બેન કિંગ્‍સલી

અંગ્રેજી અભિનેતા

સર બેન કિંગ્‍સલી (જન્મે, કૃષ્ણ પંડિત ભાણજી; ૩૧ ડિસેમ્બર ૧૯૪૩) અંગ્રેજી અભિનેતા છે. તેમની ચાલીસ વર્ષ લાંબી કારકિર્દીમાં તેમને ઓસ્કાર, ગ્રેમી, બાફ્ટા, બે ગોલ્ડન ગ્લોબ અને સ્ક્રીન એક્ટર ગીલ્ડના સન્માન મેળવ્યા છે. તેઓ તેમના ૧૯૮૨ની ફિલ્મ ગાંધીમાં કરેલા મહાત્મા ગાંધીના અભિનય માટે જાણીતા છે જેના માટે એમને ઓસ્કાર મળેલો. આ ઉપરાંત તેમની જાણીતી ફિલ્મોમાં શીન્ડ્લર્સ લીસ્ટ (૧૯૯૩), સેક્સી બીસ્ટ (૨૦૦૦), લકી નંબર સેલ્વીન (૨૦૦૬), શટર આઈલેન્ડ (૨૦૧૦), હ્યુગો (૨૦૧૧) તથા આયર્નમેન ૩ (૨૦૧૩)નો સમાવેશ થાય છે.[૧] [૨]

જીવન

કિન્ગ્સ્લીનો જન્મ કૃષ્ણ પંડિત ભાણજી નામે સ્નાઈનટન, નોર્થ રાઈડિંગ, યોર્કશાયરમાં થયો હતો. તેમની માતા એન્ના લાયના મેરી હતી જેઓ અભિનેત્રી હતા અને પિતા રહીમતુલ્લા હરજી ભાણજી હતા જેઓ તબીબ હતા.[૩][૪]

તેમના પિતા કેન્યામાં જન્મેલા ગુજરાતી મૂળના ઈસ્માઈલી મુસ્લિમ ખોજા હતા જેમના પૂર્વજો મસાલાના વેપાર માટે ઝાંઝીબારમાં વર્ષો પૂર્વે સ્થાયી થયા હતા. તેઓ ચૌદ વરસની ઉંમરે બ્રિટન આવી વસ્યા.[૫][૬][૭][૮] તેમની માતા બ્રિટીશ હતા. તેઓના પૂર્વજો રશિયન-યહૂદી સંબંધ ધરાવતા હતા.[૯][૧૦][૧૧][૧૨][૧૩]

કારકિર્દી

તેમને સંખ્યાબંધ સફળ ફિલ્મો આપી છે.

સંદર્ભ