નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (પૂર્વે મોટેરા સ્ટેડિયમ) એ 'સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ', અમદાવાદ, ગુજરાતમાં આવેલું ક્રિકેટનું સ્ટેડિયમ છે.[૭] તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જે ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે.[૮] તેની માલિકી ગુજરાત ક્રિકેટ એસોશિયેશન ધરાવે છે અને ટેસ્ટ, એક-દિવસીય અને ટી-૨૦ ક્રિકેટ મૅચો અહીં રમાય છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
મોટેરા સ્ટેડિયમ
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ
નકશો
પૂર્ણ નામનરેન્દ્ર મોદી સ્ટેડિયમ
જૂનાં નામોસરદાર પટેલ સ્ટેડિયમ
સ્થાનમોટેરા, અમદાવાદ, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશ23°5′30″N 72°35′51″E / 23.09167°N 72.59750°E / 23.09167; 72.59750
માલિકગુજરાત ક્રિકેટ એસોશિયેશન
સંચાલકગુજરાત ક્રિકેટ એસોશિયેશન
ખાસ બેઠકો૭૬
બેઠક ક્ષમતા૧,૩૨,૦૦૦ (૨૦૨૦–હાલમાં)[૩]
૫૪,૦૦૦૦ (૨૦૦૬–૨૦૧૫)[૪][૫]
49,000 (1982–2006)
મહત્તમ દર્શકો
  • ૫૧,૦૦૦ (ભારત v ઓસ્ટ્રેલિયા, ૨૦૧૧ ક્રિકેટ વિશ્વકપ
  • ૧,૦૦,૦૦૦+ (કામચલાઉ બેઠક વ્યવસ્થા સાથે, નમસ્તે ટ્રમ્પ, ૨૦૨૦)
મેદાન માપ૧૮૦ યાર્ડ્સ x ૧૫૦ યાર્ડ્સ[૬]
વિસ્તાર૬૩
સપાટી વિસ્તારઓસ્ટ્રિલયન ઘાસ (ઓવલ)
બાંધકામ
ખાત મૂર્હત૧૯૮૩ (જૂનું માળખું), ૨૦૧૭ (વિસ્તરણ)
બાંધકામ૧૨ નવેમ્બર ૧૯૮૩ (જૂનું માળખું)
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ (વિસ્તરણ પછી)
શરૂઆત૧૨ નવેમ્બર ૧૯૮૩ (જૂનું માળખું)
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ (વિસ્તરણ પછી)
સમારકામ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦
વિસ્તૃત૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦
બંધ કરેલ૨૦૧૫ (જૂનું માળખું)
તોડી નાખેલ૨૦૧૫ (જૂનું માળખું)
બાંધકામ ખર્ચ૮૦૦ crore (US$૧૦૦ million) (પુન:બાંધકામ, ૨૦૧૭–૨૦૨૦)[૧]
સ્થપતિપોપ્યુલસ (પુન: બાંધકામ)
શશી પ્રભુ[૨] (જૂનું માળખું)
સામાન્ય કોન્ટ્રાક્ટરલાર્સન & ટ્રુબો
ભાડુઆતો
ભારતીય ક્રિકેટ ટીમ (૧૯૮૩–હાલમાં)
ગુજરાત ક્રિકેટ ટીમ (૧૯૮૩–હાલમાં)
રાજસ્થાન રોયલ્સ (૨૦૧૦ અને ૨૦૧૪)
ગુજરાત ટાઇટન્સ (૨૦૨૨–હાલમાં)

સ્ટેડિયમનું બાંધકામ ૧૯૮૩માં થયું હતું અને ૨૦૦૬માં તેનું સમારકામ થયું હતું.[૯] શહેરમાં રમાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચો તેમાં નિયમિતપણ યોજાતી રહી. ઇ.સ. ૨૦૧૫માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણરીતે તોડી પાડી ને ફેબ્રુઆરી ૨૦૨૦માં ૮૦૦ કરોડના ખર્ચે નવું બાંધકામ પૂર્ણ કરાયું હતું.[૧૦]

ક્રિકેટ સિવાય અહીં ગુજરાત સરકારના કાર્યક્રમો પણ યોજાયા છે. ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧ના ક્રિકેટ વિશ્વકપની રમતો અહીં યોજાઈ હતી. અહીંની પીચ સામાન્ય રીતે દડાબાજોનો સાથ આપે છે. ઇ.સ. ૨૦૨૦ સુધીમાં અહીં ૧૨ ટેસ્ટ, ૨૩ એકદિવસીય અને ૧ ટી-૨૦ રમતો યોજાઈ ગઈ હતી.[૧૧]

૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ આ સ્ટેડિયમનું નામકરણ ભારતના તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં કરાયું હતું.[૧૨] ટેસ્ટ ક્રિકેટમાં સૌ પ્રથમ વાર ગુલાબી રંગના દડાનો ઉપયોગ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ રમતમાં થયો હતો.[૧૩]

ભારતમાં ક્રિકેટ વિશ્વ કપના આયોજન દરમિયાન અહીં ઓછામાં ઓછી ૧ મેચ રમાઇ જ છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૯૯૬ના વિશ્વ કપની પ્રથમ રમત અહીં રમાઇ હતી. ૧૯૮૭ અને ૧૯૯૬ના વિશ્વકપમાં અહીં માત્ર એક જ રમત રમાઇ હતી.

આ મેદાનમાં ૧૯૯૬માં દક્ષિણ આફ્રિકાના ભારત પ્રવાસમાં શરૂઆતની મેચમાં, તેઓને જીતવા માટે ૧૭૦ રનની જરૂર હતી પરંતુ ભારતના ઝડપી ગોલંદાજ જવગલ શ્રીનાથે માત્ર ૨૧ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી અને ભારતે જીત મેળવી હતી.

અમેરિકાના[હંમેશ માટે મૃત કડી] પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સ્ટેડિયમ ખાતે, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦.

સંદર્ભ