રાવણહથ્થો

રાવણહથ્થો એ એક પ્રાચીન તાર વાદ્ય છે, જેનો ઉપયોગ ભારત, શ્રીલંકા અને આસપાસના વિસ્તારોમાં થાય છે. તેને વાયોલિનનું પૂર્વજ મનાય છે.[૧]

કાસા મ્યુઝિયો ડેલ ટીમ્પલ, સ્પેન ખાતે ભારતનો રાવણહથ્થો.

રચના

જેસલમેરમાં રાવણહથ્થો વગાડતો એક માણસ.

રાવણહથ્થાની ધ્વનિ પેટી તુંબડું, અર્ધુ નારિયેળ, લાકડાનું અડધું પોલું નળાકાર બકરીની ચામડી અથવા અન્ય ખાલ વડે બની હોય છે. લાકડા અથવા વાંસની લાકડી તેની સાથે જોડાયેલી હોય છે. જેના પર એક થી ચાર અથવા વધુ તાર હોય છે. રાવણહથ્થાનું ધનુષ સામાન્ય રીતે ઘોડાના વાળનું બને છે અને તેની લંબાઇ ઓછી વત્તી હોઇ શકે છે.

ઇતિહાસ

ભારત અને શ્રીલંકામાં પરંપરાગત રીતે મનાય છે કે રાવહથ્થાનો ઉદ્ભવ રાવણના સમય દરમિયાન લંકાના હેલા વડે થયો હતો, જેનું નામ રાવણ પરથી અપાયું હતું. દંતકથા અનુસાર, રાવણે ભગવાન શિવની ભક્તિમાં રાવણહથ્થાનો ઉપયોગ કર્યો હતો.[૨][૩] રામાયણ પ્રમાણે રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ પછી, હનુમાન રાવણહથ્થાને લઈને ઉત્તર ભારતમાં પાછા ફર્યા હતા. ઉત્તર ભારતના રાજસ્થાનમાં લોક સંગીતકારોમાં રાવણહથ્થો અત્યંત લોકપ્રિય છે.

મધ્યયુગીન ભારતના રાજાઓ સંગીતના સમર્થક હતા; આથી રાજવી પરિવારોમાં રાવણહથ્થાની લોકપ્રિયતામાં વધારો થયો. રાજસ્થાન અને ગુજરાતમાં રાજકુમારો દ્વારા શીખવામાં આવેલું સંગીતનું આ પ્રથમ સાધન હતું.

કેટલાક સ્રોતો દાવો કરે છે કે સાતમી અને દસમી સદી વચ્ચે, આરબ વેપારીઓ ભારતમાંથી રાવણહથ્થો લઇ લાવ્યા, જેમાંથી અરબી રેબાબ અને વાયોલિન કુળના અન્ય પ્રારંભિક પૂર્વજો માટેની પ્રેરણા મળી.[૪][૫]

આધુનિક વપરાશ

મહિન્દા રાજપક્ષેને પોતાનું રાવણહથ્થાનું નવું સંસ્કરણ બતાવતા દિનેશ સુબાસિંઘે.

આધુનિક સમયમાં, શ્રીલંકાના સંગીતકાર અને વાયોલિન વાદક દિનેશ સુબાસિંઘે દ્વારા તેમની રચનાઓમાં રાવણહથ્થાનો ઉપયોગ થયો છે.[૬][૭]

યુરોપનું લોક સંગીતવૃંદ હેઇલુંગ પણ રાવણહથ્થાનો ઉપયોગ કરે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

  • Ravanahatha સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર