મીનુ મસાણી

ભારતીય રાજકારણી

મિનોચેર રુસ્તમ "મીનુ" મસાણી (૨૦ નવેમ્બર ૧૯૦૫ - ૨૭ મે ૧૯૯૮) એ ભારતીય રાજકારણી, તે સમયની સ્વતંત્ર પાર્ટીના અગ્રણી નેતા હતા. બીજી રાંચી અને ત્રીજી અને ચોથી લોકસભામાં ગુજરાતના રાજકોટ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા તેઓ ત્રણ વખત સંસદસભ્ય બન્યા હતા. તેઓ પારસી હતા. શાસ્ત્રીય ઉદારવાદને પ્રોત્સાહન આપનારા ભારતીય લિબરલ ગ્રુપ નામની વિચારધારા મંડળના સ્થાપકોમાંના તેઓ એક હતા.[૧]

મીનુ મસાણી
[[ભારત ના બ્રાઝિલમાં રાજદૂત]]
પદ પર
મે ૧૯૪૮ – મે ૧૯૪૯
રાષ્ટ્રપતિરાજેન્દ્ર પ્રસાદ
અનુગામીજોગીંદર સેન બહાદુર
સભ્ય: ભારતીય સંસદ
- રાંચી લોકસભા ક્ષેત્ર
પદ પર
૧૯૫૭ – ૧૯૬૨
પુરોગામીઅબ્દુલ ઈબ્રાહીમ
અનુગામીપી. કે. ઘોષ
સભ્ય: ભારતીય સંસદ
- રાજકોટ લોકસભા ક્ષેત્ર
પદ પર
૧૯૬૨ – ૧૯૬૭
પુરોગામીયુ એન ઢેબર
અનુગામીઘનશ્યામભાઈ ઓઝા
અંગત વિગતો
જન્મ
મિનોચેર રુસ્તમ મસાણી

(1905-11-20)20 November 1905
મુંબઈ, મુંબઈ પ્રાંટ, બ્રિટિશ ભારત
મૃત્યુ27 May 1998(1998-05-27) (ઉંમર 92)
મુંબઈ, ભારત
રાજકીય પક્ષસ્વતંત્રતા પાર્ટી
અન્ય રાજકીય
જોડાણો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
વ્યવસાયપત્રકાર, રાજકારણી, લેખક, રાજદૂત

તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા ભારતની બંધારણ સભાના સભ્ય તરીકે કામ કર્યું. તેમણે ૧૯૪૭માં ભારતના બંધારણમાં સમાન નાગરિક સંહિતા ઉમેરવાની દરખાસ્ત રજૂ કરી, જેને નકારી કાઢવામાં આવી હતી.[૨]

તેમના જાહેર જીવનની શરૂઆત બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનથી થઈ હતી, અહીં ઈ.સ. ૧૯૪૩ માં તેઓ મેયર તરીકે ચૂંટાયા હતા. તેઓ ભારતીય વિધાનસભાના સભ્ય પણ બન્યા હતા.[૩] ઑગસ્ટ ૧૯૬૦માં જ્યારે આંતરરાષ્ટ્રીય સામ્યવાદ ચરમસીમાએ હતો ત્યારે તેમણે સી. રાજગોપાલાચારી અને એન.જી. રંગા સાથે મળીને સ્વતંત્ર પાર્ટીની રચના કરી.

તેમનું મુંબઈના બ્રીચ કેન્ડી ખાતેના ૯૨ વર્ષની વયે અવસાન થયું હતું. તેમનો અંતિમ સંસ્કાર ચંદનવાડી ખાતે યોજાયો હતો.[૪]

પ્રારંભિક જીવન

મિનોચેર (મીનુ) રુસ્તમ મસાણીનો જન્મ સર રુસ્તમ મસાણીને ઘેર થયો હતો, જેઓ તે સમયના મુંબઈ (બોમ્બે) મ્યુનિસિપલ કમિશનર અને મુંબઈ વિશ્વવિદ્યાપીઠ (બોમ્બે યુનિવર્સિટી)ના વાઇસ ચાન્સેલર હતા. વધુ અભ્યાસ માટે લંડન જતા પહેલાં મસાણીએ મુંબઈમાં શિક્ષિણ મેળવ્યું હતું. તેમણે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો [૫] અને તેમણે કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી ૧૯૨૮માં લિંકન ઇન ખાતે બેરીસ્ટર તરીકેની તાલીમ લીધી હતી.[૬]

રાજકીય જીવન

તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળની સવિનય કાનૂન ભંગની લડતમાં જોડાતા પહેલા ઇ. સ. ૧૯૨૯ માં મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં એડવોકેટ તરીકે વ્યવસાયિક જીવનની શરૂઆત કરી. આંદોલનમાં ભાગ લેવા બદલ અંગ્રેજોએ તેમની ઘણી વખત ધરપકડ કરી હતી. ઈ.સ. ૧૯૩૨માં તેઓ નાસિકની જેલમાં હતા, ત્યાં તેઓ જયપ્રકાશ નારાયણના સંપર્કમાં આવ્યા અને તેઓએ સાથે મળીને ઈ.સ. ૧૯૩૪ માં સમાજવાદી કોંગ્રેસ પાર્ટીની શરૂઆત કરી. તેમણે ઈ.સ. ૧૯૪૨ માં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો અને ફરીથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. [૭] જેલની મુદત પૂરી થયા પછી તેમણે ધારાસભ્ય રાજકારણમાં પ્રવેશ કર્યો, અને તેઓ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ચૂંટાયા.[૮] મસાણી જવાહરલાલ નેહરુના નજીકના મિત્ર હતા. [૯] તેઓ ભારતીય વિધાનસભાના સભ્ય પણ બન્યા. [૩]

સ્ટાલિનના મહા સફાઈ અભિયાન અને પૂર્વી યુરોપના કબજા પછી, મસાણી સમાજવાદથી દૂર ગયા અને મુક્ત બજાર અર્થશાસ્ત્રના સમર્થક બન્યા. આઝાદી પછી, મસાણીની રાજકીય માન્યતાઓએ તેમને ભારતમાં "સમાજવાદી લોકશાહી" નું સમર્થન આપવાની પ્રેરણા આપી કારણ કે તેમાં "ખાનગી અથવા જાહેર - એકાધિકાર" ટળાતો હતો. [૩] તેઓ થોડા સમય માટે રાજકારણથી ખસી ગયા. તેઓ લઘુમતી માટેના યુ. એન. સબ-કમિશનમાં ભારતના પ્રતિનિધિ હતા. યુ.એસ.એસ.આર. દ્વારા લઘુમતીઓ પ્રત્યેની વર્તણૂક અંગે તેમને નહેરુ સરકાર સામે મતભેદ રહ્યો આથી તેમને કમિશનમાંથી પાછી ખેંચી લેવામાં આવ્યા અને મે ૧૯૪૮ માં એક વર્ષ માટે બ્રાઝિલમાં ભારતીય રાજદૂત તરીકે નિમવામાં આવ્યા.[૧૦] બ્રાઝિલમાં તેમના કાર્યકાળ પછી, તેઓ ભારત પાછા ગયા અને ટાટા જૂથના અધ્યક્ષ જે. આર. ડી ટાટાના શેફ ડી કેબિનેટ (પ્રમુખ સચિવ) બન્યા.[૧૧] ઈ.સ. ૧૯૫૦ માં ઉદારવાદી નીતિ અને રાજકારણના પ્રસાર હેતુથી તેમણે 'ફ્રીડમ ફર્સ્ટ' નામની માસિક સામયિકની સ્થાપના કરી.[૧૨] ત્યાર બાદ તેઓ ચૂંટણીલક્ષી રાજકારણમાં પાછા ગયા અને ઈ.સ. ૧૯૫૭ માં રાંચીથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયા. ૧૯૫૯માં તેમણે સી રાજગોપાલાચારી સાથે સ્વતંત્ર પાર્ટીની સ્થાપના કરી. તેઓ સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે રાજકોટથી ચૂંટણી જીત્યા હતા. તેમણે ૧૯૭૧ સુધી રાજકોટનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વડા પ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા બેંકોના રાષ્ટ્રીયકરણનો વિરોધ કરનારા કેટલાક રાજકારણીઓમાંના તેઓ એક હતા. સ્વતંત્ર પક્ષ સંસદમાં ભારતનો એકમાત્ર સૌથી મોટો વિરોધ પક્ષ હતો અને મસાણી લોકસભામાં તેના નેતા હતા, ફાઇનાન્સ બિલ અંગે ચર્ચા શરૂ કરી અને કોંગ્રેસ સરકારને કડક રીતે કામ કરવા તેમણે દબાણ કર્યું. તેમણે પબ્લીક અકાઉન્ટસ કમિટીનું નેતૃત્વ પણ કર્યું હતું. તેમના ભાષણોનો સંગ્રહ કોંગ્રેસ મિસરૂલ અને સ્વતંત્ર ઑલ્ટરનેટિવ તરીકે પ્રકાશિત થયા હતા. ઈ.સ. ૧૯૭૧ ની સામાન્ય ચૂંટણીઓમાં સ્વતંત્ર પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું ન હતું અને તેમણે પાર્ટી અધ્યક્ષના પદથી રાજીનામું આપ્યું હતું.[૮] ઈ.સ. ૧૯૭૧ પછી તેઓ તેમનું સામાયિક ફ્રીડમ ફર્સ્ટ લખતા અને સંપાદિત કરતા રહ્યા. આને લીધે તેઓ કોંગ્રેસ સરકારના શત્રુ બન્યા અને સરકારે મેગેઝિન પર સેન્સરશીપનો આદેશ જારી કર્યો.[૧૩] આ આદેશ સામે તેઓ કોર્ટમાં લડ્યા અને જીત્યા.[૧૪]

અંગત જીવન

તેમણે ત્રણ વખત લગ્ન કર્યાં હતાં. તેમની પહેલી પત્ની એક અંગ્રેજ-સ્ત્રી હતી. તેમના બીજા લગ્ન પણ છૂટાછેડામાં પરિણમ્યા. મીનુ ભારત છોડોના આંદોલન દરમિયાન એક પ્રભાવશાળી બ્રિટીશ વફાદાર જે. પી. શ્રીવાસ્તવની પુત્રી શકુંતલા શ્રીવાસ્તવને મળ્યા. પોતપોતાના પરિવારજનોના વિરોધ છતાં તેઓએ લગ્ન કર્યાં.[૧૧] તેમને એક પુત્ર ઝરેર મસાણી હતો. [૧૫] આ લગ્ન પણ ૧૯૮૯ માં છૂટાછેડામાં પરિણમ્યો.

લેખન

મસાણી એક લેખક પણ હતા અને તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. તેમનું પ્રથમ પુસ્તક, અવર ઇન્ડિયા, આઝાદી પૂર્વેના ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતા પુસ્તકોમાંનું એક હતું અને પાઠ્ય પુસ્તક તરીકે પસંદગી પામ્યું હતું.[૧૦]

  • ઝોરોસ્ટ્રિયનિઝમ: ધ રિલીજિયન ઓફ ધ ગુડ લાઇફ (૧૯૩૮)
  • અવર ઇન્ડિયા (૧૯૪૦) [૧૬]
  • સોશિયાલિઝ્મ રીકન્સીડર્ડ (૧૯૪૪) [૧૭]
  • પિક્ચર ઑફ અ પ્લાન (૧૯૪૫)
  • અ પ્લી ફોર મિક્સ્ડ ઈકોનોમિ (૧૯૪૮) [૧૮]
  • અવર ગ્રોઇંગ હ્યુમન ફેમિલી (૧૯૫૦) [૧૯]
  • ન્યૂટ્રાલિઝમ ઇન ઇન્ડિયા (1951)
  • ધ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા: અ શોર્ટ હિસ્ટરી (૧૯૫૪) [૨૦]
  • કોંગ્રેસ મિસરૂલ અને સ્વતંત્ર ઑલ્ટારનેટિવ (૧૯૬૭) [૨૧]
  • ટુ મચ પોલિટિક્સ, ટુ લિટાલ સિટિઝનશીપ (૧૯૬૯) [૨૨]
  • લીબરલીઝ્મ (1970)
  • ફોકલોર ઑફ વેલ્સ: બીઈમ્ગ સ્ટડી ઑફ વોટર વરશીપ ઇન ઈસ્ટ એન્ડ વેસ્ટ(૧૯૭૪)
  • ધી કોન્સ્ટીટ્યૂશન , ત્વેન્ટી યર્સ લેટર(૧૯૭૫)
  • બ્લીસ વસ ઈટ ઇન ધેટ ડૉન... (૧૯૭૭) [૨૩]
  • અગેઈન્સ્ટ ટાઈડ (૧૯૮૧)
  • વી ઇન્ડિયન્સ (૧૯૮૯)
  • મસાણી, એમ. આર. (૧૯૬૧). ધ ફ્યુચર ઑફ ફ્રી ન્ટરપ્રાઈઝ ઇન ઇન્ડિયા: ફોરમ ઑફ ફ્રી એન્ટરપ્રાઈઝ. ફોરમ ઑફ ફ્રી એન્તરપ્રાઈઝ. મેળવેલ 2019-07-03.CS1 maint: ref=harv (link)

ગ્રંથસૂચિ

સંદર્ભ