નેહા શર્મા

ભારતીય અભિનેત્રી

નેહા શર્મા બિહારની વતની ભારતીય અભિનેત્રી છે.

નેહા શર્મા
જન્મ૨૧ નવેમ્બર ૧૯૮૭ Edit this on Wikidata
વ્યવસાયમોડલ Edit this on Wikidata

વિગત

નેહાએ માઉન્ટ કાર્મેલ સ્કૂલ ભાગલપુરમાં અભ્યાસ કર્યો, અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી નવી દિલ્હીમાંથી ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યો.[૧]

નેહાની પ્રથમ ફિલ્મ ૨૦૦૭માં રજુ થયેલ તેલુગુ ફિલ્મ ચિરુથા હતી. તેણીની પ્રથમ હિન્દી ફિલ્મ ૨૦૧૦માં આવેલ મોહિત સુરીની ક્રૂક હતી.[૨] નેહા શર્માએ કુનાલ કોહલીની તેરી મેરી કહાનીમાં કેમીઓ કર્યુ હતું, અને એક્તા કપૂરની ક્યા સુપર કૂલ હૈ હમમાં પૂર્ણ ભૂમિકા કરી હતી.

અંગત જીવન

રસોઇ કરવી, સંગીત સાંભળવું, વાંચવું તેમજ નૃત્ય કરવું વગેરે તેણીનાં શોખ છે.[૩] નેહાએ ભારતિય શાસ્ત્રીય નૃત્ય કથકની તાલીમ લીધી છે. આ ઉપરાંત તેણી સ્ટ્રીટ હિપ હોપ, લેટિન ડન્સિંગ-સાલસા, merengue, જાઇવ અને જાઝ જેવા નૃત્યો પણ લંડનમાં શીખી છે. તેણી પોતાની સ્ટાઇલ પ્રેરણા તરીકે કૅટ મૉસને ગણાવે છે. પોતાની કપડાંની બ્રાન્ડ શરૂ કરવાની પણ તેની મહેચ્છા છે.[૪]

ફિલ્મોની યાદી

વર્ષફિલ્મનું નામભૂમિકાભાષાનોંધ
૨૦૦૭ચિરુથાસંજનાતેલુગુપ્રવેશ, તેલુગુ ફિલ્મ
૨૦૦૯કુરાડુહેમાતેલુગુ
૨૦૧૦ક્રૂક: ઇટ્સ ગૂડ ટુ બી બેડસુહાનીહિન્દીપ્રવેશ, હિન્દી ફિલ્મ
૨૦૧૨તેરી મેરી કહાની[૫]મીરાહિન્દીખાસ દેખાવ
૨૦૧૨ક્યા સુપર કૂલ હૈ હમ[૬]સિમરનહિન્દી
૨૦૧૩જયંતાભાઇ કી લવ સ્ટોરી[૭]સિમરનહિન્દી
૨૦૧૩યમલા પગલા દીવાના ૨[૮]સુમનહિન્દીનિર્માણ હેઠળ
2014યૌનગીસ્તાનઅનવિતા ચૌહાણહિન્દી
2016ક્રિતીક્રિતીહિન્દીશોર્ટ ફિલ્મ
2016ક્સુણઝંગહિન્દી, મેન્ડરિન
2016તુમ બિન IIતરણહિન્દી
2017મુબારકનખાસ દેખાવહિન્દીફિલ્મઈંગ

માન્યતા

  • ભારતમા ઝડપથી ઉદય પામતાં વ્યક્તિઓની યાદી (૨૦૧૦) માં પાંચમાં ક્રમે. યાદી પ્રસિદ્ધકર્તા: 'ગૂગલ Zeitgeist'.[૯]
  • ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની '૫૦ મોસ્ટ ડિઝાયરેબલ વિમેન'ની યાદીમાં ૩૧માં ક્રમે.[૧૦]
  • ટાઇમ્સ પોલની હોટેસ્ટ ફિમેલ ડેબ્યુની યાદીમાં પ્રથમ ક્રમે.[૧૧]

આ પણ જુઓ

  • વ્યક્તિઓની યાદી જેઓ બિહારથી છે

સંદર્ભ

બાહ્ય કડીઓ