જ્યોતિ પ્રકાશ નિરાલા

કોર્પોરલ જ્યોતિ પ્રકાશ નિરાલા, એસી એ ભારતીય વાયુસેનાની ગરુડ કમાંડો ફોર્સના સભ્ય હતા. તેમને જાન્યુઆરી ૨૦૧૮માં ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર (પુરસ્કાર) એનાયત કરવામાં આવ્યો. આ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ એરમેન હતા. તેમને જમીની લડાઈ માટે આ પુરસ્કાર એનાયત થયો તે અનોખી ઉપલબ્ધી હતી. વાયુસેના માટે આ પુરસ્કાર મેળવનાર સુહાસ બિશ્વાસ અને રાકેશ શર્મા બાદ તેઓ ત્રીજા વ્યક્તિ હતા.[૧][૨][૩]

કોર્પોરલ
જ્યોતિ પ્રકાશ નિરાલા
એસી
જન્મ(1986-11-15)November 15, 1986
રોહતાસ જિલ્લોબિહાર
મૃત્યુ૧૮ નવેમ્બર ૨૦૧૭ (વય ૩૧)
બાંદીપુરા જિલ્લો, જમ્મુ અને કાશ્મીર
દેશ/જોડાણ ભારત
સેવા/શાખા ભારતીય વાયુ સેના
સેવાના વર્ષો૨૦૦૫-૨૦૧૭
હોદ્દો કોર્પોરલ
સેવા ક્રમાંક૯૧૮૨૦૩
દળરાષ્ટ્રીય રાઇફલ્સ(નિયુક્ત)
ગરુડ કમાંડો ફોર્સ
પુરસ્કારો અશોક ચક્ર

શરૂઆતનું જીવન

નિરાલા બદલાદિહ ગામ, રોહતાસ જિલ્લો, બિહારના નિવાસી હતા.[૪]

સૈન્ય કારકિર્દી

નિરાલાને ભારતીય વાયુસેનાની ગરુડ કમાંડો ફોર્સમાં ૨૦૦૫માં નિયુક્તિ મળી. તેઓ ઓપરેશન રક્ષકના ભાગરૂપે જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત ૧૩મી રાષ્ટ્રિય રાઇફલ્સમાં પ્રતિનિધિ તરીકે તૈનાત કરાયા.[૫][૬]

અશોક ચક્ર

તકનિકી જાણકારીના આધારે ગરુડ કમાંડો અને ૧૩મી રાષ્ટ્રિય રાઇફલ્સના સૈનિકોએ બાંદીપુરા જિલ્લો, જમ્મુ અને કાશ્મીરના હાજીન વિસ્તારના ચંદરગર ગામ ખાતે આતંકવાદી વિરોધી કાર્યવાહીની શરૂઆત કરી. તેમની ટુકડી આંતકવાદીઓ જે ઘરમાં છુપાયા હોવાની શંકા હતી તેની નજીક છૂપી રીતે પહોંચ્યા અને તેને ઘેરી લીધું. નિરાલા હળવી મશીનગન સાથે છુપાવાના સ્થળના એક ભાગવાના રસ્તા પાસે આડ લઈ અને ગોઠવાઈ ગયા. તેમણે આ ભાગવાના રસ્તાને બંધ કરી દીધો.

ભાગવાની કોશિષ કરતાં છ આતંકવાદીઓ ગોળીબાર કરતા અને હાથગોળા ફેંકતા તે જ તરફ બહાર ધસી આવ્યા. નિરાલાએ વળતો ગોળીબાર શરૂ કર્યો અને બે 'એ' શ્રેણીના આતંકવાદીઓને ઠાર માર્યા અને બેને ઘાયલ કર્યા. આમ કરતાં તેમને પણ ગોળી વાગી અને ગંભીર ઇજા પહોંચી. અથડામણમાં થયેલ ઇજાઓને કારણે નિરાલા શહીદ થયા અને છ આતંકવાદીઓને પણ ઠાર મરાયા.

૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સેવા અને અપ્રતીમ સાહસ દર્શાવવા માટે તેમને મૃત્યુપર્યંત અશોક ચક્ર એનાયત કરાયું. તેમને લશ્કર-એ-તોયબાના સ્થાનિક નેતૃત્વને ખતમ કરવાનું શ્રેય અપાય છે. અથડામણમાં લશ્કર-એ-તોયબાના પાકિસ્તાન સ્થિત નેતા ઝકી-ઉર્-રહેમાન લખવીનો પણ ઠાર મરાયો હતો. લખવી ૨૦૦૮ના મુંબઈ હુમલાના યોજનાકારોમાં મુખ્ય હતો.[૭][૮]

અંગત જીવન

નિરાલાના લજ્ઞ સુષ્મા નંદ સાથે થયાં હતાં અને તેમને જિજ્ઞાસા કુમારી નામે એક પુત્રી છે.[૯][૧૦]

સંદર્ભ