રેખા મિશ્રા

ભારતીય પોલિસ અધિકારી

રેખા મિશ્રા (જન્મ ૧૯૮૬) એક ભારતીય પોલીસ અધિકારી છે જે સેંકડો ખોવાયેલા બાળકોને શોધવા માટે જાણીતા છે. તેમને ૨૦૧૮ માં નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

રેખા મિશ્રા
જન્મની વિગત૧૯૮૬
કદાચ ઉત્તર પ્રદેશ
રાષ્ટ્રીયતાભારત
વ્યવસાયપોલીસ અધિકારી
પ્રખ્યાત કાર્યમુંબઈમાં ભાગી આવેલા બાળકોનો બચાવ

જીવન

તેમનો જન્મ લગભગ ૧૯૮૬માં થયો હતો. તેમનું લશ્કરી પરિવાર ઉત્તર પ્રદેશના અલ્લાબહાદનું વતની છે.[૧]

તેઓ ૨૦૧૪ માં પોલીસમાં જોડાયા અને તેમને છત્રપતિ શિવાજી રેલ્વે ટર્મિનસમાં ફરજ સોંપવામાં આવી હતી.[૧] તેઓ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર હતા અને તેઓ તથા તેમના સાથીઓ એવા બાળકોને શોધવામાં કુશળ બન્યા હતા જેઓ પોતાને રેલ્વે લાઇનમાં ખોવાઈ ગયા હતા અને તેમના આગળના પગલાની અનિશ્ચિતતા હતી.[૨] ૨૦૧૮ સુધીમાં તેમણે સેંકડો બાળકોને શોધી કાઢ્યા હતા જેઓ ભોળવાઈને બોલિવૂડના ફિલ્મ સ્ટાર્સને મળવા અથવા ફેસબુક પર મળેલા લોકોને મળવા માટે મુંબઈ ભાગી આવ્યા હતા.[૧]

૨૦૧૮ માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન (રાષ્ટ્રપતિ ભવન) ખાતે નારી શક્તિ પુરસ્કાર [૩] આપવામાં આવ્યો હતો. આ સમારંભમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા સંજય ગાંધી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તે દિવસે આશરે ત્રીસ લોકોને આ પુરસ્કાર આપવામાં આવ્યો જેમાં રૂ. ૧,૦૦,૦૦૦ રોકડ ઇનામ અપાય છે.[૪] તેમણે રૂ. ૧,૦૦,૦૦૦ એન. જી. ઓ. ચાઇલ્ડલાઇનને દાનમાં આપ્યા હતા જે ખોવાયેલા અને પરેશાન બાળકોની બચાવી તેમની સંભાળ રાખે છે. તેમણે કહ્યું કે આ કાર્યને માટે વધારે પૈસાની જરૂર હતી.[૫] વર્ષ ૧૦મા ના વિદ્યાર્થીઓ માટે મહારાષ્ટ્રમાં શાળાના પાઠ્યપુસ્તકોમાં પણ તેમના કાર્યને દર્શાવવામાં આવ્યું હતું.[૧] આ પુસ્તક બતાવે છે કે ભાગી ગયેલા બાળકો સાથે શું થઈ શકે છે.[૨]

સંદર્ભ