દુનિયાની પ્રાચીન સાત અજાયબીઓ

આશ્ચર્યથી ભરેલા એ ઐતિહાસિક સ્થળ જે (એક સિવાય) દુર્ભાગ્યથી વિલુપ્ત થઈ ગયા છે.

દુનિયાની સાત અજાયબીઓ એટલે કે પ્રાચીન સાત અજાયબીઓ. એમાં માનવ ઇતિહાસની યશગાથા સંકળાયેલી છે અને માનવ શ્રમની મઘુર યાદો જોડાયેલી છે. એનો હેતુ તે જમાનાના પ્રવાસીઓને પ્રખ્યાત જગાઓની યાદી આપવાનો અને પ્રવાસ માટે પ્રેરવાનો હતો.આ પ્રાચીન સાત અજાયબીઓની યાદી ગ્રીક સેનાપતિ એન્ટિપેટરે બનાવેલ,જે મોટાભાગે ગ્રીક સંસ્કૃતિનો જ્યાં પ્રભાવ હતો તેવા ભૂમધ્ય સાગરની આસપાસના વિસ્તારમાંજ આવેલ હતી.


સાત પ્રાચિન અજાયબીઓ

અજાયબીબાંધકામ સમયબનાવનારનોંધવાલાયક મૂદ્દાઓપતન સમયપતનનું કારણ
ગીઝાનો મહાન પિરામિડ૨૫૮૪-૨૫૬૧ ઇ.પૂ.ઇજીપ્શ્યનપ્રાચિન ઇજીપ્તના ચોથા રાજવંશી ફારાઓહ (રાજા)ની કબર માટે બાંધવામાં આવેલ.હયાત---
બેબીલોનનાં ઝુલતા બગીચા૫૬૨ ઇ.પૂ.બેબીલોનીયન્સઆ બહુમાળી બગીચાઓ ૨૨ મી.(૭૫ ફીટ) ઊંચા હતા,તેમાં તમામ જગ્યાએ પાણી પહોંચાડવાની યાંત્રિકસુવિધા હતી.તેના છાપરાઓ પર મોટા વૃક્ષ ઉગાડેલ હતા.નેબુચાંદનઝર-૨ નામના રાજાએ પોતાની પત્નિ માટે બાંધેલ.૫૩૦ ઇ.પૂ.ધરતીકંપ
ઓલિમ્પિયાનું ઝીયસનું પુતળુ૪૬૬ ઇ.પૂ-૪૫૬ ઇ.પૂ.(મંદિર) ૪૩૫ ઇ.પૂ.(બાવલું)ગ્રીકોઆ બાવલું ૧૨ મી.(૪૦ ફીટ)ઊંચુ હતું.૫ મી સદી-૬ઠી સદીઆગ અથવા ધરતીકંપથી.
આર્ટેમિસનું દેવળ૫૫૦ ઇ.પૂ.લીડીયન્સ, પર્શીયન્સ, પ્રાચિન ગ્રીકોગ્રીક દેવી આર્ટેમિસના માનમાં બનાવેલ,પૂરા ૧૨૦ વર્ષે આનું બાંધકામ પૂરૂં થયેલ,જે આગને કારણે નાશ પામતા મહાનસિકંદર દ્વારા ફરીથી નિર્માણ કરાયેલ.૩૫૬ ઇ.પૂ.આગને કારણે,
મોઝોલસ ની કબર૩૫૧ ઇ.પૂ.પર્શિયન્સ, પ્રાચિન ગ્રીકોઅંદાજે ૪૫ મી.(૧૩૫ ફીટ)ઉંચી હતી.ચારે તરફ સુંદર શિલ્પાકૃતિઓ ધરાવતી આ કબર 'મોઝોલસ'નામના પર્શિયન સરદાર માટે બનાવેલ.ઇ.સ.૧૪૯૪ધરતીકંપ માં નૂકશાન પામેલ અને ધર્મયુધ્ધદરમિયાન નાશ થયેલ.
રહોડ્સનું બાવલું૨૯૨ ઇ.પૂ.-૨૮૦ ઇ.પૂ.ગ્રીક૩૫ મી.(૧૧૦ ફીટ) ઉંચુ આ કદાવર બાવલું ગ્રીકસૂર્યદેવતા હેલિઓસનું હતુ.ઇ.પૂ.૨૨૬ માં ધરતીકંપ ને કારણે જર્જરીત થયેલ જેના ભંગારનો નાશ ઇ.સ.૬૫૪ માં કરવામા આવેલ.ધરતીકંપ
એલેક્ઝાંડ્રીયાની દીવાદાંડી૨૮૦ ઇ.પૂ.ટોલેમીક ઇજીપ્ત૧૧૫ થી ૧૩૫ મી.(૩૮૩-૪૪૦ ફીટ) ઉંચુ આ બાંધકામ કેટલીયે સદીઓ સુધી દુનિયાનું સૌથી ઉંચુ બાંધકામ ગણાતુ રહેલ.ઇ.સ. ૧૩૦૩ - ૧૪૮૦ધરતીકંપ