ટોગો

ટોગો, સાંવિધાનીક નામ ટોગો ગણતંત્ર, પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે . તેની પશ્ચિમી સીમા ઘાના સાથે છે અને તેની પૂર્વ સીમા ઉપર બેનિન, ઉત્તર બાજુએ બુર્કિના ફોસો દેશો આવેલા છે તેમજ તેની દક્ષિણ બાજુએ ગિનીની અખાત છે જેના કિનારે તેની રાજધાની લોમે શહેર વસેલું છે. ત્યાંની સાંવિધાનીક ભાષા ફ્રેંચ છે પણ ત્યાં બીજી ઘણી ભાષા પણ બોલવામાં આવે છે. તેનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૫૭,૦૦૦ ચો. કી. થી થોડું ઓછું છે અને ત્યાંની જનસંખ્યા ૬૧,૦૦,૦૦૦ની છે કે જે મુખ્યત્વે ખેતી ઉપર નિર્ભર છે. ત્યાંનું સૌમ્ય હવામાન ઊપજ માટે અનૂકુળ છે. ટોગો ઉષ્ણકટિબંધ અને સહારા જેવું હવામાન ધરવે છે.

ટોગોનો ધ્વજ.
દુનિયાના નકશા ઉપર ટોગો.

ટોગોએ ૧૯૬૦માં ફ્રાંસીસીઓ પાસેથી સ્વતંત્રતા મેળવી હતી જેના પછી ત્યાં ભૂતપૂર્વ નેતા ગ્નાસિંગબે ઈયાડેયમાએ સફળ સૈન્ય બળવો યોજી ત્યાંના રાષ્ટ્રપતિ બનીને સત્તા હાથમાં લીધી. ઈયાડેમયમા જ્યારે ૨૦૦૫માં અવસાન પામ્યા ત્યારે તેઓ આફ્રિકન ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલા નેતા બની ચૂક્યા હતા (રાષ્ટ્રપતિ બન્યા બાદ ૩૮ વર્ષો સુધી) [૧] અને તેમના અવસાન બાદ તેમના પુત્ર ફૌરે ગ્નાસિંગબે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ટોગોની એક તૃતીય વસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની, કે જે રોજના સવા અમેરિકન ડોલરની છે, તેની નીચે જીવે છે.[૨]

નોંધ