆત ઈ.સ. ૧૮૭૪માં સ્વિટ્ઝર્લેન્ડમાં થઈ હતી. યુપીયુએ વૈશ્વિક સંચાર ક્રાંતિની શરૂઆત હતી. વિશ્વ ટપાલ દિવસની શરૂઆત ૧૯૬૯માં થઈ હતી. ત્યારથી દુનિયાભરના દેશો ટપાલ સેવાના મહત્ત્વને ઉજાગર કરવા માટે ઉજવણીમાં ભાગ લે છે. આ દિવસે કેટલાક દેશોની પોસ્ટ ઓફિસોમાં ટપાલ ટિકિટના સંગ્રહોનું પ્રદર્શન યોજવામાં આવે છે; ટપાલસેવાના ઈતિહાસ પર વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. યુપીયુ યુવાનો માટે આંતરરાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાનું આયોજન કરે છે.

ઇતિહાસ

૧૯૬૯માં ટોકિયો, જાપાનની UPU કોંગ્રેસમાં ૯ ઓક્ટોબરને વિશ્વ ટપાલ દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય શ્રી આનંદ મોહન નરુલાએ રજૂ કર્યો હતો. ત્યારથી ટપાલ સેવાઓના મહત્ત્વને ઉજાગર કરવા માટે દુનિયાભરમાં વિશ્વ ટપાલ દિનની ઉજવણી કરવામાં આવે છે.[૧]

સંદર્ભ

આ પણ જુઓ

બાહ્ય કડીઓ