ફેબ્રુઆરી ૧૯
તારીખ
૧૯ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૧૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૮૭૮ – થૉમસ અલ્વા ઍડિસને ફોનોગ્રાફના પેટન્ટ અધિકારો મેળવ્યા.
- ૧૯૪૯ – એઝરા પાઉન્ડને કવિતામાં પ્રથમ બોલિન્જેન પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
- ૧૯૫૪ - ક્રિમિયાનું સ્થાનાંતરણ: સોવિયેત યુનિયનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોએ ક્રિમિયન ઓબ્લાસ્ટને રશિયન એસએફએસઆર ('રુસી સોવિયેત સમાજવાદી સંઘાત્મક ગણરાજ્ય')માંથી યુક્રેનિયન સોવિયેત સામ્યવાદી ગણરાજ્યમાં તબદીલ કરવાનો આદેશ આપ્યો.
- ૧૯૫૯ – યુનાઇટેડ કિંગડમે સાયપ્રસને સ્વતંત્રતા આપી, જેની ઔપચારિક જાહેરાત ૧૬ ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ કરવામાં આવી.
- ૧૯૮૫ – વિલિયમ જે. શ્રોએડર કૃત્રિમ હૃદય મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
જન્મ
- ૧૬૩૦ – છત્રપતિ શિવાજી, મરાઠા રાજ્યના સ્થાપક. (અ. ૧૬૮૦)
- ૧૯૦૦ – બળવંતરાય મહેતા, ગુજરાત રાજ્યના દ્વિતીય મુખ્ય મંત્રી (અ. ૧૯૬૫)
- ૧૯૨૯ – ભૂપત વડોદરિયા, ગુજરાતી લેખક અને પત્રકાર (અ. ૨૦૧૧)
- ૧૯૩૦ – કે. વિશ્વનાથ, ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને પટકથા લેખક
- ૧૯૮૬ – કવિ શાસ્ત્રી, બ્રિટિશ ચલચિત્ર અને ટેલિવીઝન અભિનેતા
અવસાન
- ૧૯૧૫ – ગોપાલકૃષ્ણ ગોખલે, ભારતીય દાર્શનિક અને રાજકારણી (જ. ૧૮૬૬)
- ૨૦૧૫ – નીરદ મહાપાત્રા, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (જ. ૧૯૪૭)
- ૨૦૨૦ – ડૉ.પંકજ નરમ, આયુર્વેદિક તબીબ (જ. ૧૯૫૫)
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૧૨ ના રોજ વેબેક મશિન
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કૉમન્સ પર February 19 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી