ચંદ્રકાંત બક્ષી

ગુજરાતી લેખક

ચંદ્રકાંત કેશવલાલ બક્ષી (૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ – ૨૫ માર્ચ, ૨૦૦૬) આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને જાણીતા લેખક હતા.

ચંદ્રકાંત બક્ષી
બક્ષી કોલકાતા ખાતે, ૨૦૦૩
બક્ષી કોલકાતા ખાતે, ૨૦૦૩
જન્મ(1932-08-20)20 August 1932
પાલનપુર, ગુજરાત
મૃત્યુ25 March 2006(2006-03-25) (ઉંમર 73)
અમદાવાદ, ગુજરાત
અન્ય નામબક્ષીબાબુ, બક્ષી
વ્યવસાયલેખક, અધ્યાપક, જાહેર વક્તા
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.એ., એલ.એલ.બી., એમ.એ.
જીવનસાથીબકુલા બક્ષી
સંતાનોરીવા બક્ષી
સહી

જીવન

પાલનપુરમાં ચંદ્રકાંત બક્ષીના ઘરનો એક ભાગ, બક્ષીવાસમાં.

ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુર ‍(હવે બનાસકાંઠા જિલ્લામાં) ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો.[૧] તેઓ ગુજરાતી જૈન કુટુંબના કેશવલાલ બક્ષી અને ચંચળબેનના બીજા પુત્ર હતા. તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. ૧૯૫૨માં તેઓ કલકત્તા યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. થયા. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં એલ.એલ.બી. અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમ.એ. થયા.[૨]

કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું.[૩] ૧૯૬૯માં તેઓ મુંબઇમાં સ્થાયી થયા અને ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાનના અધ્યાપક તરીકે ૧૯૭૦થી ૧૯૮૦ સુધી તેઓ મીઠીબાઈ કૉલેજ તથા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં કાર્યરત રહ્યા. તેઓ યુનિવર્સિટીમાં સેનેટના સભ્ય હતા. ૧૯૮૦–૮૨ સુધી તેઓ મુંબઈની એલ.એસ. રાહેજા આર્ટ્સ અને કોમર્સ કૉલેજના પ્રિન્સિપાલ પદે રહ્યા અને ત્યાંથી નિવૃત્ત થયા. આ પછી તેઓ પૂર્ણ સમયના લેખક/પત્રકાર તરીકે જ સક્રિય રહ્યા. તેઓ વિવિધ સામયિકો અને દૈનિકોમાં લેખ લખતા હતા.[૧][૨]

૧૯૯૯માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની મુંબઈના શેરીફ પદે નિમણૂક કરવામાં આવી હતી.[૩] ૨૫ માર્ચ, ૨૦૦૬ ના રોજ અમદાવાદ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.[૧][૪][૫]

તેમના ચાહકોમાં તેઓ બક્ષી અથવા બક્ષીબાબુના નામથી જાણીતા હતા.

અંગત જીવન

તેમના લગ્ન બકુલા (મૃ. ૨૦૦૨) સાથે થયા હતા. તેમના પુત્રી રીવા હાલમાં અમદાવાદ ખાતે પોતાના દત્તક પુત્ર સાથે રહે છે.[સંદર્ભ આપો]

લેખન શૈલી

તેઓ તેમના લખાણોનો ક્યારેય એક કરતાં વધુ કાચો મુસદ્દો તૈયાર કરતા નહોતા. તેમનાં લખાણોમાં ગુજરાતી અને ઉર્દૂ શબ્દોનું મિશ્રણ રહેતું.[૬] તેમની નવલકથા અને વાર્તાઓના પાત્રો મુશ્કેલીભર્યું જીવન જીવતા દર્શાવાયા છે. તેમણે ઐતહાસિક નવલકથાઓ અતીતવન અને અયનવૃત પણ લખી છે. ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓ શહેરી જીવન, લાગણીઓનો ઉભરો, યુદ્ધનું વાતાવરણ વગેરે પાર્શ્વભૂમિકાઓ ધરાવતી હતી. તેમણે ઇતિહાસ અને સંસ્કૃતિ પર ખૂબ લખ્યું છે. રેડિફ અનુસાર જ્યારે તેઓ તેમને ન ગમતાં વ્યક્તિઓ વિશે લખતા ત્યારે તેમનું લખાણ તીક્ષ્ણ અને ભેદક હતું. તેમની આત્મકથા બક્ષીનામા ગુજરાતી દૈનિક સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી. આ આત્મકથાના કેટલાંક પ્રકરણો તેઓ તેમનાં દુશ્મનના મૃતદેહમાં પેશાબ કરતા હોવાની કલ્પનાને કારણે પ્રગટ નહોતા કરવામાં આવ્યા.[૪][૭]

પારિતોષિક

૧૯૬૮માં પેરેલિસિસ નવલકથા માટે તેમને ત્રીજા ઇનામનો અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. ૧૯૮૪માં મહાજાતિ ગુજરાતી માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમણે પાછું આપી દીધું હતું, તેમના મત મુજબ આ ઈનામો યુવા લેખકોને આપવા જોઈએ.[૮]

વિવાદ

ગુજરાત સરકારે તેમની ટૂંકી વાર્તા કુત્તી પર અશ્લીલ લખાણ માટે કેસ કરેલો.[૪] તેમણે આ માટે સરકાર વિરુદ્ધ કોર્ટમાં કેસ લડેલો. છેવટે ગુજરાત સરકારે તેમની સામેના બધાં આરોપો પાછાં ખેંચી લીધા હતા.[૭]

સર્જન

તેમની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત કુમાર માસિકમાં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી. તેમણે કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૭ પુસ્તકો ઇતિહાસ પર, ૨૬ નવલકથાઓ, ૧૫ ટૂંકી વાર્તાઓના સંગ્રહો, ૬ રાજકારણ સંબંધી પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનો, ૨ નાટકો અને ૨૫ પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમનાં ૧૫ જેટલાં પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલ છે.[૮]

ચંદ્રકાંત બક્ષીનું સંપૂર્ણ સર્જન વિષય પ્રમાણે નીચે પ્રમાણે છે:[૯]

નવલકથાઓ

નામવર્ષ
પડઘા ડૂબી ગયા૧૯૫૭
રોમા૧૯૫૯
એકલતાના કિનારા૧૯૫૯
આકાર૧૯૬૩
એક અને એક૧૯૬૫
પેરેલિસિસ૧૯૬૭
જાતકકથા૧૯૬૯
હનીમૂન૧૯૭૧
અયનવૃત્ત૧૯૭૨
અતિતવન૧૯૭૩
લગ્નની આગલી રાતે૧૯૭૩
ઝિંદાની૧૯૭૪
સુરખાબ૧૯૭૪
આકાશે કહ્યું૧૯૭૫
રીફ મરીના૧૯૭૬
યાત્રાનો અંત (અનુવાદ)૧૯૭૬
દિશાતરંગ૧૯૭૯
બાકી રાત૧૯૭૯
હથેળી પર બાદબાકી૧૯૮૧
હું, કોનારક શાહ...૧૯૮૩
લીલી નસોમાં પાનખર૧૯૮૪
વંશ૧૯૮૬
પ્રિય નીકી...૧૯૮૭
કૉરસ૧૯૯૧
મારું નામ તારું નામ૧૯૯૫
સમકાલ૧૯૯૮

વાર્તાસંગ્રહ

નામવર્ષ
પ્યાર૧૯૫૮
એક સાંજની મુલાકાત૧૯૬૧
મીરા૧૯૬૫
મશાલ૧૯૬૮
ક્રમશ:૧૯૭૧
કેટલીક અમેરિકન વાર્તાઓ૧૯૭૨
બક્ષીની કેટલીક વાર્તાઓ૧૯૭૨
પશ્ચિમ૧૯૭૬
આજની સોવિયેત વાર્તાઓ૧૯૭૭
ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ૧૯૭૭
૧૩૯ વાર્તાઓ - ૧૧૯૮૭
૧૩૯ વાર્તાઓ - ૧૧૯૮૭
સદાબહાર વાર્તાઓ૨૦૦૨
દસ વાર્તાઓ૨૦૦૩
બક્ષીની વાર્તાઓ૨૦૦૩

નાટક

  1. જ્યુથિકા (૧૯૭૦)
  2. પરાજય (૧૯૭૬)

આત્મકથા

  1. બક્ષીનામા: ભાગ ૧, ૨, ૩ (૧૯૮૮)

અનુવાદ

  1. સુખી હોવું (૨૦૦૨)

ઇતિહાસ/સંસ્કૃતિ

નામવર્ષ
મેસોપોટેમિયાની સંસ્કૃતિ૧૯૭૨
ગ્રીસની સંસ્કૃતિ૧૯૭૩
ચીનની સંસ્કૃતિ૧૯૭૪
યહૂદી સંસ્કૃતિ૧૯૭૫
આભંગ૧૯૭૬
ઇજિપ્તની સંસ્કૃતિ૧૯૭૬
તવારીખ૧૯૭૭
રોમન સંસ્કૃતિ૧૯૭૭
પિકનિક૧૯૮૧
વાતાયન૧૯૮૪
સ્પીડબ્રેકર૧૯૮૫
ક્લોઝ-અપ૧૯૮૫
ચંદ્રકાંત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો૧૯૮૭
વિજ્ઞાન વિશે૧૯૯૨
સ્ટૉપર૧૯૯૫
સ્પાર્કપ્લગ૧૯૯૫
એ-બી-સીથી એક્સ-વાય-ઝી૨૦૦૦

શ્રેણીઓ

  • જ્ઞાન-વિજ્ઞાન શ્રેણી (૧૯૮૯)
ક્રમનામવર્ષ
૧.જ્ઞાન – વિજ્ઞાન ભાગ – ૧૧૯૮૯
૨.જ્ઞાન – વિજ્ઞાન ભાગ - ૨૧૯૮૯
૩.શિક્ષણ ભાગ – ૧૧૯૮૯
૪.શિક્ષણ ભાગ – ૨૧૯૮૯
૫.અર્થશાસ્ત્ર૧૯૮૯
૬.ઇતિહાસ ભાગ – ૧૧૯૮૯
૭.ઇતિહાસ ભાગ – ૨૧૯૮૯
૮.રાજકારણ ભાગ – ૧૧૯૮૯
૯.રાજકારણ ભાગ – ૨૧૯૮૯
૧૦.સમાજ ભાગ – ૧૧૯૮૯
૧૧.સમાજ ભાગ – ૨૧૯૮૯
૧૨.ગુજરાત ભાગ – ૧૧૯૮૯
૧૩.ગુજરાત ભાગ – ૨૧૯૮૯
૧૪.ગુજરાતી ભાષા અને સાહિત્ય ભાગ – ૧૧૯૮૯
૧૫.ગુજરાતી ભાષા અને સાહિત્ય ભાગ – ૨૧૯૮૯
૧૬.સ્ત્રી૧૯૮૯
૧૭.રમતગમત૧૯૮૯
૧૮.પત્રકારત્વ અને માધ્યમ ભાગ – ૧૧૯૮૯
૧૯.પત્રકારત્વ અને માધ્યમ ભાગ – ૨૧૯૮૯
૨૦.દેશ૧૯૮૯
૨૧.વિદેશ૧૯૮૯
૨૨.આનંદરમૂજ ભાગ – ૧૧૯૮૯
૨૩.આનંદરમૂજ ભાગ – ૨૧૯૮૯
૨૪.વિવિધા ભાગ – ૧૧૯૮૯
૨૫.વિવિધા ભાગ – ૨૧૯૮૯
  • યુવાનોને સપ્રેમ શ્રેણી (૧૯૯૧)
ક્રમનામવર્ષ
૧.યુવતા૧૯૯૧
૨.સાહસ૧૯૯૧
૩.સંસ્કાર૧૯૯૧
૪.શિક્ષણ૧૯૯૧
૫.સામયિકતા૧૯૯૧
  • જીવનનનું આકાશ શ્રેણી (૧૯૯૧)
ક્રમનામવર્ષ
૧.ઉપક્રમ૧૯૯૧
૨.ક્રમ૧૯૯૧
૩.અનુક્રમ૧૯૯૧
૪.અતિક્રમ૧૯૯૧
૫.યથાક્રમ૧૯૯૧
૬.વિક્રમ૧૯૯૧
૭.પરાક્રમ૧૯૯૧
  • વિકલ્પ શ્રેણી (૧૯૯૪)
ક્રમનામવર્ષ
૧.સંસ્કાર અને સાહિત્ય૧૯૯૪
૨.ધર્મ અને દર્શન૧૯૯૪
૩.માદા અને નારી૧૯૯૪
૪.કાલ અને આજ૧૯૯૪
  • ચાણક્ય ગ્રંથમાળા (૧૯૯૭)
ક્રમનામવર્ષ
૧.હિંદુત્વ: દિશા ૨૧મી સદી૧૯૯૭
  • નવભારત શ્રેણી (૧૯૯૮)
ક્રમનામવર્ષ
૧.સ્ત્રી વિષે૧૯૯૮
૨.મિજાજ અને દિલદરિયા૧૯૯૮
૩.અસ્મિતા ગુજરાતની૧૯૯૮
૪.મેનેજમેન્ટ અને બિઝનેસ૧૯૯૮
૫.ટી.વી. પહેલાં અને ટી.વી. પછી૧૯૯૮
૬.મેઘધનુષ્ય૧૯૯૮
  • વાગ્દેવી શ્રેણી (૧૯૯૮)
ક્રમનામવર્ષ
૧.બસ, એક જ જિંદગી૧૯૯૮
૨.ખાવું, પીવું, રમવું૧૯૯૮
૩.દેશ – પરદેશ૧૯૯૮
૪.રમૂજકાંડ૧૯૯૮
૫.ખુરશીકારણથી રાષ્ટ્રકારણ૧૯૯૮
૬.શબ્દ અને સાહિત્ય૧૯૯૮
  • નમસ્કાર શ્રેણી (૧૯૯૯)
ક્રમનામવર્ષ
૧.યાદ ઇતિહાસ૧૯૯૯
૨.મહાન ભારત૧૯૯૯
૩.દર્શન વિશ્વ૧૯૯૯
૪.દેશ ગુજરાત૧૯૯૯
  • વાતાયન શ્રેણી (૨૦૦૧)
ક્રમનામવર્ષ
૧.જીવન અને સફર૨૦૦૧
૨.સાહિત્ય અને સર્જન૨૦૦૧
૩.ગુજરાત અને ગુજરાતી૨૦૦૧
૪.સ્ત્રી અને કવિતા૨૦૦૧
  • વર્તમાન શ્રેણી (૨૦૦૩)
ક્રમનામવર્ષ
૧.મૌજ અને શોખ૨૦૦૩
૨.દૂધમાં લોહીના ટીંપાં૨૦૦૩
૩.મીડીયા, કાવ્ય, સાહિત્ય૨૦૦૩
૪.રાજનીતિ અને અનીતિકારણ૨૦૦૩
૫.સ્ત્રી અને કવિતા૨૦૦૩

અન્ય ભાષામાં અનૂદિત

નામભાષાવર્ષ
પેરેલિસિસમરાઠી૧૯૭૯
દોમાનિકોહિન્દી૧૯૭૯
આકારહિન્દી૧૯૭૯
પેરેલિસિસઅંગ્રેજી૧૯૮૨
ઝિન્દાનીમરાઠી૧૯૮૪
લોસ્ટ ઇલ્યુઝન્સ (લીલી નસોમાં પાનખર)અંગ્રેજી૧૯૮૯
પેરેલિસિસહિન્દી૧૯૮૯
પતઝડ હપે પત્તેમેંહિન્દી૧૯૯૦
ગુડ નાઇટ, ડેડીમરાઠી૧૯૯૬
નાનું નીનું મથુ (વાર્તાસંગ્રહ)કન્નડ૧૯૯૬
સ્પીડબ્રેકરહિન્દી૨૦૦૧
સમકાલહિન્દી૨૦૦૩
સમકાલમરાઠી૨૦૦૩
અવર ટાઇમ્સ (સમકાલ)અંગ્રેજી૨૦૦૩

ગુજરાત/પ્રવાસ

નામવર્ષ
મહાજાતિ ગુજરાતી૧૯૮૧
ગુજરે થે હમ જહાં સે૧૯૮૨
પિતૃભૂમિ ગુજરાત૧૯૮૩
અમેરિકા અમેરિકા૧૯૮૫
રશિયા રશિયા૧૯૮૭
દક્ષિણ આફ્રિકા૧૯૯૦
વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ૧૯૯૧

રાજકારણ

નામવર્ષ
રાજકારણ ગુજરાત (૧૯૮૯-૧૯૯૫)૧૯૯૫
રાજકારણ ભારત (૧૯૮૯-૧૯૯૫)૧૯૯૫
ગોધરાકાંડ: ગુજરાત વિરુધ્ધ સેક્યુલર તાલિબાન૨૦૦૨
મહાત્મા અને ગાંધી૨૦૦૨
આઝાદી પહેલાં૨૦૦૨
આઝાદી પછી૨૦૦૨

પ્રકીર્ણ[૧૦]

ક્રમનામવર્ષ
૧.અન્ડરલાઇન૧૯૯૨
૨.આદાન૧૯૯૨
૩.પ્રદાન૧૯૯૨
૪.ઇંગ્લિશ વર્ડ : ગુજરાતી પર્યાય૧૯૯૫
૫.નવાં નામો૧૯૯૫
૬.૧૭૪૭ – ૧૯૯૭: ૫૦ વર્ષમાં સામાજીક વિકાસ૧૯૯૮
૭.સેક્સ: મારી દ્રષ્ટિએ૨૦૦૦

જીવનવૃત્તાંત

ક્રમપુસ્તક્નું નામલેખકનું નામવર્ષ
૧.બક્ષી: એક જીવનીજયંતીલાલ મહેતા૧૯૯૨
૨.ચંદ્રકાંત બક્ષીનું નવલકથાવિશ્વબિપિન આશર૧૯૯૮
૩.ચંદ્રકાંત બક્ષીની સહિત્યસૃષ્ટિદક્ષેશ ઠાકર૨૦૦૦

અન્ય[૧૧]

ક્રમનામવર્ષ
૧.લવ… અને મૃત્યું૨૦૦૫
૨.નેપથ્ય૨૦૦૫
૩.શબ્દપર્વ૨૦૦૫
૪.ગુજરાત વિવિધા૨૦૦૫
૫.૩૫ લેખો૨૦૦૫

કોલમ/કટારલેખ

સમાચાર

  • ૨૬ એપ્રિલ, ૨૦૦૮ ના રોજ શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ, રાજકોટ દ્વારા ચંદ્રકાંત બક્ષીનાં જીવન પર બે ડીવીડી બહાર પાડવામાં આવી હતી.
  • ચંદ્રકાંત બક્ષીના જીવન પર આધારિત એકાંકી નાટક હું ચંદ્રકાંત બક્ષી જૂન ૨૦૧૩માં રજૂ થયું હતું.[૧૨][૧૩] આ એકાંકીમાં પ્રતિક ગાંધીએ ચંદ્રકાંત બક્ષીની ભૂમિકા ભજવી હતી, જ્યારે શિશિર રામાવત આ એકાંકીના લેખક હતા.[૧૪]

સંદર્ભ

બાહ્ય કડીઓ