બોત્તેર કોઠાની વાવ

મહેસાણા, ગુજરાતમાં આવેલી એક વાવ

બોત્તેર કોઠાની વાવ, કે જે મહેસાણા વાવ તરીકે અથવા ઇંટેરી વાવ તરીકે પણ ઓળખાય છે, જે મહેસાણા, ગુજરાત, ભારત સ્થિત એક વાવ છે.[૧][૨]

બોંત્તેર કોઠાની વાવ
વાવનો અંતરિયાળ ભાગ
નકશો
અન્ય નામોમહેસાણા વાવ
સામાન્ય માહિતી
નગર અથવા શહેરમહેસાણા
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°36′12″N 72°24′05″E / 23.603431°N 72.401489°E / 23.603431; 72.401489
પૂર્ણ૧૬૭૪
તકનિકી માહિતી
માળની સંખ્યા૧૧
રચના અને બાંધકામ
સ્થપતિસ્થાનિક

ઇતિહાસ

મુગલ બાદશાહ ઔરંગઝેબના શાસન દરમિયાન વાવનું નિર્માણ કરાયું હતું. સંવત ૧૭૩૧ (ઇ.સ. ૧૬૭૪)નો ફારસી અને દેવનાગરી લિપિમાં લખેલો શિલાલેખ જણાવે છે કે શ્રીમાળી જ્ઞાતિની લઘુ શાખાના શાહ ગોકળદાસ અને તેમની માતા માણબાઈ દ્વારા લોકકલ્યાણ માટે વાવ બાંધવામાં આવી હતી.[૧][૩]

ગાયકવાડ શાસન દરમિયાન આ વાવનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવેલું.[૪][૫] ત્યારપછી આ વાવ ઉપેક્ષિત રહેતા પ્રદૂષિત બની ગઈ હતી. મહેસાણા નગરપાલિકા દ્વારા તેને ૨૦૧૩માં સાફ કરવામાં આવી હતી.[૬] [૭] ૨૦૨૦માં તેને ફરીથી સાફ કરવામાં આવી હતી અને તેના પાણીનો ઉપયોગ બગીચાઓમાં કરવાની પરવાનગી આપવામાં આવી હતી.[૮]

સ્થાપત્ય

તે પરા વિસ્તારના ભીમનાથ મહાદેવ મંદિર નજીક આવેલી છે.[૯] તે ઇંટો અને રેતીના પત્થરોથી બાંધવામાં આવી છે.[૫] તે ૧૪થી ૧૫ મીટર (૪૦થી ૫૦ ફૂટ) લાંબી અને અગિયાર માળ ઉંડી છે; સાથે જ બે જોડિયા કૂવા છે. તેમાં ૭૨ કોઠા આવેલ હોવાથી તે બોતેર કોઠાની વાવ તરીકે ઓળખાય છે.[૩][૧૦]

સંદર્ભો