મધ્ય આફ્રીકી ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ

મધ્ય આફ્રીકી ગણતંત્રના રાષ્ટ્રધ્વજના આલેખનકાર બાર્થોલોમ્યુ બોગાન્ડાનું માનવું એમ હતું કે આફ્રીકા અને ફ્રાન્સએ સાથે મળીને ચાલવું એટલે તેમણે ફ્રાન્સના રાષ્ટ્રધ્વજના રંગો અને સમગ્ર આફ્રીકાના રંગો પીળો, લાલ અને લીલો એમનું મિશ્રણ કરી ધ્વજ બનાવ્યો.

મધ્ય આફ્રિકિ ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ
પ્રમાણમાપ૩:૫
અપનાવ્યોડિસેમ્બર ૧, ૧૯૫૮
રચનાકારબાર્થોલોમ્યુ બોગાન્ડા

ધ્વજ ભાવના

સત્તાવાર રીતે લાલ રંગ આઝાદીની લડત દરમિયાન દેશના નાગરિકોએ વહાવેલા અને ભવિષ્યમાં દેશની રક્ષા માટે તત્પર નાગરિકોના વહેનારા રક્તનું, ભૂરો રંગ આકાશ અને આઝાદીનું, સફેદ શાંતિ અને ગૌરવનું, લીલો આશા અને શ્રદ્ધાનું, પીળો રંગ સહનશીલતાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.