રાજેશ વણકર

રાજેશ વણકર ગુજરાત, ભારતના એક ગુજરાતી લેખક છે. તેમને ૨૦૧૫માં તેમના નવલિકા સંગ્રહ માળો માટે સાહિત્ય અકાદમી, નવી દિલ્હીનો યુવા પુરસ્કાર એનાયત થયો હતો. હાલમાં તેઓ ત્રિમાસિક સાહિત્યિક સામયિક પરિવેશના સંપાદક છે.[૧]

રાજેશ વણકર
જન્મનું નામ
રાજેશ પરમાભાઈ વણકર
જન્મરાજેશ પરમાભાઈ વણકર
(1981-09-04) September 4, 1981 (ઉંમર 42)
બહી (શહેરા), પંચમહાલ, ગુજરાત
વ્યવસાયકવિ, લેખક, સંપાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • એમ.એ.
  • પીએચ.ડી
માતૃ શિક્ષણ સંસ્થા
સમયગાળોઅનુઆધુનિક ગુજરાતી સાહિત્ય
લેખન પ્રકારટૂંકી વાર્તા, ગઝલ, ગીત, મુક્તક
નોંધપાત્ર સર્જનો
  • ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યાસાધકતા (૨૦૧૨)
  • માળો (૨૦૦૯)
નોંધપાત્ર પુરસ્કારોયુવા પુરસ્કાર (૨૦૧૫)
સક્રિય વર્ષો૧૯૯૫ - વર્તમાન
જીવનસાથી
હેતલ (લ. 2013)
સંતાનોભાર્ગવ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધઅ સ્ટડી ઓફ ધ ફંક્શન ઓફ સેટિગ ઇન ગુજરાતી શોર્ટ સ્ટોરીઝ
માર્ગદર્શકજયેશ ભોગાયતા

પ્રારંભિક જીવન

રાજેશ વણકરનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૯૮૧ના રોજ પંચમહાલ જિલ્લાના શેહરા તાલુકાના, બહી ગામમાં થયો હતો. તે ગુજરાતના ગોધરા નજીક રામપુરા (જોડકા)ના વતની છે. તેમણે પ્રાથમિક શિક્ષણ રામપુરા પ્રાથમિક શાળા અને જોડકા પ્રાથમિક શાળામાંથી મેળવ્યું હતું. તેમણે શ્રી જી.ડી.શાહ અને પંડ્યા હાઇસ્કૂલ, મહેલોલથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ (૧૯૯૯) મેળવ્યું હતું. તેમણે ૨૦૦૦માં જે.એલ.કે. કોટેચા અને ગારડી કોલેજ, કાંકણપુરમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ પ્રથમ વર્ષની પરીક્ષામાં તેઓ નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ, એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રવેશ લીધો અને ૨૦૦૪માં સ્નાતક થયા. અહીંથી જ તેમણે ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા વિષય પર ગુજરાતી લેખક જયેશ ભોગાયતાના માર્ગદર્શન હેઠળ શોધનનિબંધ રજૂ કરી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. વિચરતી વિમુક્ત જાતિની વાર્તાઓ વિષય પરના તેમના સંશોધન માટે મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા તેમને ૨૦૧૨માં એમ.ફિલ ની પદવી એનાયત કરવામાં આવી હતી. વણકરે ૨૦૧૩માં હેતલ સાથે લગ્ન કર્યા, અને તેમને એક પુત્ર, ભાર્ગવ છે.[૨] [૩]

કારકિર્દી

પંદર વર્ષની ઉંમરે તેમની પ્રથમ કવિતા પ્રકાશિત થઈ હતી. ૨૦૦૩માં, તેમની પ્રથમ ટૂંકી વાર્તા ગુજરાતી માસિક તાદર્થ્યમાં પ્રકાશિત થઈ. આ ઉપરાંત તેમનું લખાણ તાદર્થ્ય, કવિ, તમન્ના, હયાતી, દલિતચેતના ,શબ્દસૃષ્ટિ અને તથાપીમાં પણ પ્રકાશિત થયું છે.[૩]

તેઓ ૨૦૧૫થી ગોધરા નજીકની સરકારી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, મોરવા (હડફ) માં સહાયક પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આ પહેલા તેઓ એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અધ્યાપન કાર્ય કરતા હતા. તેઓ ૨૦૧૨થી કબીર દલિત સાહિત્ય એવોર્ડની એક સમિતિમાં સભ્ય છે અને પંચમહાલ પ્રદેશ યુવા વિકાસ સંસ્થાના સચિવ તરીકે પણ સેવા આપી રહ્યા છે.[૨]

સર્જન

ડો. રાજેશ વણકર સાહિત્ય અકાદમી દિલ્હી ખાતે

તેમની કૃતિઓમાં કાવ્યસંગ્રહ તરભેટો (૨૦૦૯) અને ટૂંકી વાર્તાઓનો સંગ્રહ, માળો (૨૦૦૯) નો સમાવેશ થાય છે. પીડાપ્રત્યયન (૨૦૧૨) તેમનું સાહિત્યિક વિવેચન કાર્ય છે.[૩]

સંશોધન

  • ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યાસાધકતા (પી.એચ.ડી. શોધનિબંધ ; ૨૦૧૨)
  • દલિત ચેતનાકેન્દ્રી ટૂંકીવાર્તામાં પરિવેશ (૨૦૧૨)
  • વિચરતી વિમુક્ત જાતિનું સાહિત્ય (એમ. ફિલ. શોધકાર્ય ; ૨૦૧૫)
  • તુરી બારોટ સમાજનો અભ્યાસ

સંકલન

  • કલાપીના કાવ્યોનો આસ્વાદ (૨૦૧૪)
  • નવી ધરતી નવો મોલ (સમકાલીન નવા કવિઓની કવિતાઓ)[૪]

પુરસ્કાર

તેમની સંશોધન કૃતિ ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યાસાધકતા એ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સ્થાપિત શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર (૨૦૧૨) મેળવ્યો છે. ૨૦૧૫માં, તેમને સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા તેમના ટૂંકી વાર્તા સંગ્રહ માળો માટે યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૨]

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડી