નિરવ શાહ

ભારતીય રાજનેતા અને સુરતના ડૅપ્યુટી મેયર

નિરવ શાહ ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને સુરત મહાનગરપાલિકાના હાલના નાયબ મેયર છે.[૧][૨][૩][૪][૫][૬]

નિરવ શાહ

કારકિર્દી

જુલાઇ ૨૦૧૪માં નિરવ શાહની વરણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે થઈ હતી.[૭] જૂન ૨૦૧૮માં તેમને નાયબ મેયર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.[૮][૯][૧૦] ૨૫ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતા "મીટ લૅસ ડૅ"ની ઉજવણી માટે તેમને શ્રેય આપવામાં આવે છે, આ એ દિવસ છે જ્યારે સુરત મહાનગર પાલિકા સંચાલિત કતલખાનાં એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.[૧૧]

૨૦૨૦માં કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન તેઓએ જૈન સાધુઓને રાહત કાર્ય માટે મળતી વખતે લોકડાઉનના નિયમોનો ભંગ કર્યો અને સામાજિક અંતર જાળવ્યું ન હતું, તેને કારણે તેમની વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૪૪ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.[૧૨][૧૩][૧૪][૧૫] સપ્ટેમ્બર ૨૦૨૦માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિવસ વખતે ૧૫ દિવસ દરમિયાન સુરતના વિવિધ વિસ્તારોમાં ૭૦,૦૦૦ વૃક્ષોનું રોપણ કરાવ્યું હતું.[૧૬][૧૭]

સંદર્ભો