જ્ઞાનપીઠ એવોર્ડ

ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર

જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે, તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

જ્ઞાનપીઠ પુરસ્કાર
સાહિત્યમાં યોગદાન માટે અપાતો પુરસ્કાર
સંગ્રહાલયમાં રાખેલો જ્ઞાનપીઠ પુરસ્કાર
પુરસ્કારનો હેતુસાહિત્ય
પુરસ્કાર આપનારભારતીય જ્ઞાનપીઠ
ઇનામી રકમ₹૧૧ લાખ
પ્રથમ વિજેતા૧૯૬૫
છેલ્લા વિજેતા૨૦૨૧
તાજેતરના વિજેતાદામોદર માઉઝો
ઝાંખી
કુલ પુરસ્કારો૬૦
પ્રથમ વિજેતાજી. શંકર કુરૂપ
વેબસાઇટjnanpith.net

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતાઓ[૧]

વર્ષનામકાર્યભાષાછબી
૧૯૬૫જી. શંકર કુરૂપઓટક કુશલમલયાલમ
૧૯૬૬તારાશંકર બંદોપાધ્યાયગણદેવતાબંગાળી
૧૯૬૭ઉમાશંકર જોષી[૨]નિશીથગુજરાતી
કે.વી. પુટપ્પારામાયણ દર્શનમકન્નડ
૧૯૬૮સુમિત્રાનંદન પંતચિદંબરાહિન્દી
૧૯૬૯ફિરાક ગોરખપૂરીગુલ ઈ નગ્માઉર્દુ
૧૯૭૦વિશ્વનાથ સત્યનારાયણરામાયણ કલ્પવૃક્ષમતેલુગુ
૧૯૭૧વિષ્ણુ ડેસ્મૃતિ સત્તા ભવિષ્યતબંગાળી
૧૯૭૨રામધારી સિંઘ દિનકરઉર્વશીહિન્દી
૧૯૭૩દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રેનાકુ થાંથીકન્નડ
ગોપીનાથ મોહંતીઉડિયા
૧૯૭૪વિષ્ણુ ખાંડેકરયયાતિમરાઠી
૧૯૭૫પી.વી. અક્લીનચિત્તિર પાવેતમિલ
૧૯૭૬આશાપૂર્ણા દેવીપ્રથમ પ્રતિશ્રુતીબંગાળી
૧૯૭૭કે. શિવરામમુક્કજી જય કંસુ ગ્વુકન્નડ
૧૯૭૮સચ્ચિદાનંદ વાત્સ્યાયનકિતની નાવો મેં, કિતની બારહિન્દી
૧૯૭૯બિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યમૃત્યુંજયઆસામી
૧૯૮૦એસ. કે. પ્રોટ્ટક્કારઓરૂદેશાત્થી કથામલયાલમ
૧૯૮૧અમૃતા પ્રિતમકાગજ કે કેનવાસપંજાબી
૧૯૮૨મહાદેવી વર્માયામાહિન્દી
૧૯૮૩માસ્તી વેન્કટેશ આયેન્ગરચીકવિર રાજેન્દ્રકન્નડ
૧૯૮૪તકઝી શિવશંકર પિલ્લેકાયરમલયાલમ
૧૯૮૫પન્નાલાલ પટેલમાનવીની ભવાઈગુજરાતી
૧૯૮૬સચ્ચિદાનંદ રૌત્રેયઓડીયા
૧૯૮૭વિષ્ણુ વામન શીરવાડકર"કુસુમાગ્રજ', મરાઠી સાહિત્યમાં પ્રદાન અર્થેમરાઠી
૧૯૮૮સી.નારાયણ રેડ્ડીવિશ્વમ્ભરાતેલુગુ
૧૯૮૯કુર્રતુલ-એન-હૈદરઆખિર સબ કે હમસફરઉર્દુ
૧૯૯૦વી.કે. ગોકાકભરથા સિંધુ રશ્મિકન્નડ
૧૯૯૧સુભાષ મુખોપાધ્યાયપદાતિકબંગાળી
૧૯૯૨નરેશ મહેતાહિન્દી
૧૯૯૩સીતાકાંત મહાપાત્રભારતીય સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન માટેઊડીયા
૧૯૯૪યુ. આર. અનંતમૂર્તિકન્નડ સાહિત્યમાં પ્રદાન માટેકન્નડ
૧૯૯૫એમ.ટી. વાસુદેવ નાયર'રન્દામુઝમ', મલયાલમ સાહિત્યમાં પ્રદાન માટેમલયાલમ
૧૯૯૬મહાશ્વેતા દેવીહજાર ચોર્યાશીમાંબંગાળી
૧૯૯૭અલી સરદાર જાફરીઉર્દુ
૧૯૯૮ગીરીશ કર્નાડકન્નડ સાહિત્યમાં પ્રદાન માટેકન્નડ
૧૯૯૯નિર્મલ વર્માહિન્દી
ગુરુ દયાલસિંહપંજાબી
૨૦૦૦ઇન્દિરા ગોસ્વામીઆસામી
૨૦૦૧રાજેન્દ્ર શાહધ્વનિગુજરાતી
૨૦૦૨ડી. જયકાંથનતમિલ
૨૦૦૩વિંદા કરંદીકર'અષ્ટદર્શના', મરાઠી સાહિત્યમાં પ્રદાન માટેમરાઠી
૨૦૦૪રેહમાન રાહીકલામી રાહી, સુભુક સૌદાકાશ્મીરી
૨૦૦૫કુંવર નારાયણહિન્દી
૨૦૦૬સત્યવ્રત શાસ્ત્રીસંસ્કૃત
રવીન્દ્ર કેલકરકોંકણી
૨૦૦૭ઓ.એન.વિ. કુરૂપમલયાલમ સાહિત્યમાં પ્રદાન માટેમલયાલમ
૨૦૦૮અખલક મહમ્મદ ખાનઉર્દુ
૨૦૦૯અમર કાંતહિન્દી
શ્રીલાલ શુક્લહિન્દી
૨૦૧૦ચંદ્રશેખર કંબરકન્નડ ભાષામાં પ્રદાન માટેકન્નડ
૨૦૧૧પ્રતિભા રાયઓડિઆ
૨૦૧૨રાવૂરિ ભારદ્વાજપાકુડુરાલ્ળુતેલૂગુ
૨૦૧૩કેદારનાથ સિંહઅકાલ મેં સારસહિંદી
૨૦૧૪ભાલચંદ્ર નેમાડેહિંદુ: જ્યાચી સમૃદ્ધિ અડગળમરાઠી
૨૦૧૫રઘુવીર ચૌધરી[૩]અમૃતા અને સમગ્ર સાહિત્ય માટેગુજરાતી
૨૦૧૬શંખ ઘોષ[૪]બંગાળી
૨૦૧૭ક્રિષ્ના સોબતી[૫]હિંદી
૨૦૧૮અમિતાભ ઘોષ[૬]અંગ્રેજી
૨૦૧૯અક્કિતમ અચ્યુતન નિંબૂથિરી[૭]મલયાલમ
૨૦૨૦નિલમણી ફૂકાનઆસામી
૨૦૨૧દામોદર માઉઝો[૮]કાર્મેલીનકોંકણી

સંદર્ભ