ગ્રીસની પૌરાણિક માન્યતાઓ

ગ્રીક પૌરાણિક કથાઓ પ્રાચીન ગ્રીસ સંબંધિત માન્યતાઓ અને પૌરાણિક કથાઓનું સંયોજન છે જે તેમના દેવો અને નાયકો, વિશ્વની પ્રકૃતિ અને તેની ઉત્પતી તથા તેમના પોતાના સંપ્રદાય અને રીતરિવાજોની પ્રક્રિયા વિશે છે. પ્રાચીન ગ્રીસમાં તે ધર્મનો હિસ્સો હતો. આધુનિક વિદ્વાનો તેને પુરાણકથા માને છે અને પ્રાચીન ગ્રીસમાં ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ, તેની સભ્યતાને સમજવા માટે તથા પુરાણકથાઓ કઇ રીતે રચાય છે તેની પ્રકૃતિ સમજવા માટે તેનો અભ્યાસ કરે છે.[૧]

ગ્રીક ત્રૈક્ય અને પૃથ્વીના ત્રણ રાજ્યોનું વિતરણ: ઝિયસ ગોડ (હેવન), પોસાઇડન (સીઝ અને મહાસાગરો) અને હેડ્સ (અન્ડરવર્લ્ડ) થિયોસ (નાના ભગવાન) આ ત્રૈક્યના બાળકો છે.
ઓટ્રિકોલી ખાતે મળેલુ ઝૂસનું બાવળુ (સાલા રોટોન્ડા, મ્યુઝીઓ પિયો-ક્લિમેન્ટ્રીનો, વેટિકન)
એલ્યૂસિનિયન રહસ્યોની ધાર્મિક વિધિ કરી રહેલી માનવ આકૃતિ દર્શાવતી તકતી - મ્યુઝી આર્કિયોલોજીક નેશનલ, એથેન્સ

ગ્રીક પૌરાણિક કથાઓમાં મોટા પ્રમાણમાં વર્ણનો, વાઝ પેઇન્ટિંગ અને વોટિવ ગિફ્ટ જેવી નિરૂપણકારી કળાના વિશાળ સંગ્રહનો સમાવેશ થાય છે. ગ્રીક પુરાણકથાઓમાં વિશ્વની ઉત્પતિ, વિશાળ વિવિધતા ધરાવતા દેવતાઓ, દેવીઓ, નાયકો, નાયિકાઓ અને અન્ય પૌરાણિક જીવોના જીવન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. પ્રારંભમાં આ કથાઓ મૌખિક-કાવ્યાત્મક પરંપરાથી પ્રચલિત થઇ હતી. આજે ગ્રીક પુરાણકથાઓને ગ્રીક સાહિત્યનો હિસ્સો ગણવામાં આવે છે.

ગ્રીક સાહિત્યના સૌથી જૂના અને જાણીતા સ્રોતમાં ઇલિયડ અને ઓડિસી જેવા મહાકાવ્યો સામેલ છે જે ટ્રોજન લડાઇની ઘટનાઓ વર્ણવે છે. હોમરના નિકટના સમકાલીન હોસિયોડની બે કવિતાઓ થિયોગોની અને ધ વર્ક્સ એન્ડ ડેઝ માં વિશ્વની ઉત્પતિ કઇ રીતે થઇ તેના પ્રસંગો, દિવ્ય સત્તાધીશોના આગમન, માનવ યુગના આગમન, માનવ દુઃખોની ઉત્પતિનું કારણ અને બલિદાન આપવાની પરંપરાનું વર્ણન કરવામાં આવ્યું છે. હોમેરિક હાઇમ્સમાં પણ પુરાણકથાઓ જાળવી રખાઇ છે જે એપિક સાઇકલના મહાકાવ્યોનો હિસ્સો છે. આ ઉપરાંત ગીત કાવ્યો માં, ઇસ પૂર્વે પાંચમી સદીની કરૂણાંતિકાઓમાં, હેલેનિસ્ટીક યુગના વિદ્વાનો અને કવિઓના લખાણમાં અને રોમન સામ્રાજ્યમાં થઇ ગયેલા લેખકો જેવા કે પ્લુટાર્ક અને પોસેનિયન્સના લખાણમાં તે જોવા મળે છે.

પુરાતત્વીય સંશોધનો પરથી ગ્રીક પૌરાણિક કથાઓ વિશે મુખ્ય વિગતવાર માહિતી મળે છે જેમાં દેવતાઓ અને નાયકોને ઘણી કળાકૃતિઓમાં સુશોભન તરીકે રજૂ કરાઇ છે. ઇસ પૂર્વે આઠમી સદીમાં માટીની ચીજ વસ્તુઓ પર ભૌમિતિક આકૃતિઓમાં ટ્રોજન ચક્રના પ્રસંગોથી લઇને હર્ક્યુલસના સાહસોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આર્કેઇક, ક્લાસિકલ અને હેલેનિસ્ટીક ગાળામાં હોમેરિક અને વિવિધ પૌરાણિક દૃશ્યો રજૂ થાય છે જે પ્રવર્તમાન સાહિત્યીક પૂરાવા ઉપરાંત વધારાની માહિતી આપે છે.[૨] ગ્રીક પૌરાણિક કથાઓએ પશ્ચિમી સભ્યતાની સંસ્કૃતિ, કળા અને સાહિત્ય પર ભારે પ્રભાવ પાડ્યો છે અને પશ્ચિમી વારસા તથા ભાષાનો તે હિસ્સો છે. પ્રાચિન યુગથી લઇને અત્યાર સુધીના કવિઓ અને કલાકારોએ ગ્રીક પૌરાણકથાઓ પરથી પ્રેરણા મેળવી છે અને આ પૌરાણિક થીમમાં સમકાલિન મહત્વ ધરાવે છે.[૩]

ગ્રીક પૌરાણિક કથાઓના સ્રોત

ગ્રીક પૌરાણિક કથાઓ આજે મુખ્તત્વે ગ્રીક સાહિત્યનો હિસ્સો છે અને ભૌમિતિક ગાળામાં વિઝ્યુઅલ મિડિયા પર પ્રભાવ ધરાવે છે. જેની શરૂઆત ઇસ પૂર્વે 900-800 અગાઉથી થાય છે.[૪]

પ્રોમિથિયસ (1868 ગુસ્ટેવ મોર્યુ દ્વારા તૈયાર કરાયેલું ચિત્ર). પ્રોમિથિયસની પ્રાચીન દંતકાથાઓને સૌપ્રથમ હેસિઓડે પ્રમાણિત કરી હતી અને બાદમાં નાટકની કરૂણાંતિકા ત્રિપૂટી માટે આધાર રચ્યો હતો, સંભવતઃ એસ્કલસ દ્વારા, જેમાં પ્રોમિથિયસ બાઉન્ડ, પ્રોમિથિયસ અનબાઉન્ડ અને પ્રોમિથિયસ પાયરફોરોઝનો સમાવેશ થતો હતો.

સાહિત્યિક સ્રોત

ગ્રીક સાહિત્યના લગભગ દરેક પ્રકારમાં પૌરાણિક વર્ણન મહત્વની ભૂમિકા ભજવે છે. આમ છતાં ગ્રીક પ્રાચિન સમયમાંથી બચી ગયેલી એક માત્ર સામાન્ય પૌરાણિકકથાની હેન્ડબુક સ્યુડો-એપોલોડોરસની લાઇબ્રેરી છે જેમાં કવિઓની વિરોધાભાસી કથાઓને સંયોજિત કરવામાં આવે છે અને જે પરંપરાગત ગ્રીક પૌરાણિક કથાઓ અને સાહસની પૌરાણિક કથાઓનું ઉત્કૃષ્ટ ટૂંકસાર આપે છે.[૫] એપોલોડોરસ 180-120 ઇસ પૂર્વે જીવતા હતા અને આવા ઘણા વિષયો પર લખ્યું હતું, જોકે “લાઇબ્રેરી”માં તેમના મૃત્યુ પછી ઘણા સમયે થયેલી ઘટનાઓની વાત છે તેથી સ્યુડો-એપોલોડોરસ નામ આપવામાં આવ્યું છે. કદાચ તેમના લખાણોએ સંગ્રહનો પાયો રચ્યો હતો.

હોમરના બે મહાકાવ્ય ઇલિયડ અને ઓડિસી પ્રારંભિક સાહિત્યિક સ્રોત છે. અન્ય કવિઓએ “મહાકાવ્ય ચક્ર” પૂર્ણ કર્યું હતું,પરંતુ આ મોડેથી લખાયેલી કવિતાઓ હવે લગભગ નષ્ટ થઇ ચૂકી છે. પરંપરાગત નામ હોવા છતાં હોમેરિક હિમ્સ (સ્તુતી)ને હોમર સાથે કોઇ સંબંધ નથી. તે કથિત લિરિક યુગના પ્રારંભમાં લખાયેલું ગાયકવૃંદની લયબદ્ધ સ્તુતિ છે.[૬] હોમરના સમકાલિન હોવાની શક્યતા ધરાવતા હેસિયોડ તેમના થિયોગોની (ઇશ્વરનું મૂળ )માં પ્રારંભિક ગ્રીક પૌરાણિક કથાઓની સંપૂર્ણ માહિતી આપે છે જે વિશ્વના સર્જન, દેવતાઓ, ટાઇટન અને દૈત્યના ઉદભવ તથા વંશાવળી, લોકકથાઓ અને હેતુવિષયક વાર્તાઓ સંબંધિત છે. હેસિયોડનું કાવ્ય વર્ક્સ એન્ડ ડેઝ ખેતી આધારિત જીવન પર આધારિત છે જેમાં પ્રોમેથ્યુઅસ, પેન્ડોરા અને ચાર યુગની પુરાણકથાઓ સામેલ છે. કવિ ખતરનાક વિશ્વમાં સફળ થવાના શ્રેષ્ઠ માર્ગો સૂચવે છે જે દેવતાઓના કારણે વધુ ખતરનાક બન્યું છે.[૨]

ગીતકાવ્યો રચતા કવિઓ કેટલીક વખત તેમના વિષય પુરાણકથાઓમાંથી મેળવે છે, પરંતુ તેની માવજત ક્રમશઃ ઓછી વર્ણનાત્મક અને વધુ સાંકેતિક અર્થવાળું બને છે. ગ્રીક ગીતકાવ્યો રચયિતાઓમાં પિંડર, બેસિલાઇડ્સ, સિમોનીડેસ અને બ્યુકોલિક કવિઓ જેમ કે થિયોક્રાઇટસ અને બાયોનનો સમાવેશ થાય છે જે વ્યક્તિગત પૌરાણિક ઘટનાઓ પર આધારિત છે.[૭] વધારામાં આ પુરાણકથા એથેનિયન નાટકમાં કેન્દ્રસ્થાને છે. કરૂણ નાટકો લખનારા એસિલસ, સોફોક્લેસ અને યુરીપાઇડ્સએ તેમના મોટા ભાગના પ્લોટ નાયકોના યુગની પુરાણ કથાઓ અને ટ્રોયની લડાઇમાંથી મેળવ્યા છે. મોટા ભાગની મહાન કરૂણાંતિકાઓ (જેમ કે એગામેમોન અને તેના બાળકો, ઓએડિપસ, જેસોન, મેડિયા વગેરે)એ તેમનું ક્લાસિક સ્વરૂપ આ કરૂણાંતિકાઓમાંથી મેળવ્યું હતું. વિનોદી નાટ્યકાર એરિસ્ટોફેન્સએ પણ ધ બર્ડ્સ અને ધ ફ્રોગ્સ માં આ પુરાણકથાઓનો ઉપયોગ કર્યો હતો.[૮]

રોમન કવી વર્ગિલ, અહીં પાંચમી સદીની હસ્તપ્રત, વર્ગિલિયસ રોમનસમાં દર્શાવવામાં આવ્યા છે. તેમણે તેમના ઘણા લખાણમાં ગ્રીક પૌરાણિક કથાઓની વિગતો સાચવેલી છે.

ઇતિહાસકારો હિરોડોટસ અને ડિયોડોરસ સિક્યુલસ અને ભૂગોળવેત્તા પોસેનિયસ અને સ્ટ્રેબો, જેમણે સમગ્ર ગ્રીક વિશ્વમાં પ્રવાસ ખેડ્યો હતો અને પોતે સાંભળેલી વાર્તાઓની નોંધ કરી હતી, તેમણે મોટી સંખ્યામાં સ્થાનિક પુરાણકથાઓ અને પૌરાણિક કથાઓ આપી હતી જેમાં ઘણી વાર ઓછા જાણીતા વૈકલ્પિક રૂપાંતર પણ આપ્યા હતા.[૭] ખાસ કરીને હિરોડોટસએ તેમની સમક્ષ રજૂ કરાયેલી વિવિધ પરંપરાઓનું સંશોધન કર્યું અને ગ્રીસ અને પૂર્વના સંઘર્ષના ઐતિહાસિક અને પૌરાણિક મૂળ શોધ્યા હતા.[૯] હિરોડોટસએ વિવિધ સાંસ્કૃતિક વિચારના મૂળના સંયોજન અને મિશ્રણનો પ્રયાસ કર્યો હતો.

હેલેનિસ્ટીક અને રોમન યુગની કવિતાઓ પંથની કવાયતના બદલે સાહિત્યિક સ્વરૂપ ધરાવે છે છતાં તેમાં ઘણી મહત્વની માહિતી છે જે અન્ય સંજોગોમાં ગુમ થઇ ગઇ હોત. આ કેટેગરીમાં નીચેના કામ સામેલ છેઃ

  1. રોમન કવિઓ ઓવિડ, સ્ટેટિયસ, વેલેરિયસ ફ્લેકસ, સેનેકા અને વર્જિલ, સર્વિયસની ટિપ્પણી સાથે.
  2. લેટ એન્ટીકયુગના ગ્રીક કવિઓઃ નોનસ, એન્ટોનીનસ લિબરેલિસ અને ક્વિન્ટસ સ્મીર્નેયસ
  3. હેલેનિસ્ટીક યુગના ગ્રીક કવિઓઃ એપોલોનિયસ ઓફ રોડ્સ, કેલિમેકસ, સ્યુડો-ઇરેટોસ્થેનેસ અને પાર્થેનિયસ
  4. ગ્રીક અને રોમનોની પ્રાચિન નવલકથાઓ જેમ કે એપ્યુલેઇયસ, પેટ્રોનિયસ, લોલિયેનસ અને હેલિયોડોરસ
લાલ આકૃતિવાળી ઇટાલીયન કેલિક્સ-ક્રેટર પર એજેક્સ ચારુનની સામે ટ્રોજનના કેદીની હત્યા કરી રહ્યો છે જે ઇ.સ. પૂર્વે ચોથી સદીના અંત અને ત્રીજી સદીના પ્રારંભમાં બની હતી.

ફેબ્યુલે અને એસ્ટ્રોનોમિકા સ્યુડો-હાઇજિનસ તરીકે રોમન લેખકોની સ્ટાઇલ બે મહત્વની બિન કાવ્યાત્મક પુરાણકથાનું સંકલન છે. ફિલોસ્ટ્રેટસ ધ એલ્ડર અને યંગરની ધ ઇમેજિન્સ અને કેલિસ્ટ્રેટસની ડિસ્ક્રીપ્શન અન્ય બે ઉપયોગી સ્રોત છે જે થિમ પર આધારિત છે.

આખરે આર્નોબિયસ અને સંખ્યાબંધ બાઇઝેન્ટાઇન ગ્રીક લેખકોએ પુરાણની મહત્વની વિગતો આપી હતી જેમાંથી કેટલીક ગુમ થયેલા ગ્રીક કાર્ય પર આધારિત છે. આ પુરાણકથાને જાળવી રાખનારમાં હેસીસ્યુઅસની પરિભાષા સુદા અને જોન ત્ઝેત્ઝેસ અને યુસ્ટેથિયસની સંધિનો સમાવેશ થાય છે. ગ્રીક પુરાણ કથાનો ખ્રિસ્તી બોધ આ કહેવતમા સમાઇ જાય છે.ἐν παντὶ μύθῳ καὶ τὸ Δαιδάλου μύσος / en panti muthōi kai to Daidalou musos ("દરેક પુરાણકથામાં ડાયાડેલોસની ભેળસેળ હોય છે” આ રીતે એન્સાયક્લોપેડિક સુદાસએ ડાયડેલોસની ભૂમિકાને પોસેડિયનના આખલા માટે પેસિફેની બિનકુદરતી લાલચાને સંતોષ આપવામાં આ રીતે વર્ણવી હતીઃ આ દુષ્ટ તત્વોનું મૂળ માટે ડાયડેલોસને દોષ આપવામાં આવે છે અને તેના માટે ટીકા કરવામાં આવે છે ત્યારે તેઓ કહેવતનો વિષય બને છે.”[૧૦]

પુરાતત્વીય સ્રોત

જર્મન શીખાઉ પુરાતત્વવિદ હેઇનરિક સ્કીલમેનએ ઓગણીસમી સદીમાં મેસેનિયન સભ્યતાની કરેલી શોધ અને બ્રિટીશ પુરાતત્વવિદ્ સર આર્થર ઇવાન્સ દ્વારા વીસમી સદીમાં ક્રેટ ખાતે મિનોઅન સભ્યતાની શોધ કરવામાં આવ્યા બાદ હોમરના મહાકાવ્યના ઘણા વર્તમાન પ્રશ્નોનો ખુલાસો કરવામાં મદદ મળી હતી અને દેવતાઓ અને નાયકોને લગતી ઘણી પુરાણકથાઓના પુરાતત્વીય પુરાવા મળ્યા હતા. કમનસીબે મેસિનિયન અને મિનોવાની સાઇટ પરથી પુરાણકથા અને વિધિ અંગેના મળેલા પુરાવા સમગ્રપણે વિશાળ સ્તરના છે લાઇનિયર બી સ્ક્રીપ્ટ (ક્રેટ અને ગ્રીસમાંથી મળી આવતું એક પ્રાચીન ગ્રીક સ્વરૂપ) મુખ્યત્વે સંશોધનના રેકોર્ડ માટે ઉપયોગમાં લેવાયા હતા. જોકે દેવતાઓ અને નાયકોના નામ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે.[૨]

ઇસ પૂર્વે આઠમી સદીના માટીકામ પર મળી આવેલી ભૌમિતિક ડિઝાઇનમાં ટ્રોજન ચક્રના દૃશ્યો તેમજ હર્ક્યુલસના સાહસો વર્ણવવામાં આવ્યા છે.[૨] પુરાણકથાનું દૃશ્ય દ્વારા નિરૂપણ બે કારણથી મહત્વપૂર્ણ છે. એક, ઘણી ગ્રીક પુરાણકથાઓ તેના સાહિત્યિક સ્રોત કરતા અગાઉથી જહાજ પર નિરૂપણ કરાઇ છે જેમકે હર્ક્યુલસના બાર મજૂર વગેરે. માત્ર સર્બ્યુઅસના સાહસ સમકાલીન સાહિત્યિક લખાણમાં જોવા મળે છે.[૧૧] આ ઉપરાંત દૃશ્ય આધારિત સ્રોત કેટલીક વાર પુરાણકથા અથવા પૌરાણિક દૃશ્યો રજૂ કરે છે જે કોઇ રીતે સાહિત્યિક સ્રોતમાં જોવા મળતા નથી. અમુક કિસ્સામાં પુરાણકથાનું પ્રથમ જાણીતું નિરૂપણ ભૌમિતિક કળા સ્વરૂપે જોવા મળે છે જે આર્કેઇક કાવ્યમાં તેના પ્રથમ જાણીતા નિરૂપણથી કેટલીક સદી પહેલા અસ્તિત્વ ધરાવતું હતું.[૪] આર્કેઇક (સી 750 -સી 750-સી 500 બીસી), ક્લાસિકલ (સી.480-323 બીસી) અને હેલેનિસ્ટીક (323-146 બીસી) સમયગાળામાં હોમેરિક અને અન્ય કેટલાક પૌરાણિક દૃશ્યો જોવા મળે છે જે વર્તમાન સાહિત્યિક પૂરાવાને પુરક બને છે.[૨]

પૌરાણિક કથાના ઇતિહાસનો સરવે

ગ્રીક પુરાણકથાઓમાં આટલા વર્ષોમાં ફેરફાર થયા છે અને તેમની સભ્યતાના પરિવર્તનને આવરી લેવાયા છે. તેમાં બાહ્ય તથા વણકહી ધારણા સાથેની પુરાણકથા ફેરફારનું ચિત્ર રજૂ કરે છે. સુધારાલક્ષી પરિવર્તનના અંતે મોટા ભાગે જોવા મળતા ગ્રીક પુરાણકથાઓના બચી ગયેલા સાહિત્યિક સ્વરૂપ ગિલ્બર્ટ કુથબર્સ્ટને જણાવ્યા પ્રમાણે રાજકીય છે.[૧૨]

બાલ્કન દ્રીપકલ્પના પ્રારંભિક વસાહતીઓ કૃષિ પર નિર્ભર હતા જેઓ એનિમિઝમનો ઉપયોગ કરીને કુદરતના દરેક પાસાને એક જીવાત્મા સાથે સાંકળતા હતા. આખરે આ અસ્પષ્ટ જીવાત્માઓએ માનવીનું રૂપ ધારણ કર્યું અને સ્થાનિક પુરાણકથાઓમાં દેવતા તરીકે પ્રવેશ્યા.[૧૩] બાલ્કન દ્વીપકલ્પના ઉત્તરથી આદિવાસીઓએ આક્રમણ કર્યું ત્યારે તેઓ પોતાની સાથે નવા દેવતાઓના પેન્થિયોન લઇ આવ્યા જે વિજય, બળ અને લડાઇની ક્ષમતાઓ પર અને હિંસક બહાદુરી પર આધારિત હતા. કૃષિ આધારિત વિશ્વના અન્ય દેવતાઓ વધુ શક્તિશાળી આક્રમણકારીઓના દેવતાઓ સાથે મિશ્ર થયા અથવા બિનમહત્વના કારણે વિસરાઇ ગયા.[૧૪]

આર્કેઇક સમયગાળાના મધ્ય પછી પુરુષ દેવતાઓ અને પુરુષ નાયકો વચ્ચેના સંબંધોની પુરાણકથાઓ વધુને વધુ વ્યાપક બની જેમાં પેડેગોજિક પેડેરેસ્ટી (અભ્યાસશાસ્ત્ર આધારિત બાળક સાથે સંવનન)નો (Eros paidikos, παιδικός ἔρως) સમાંતર વિકાસ રજૂ કરવામાં આવ્યો છે જે આશરે ઇસ પૂર્વે 630માં થયું હોવાનું માનવામાં આવે છે. ઇસ પૂર્વે પાંચમી સદીના અંત સુધીમાં કવિઓએ આર્સ સિવાયના દેવતાઓ અને અનેક પૌરાણિક કથાઓની હસ્તીઓ માટે કમસે કમ એક ઇરોમિનસ, પુખ્તવયના કિશોરનો ઉલલેખ કર્યો છે જે તેમનો જાતિય સાથીદાર હતો.[૧૫] એશિલિઝ અને પેટ્રોક્લસ જેવા અગાઉથી અસ્તિત્વ ધરાવતા ગ્રીક પુરાણોને પણ પેડેરેસ્ટિક લાઇટ (પુરુષ સાથેના જાતિય સંબંધના સ્વરૂપમાં) જોવામાં આવે છે.[૧૬] સૌથી પહેલા એલેક્ઝાન્ડ્રિયન કવિઓએ અને ત્યાર બાદ પ્રારંભિક રોમમ સામ્રાજ્યમાં પુરાણકથાકારોએ વધુ સામાન્ય રીતે આ રીતે ગ્રીક પૌરાણિક પાત્રોની કથાઓને અપનાવી હતી.

મહાકાવ્ય આધારિત કવિતાઓની સિદ્ધી એ હતી કે તેનાથી વાર્તા-ચક્રની શરૂઆત થઇ જેનાથી પૌરાણીક ઘટનાક્રમની નવી સૂઝ કેળવાઇ. તેથી ગ્રીક પુરાણકથાઓ વિશ્વ અને માનવીના વિકાસની કથા સમજવાના તબક્કા તરીકે જોવામાં આવે છે.[૧૭] આ કથાઓના સ્વ-વિરોધાભાસોના કારણે સંપૂર્ણ સમયસારણી સમજવી અશક્ય છે, પરંતુ યોગ્ય ઘટનાક્રમનો અંદાજ લગાવી શકાય છે. પરિણામ સ્વરૂપ રચાતી પૌરાણિક “વિશ્વનો ઇતિહાસ” ત્રણ વિસ્તૃત સમયગાળામાં વિભાજિત કરી શકાય છે.

  1. ધ મીથ ઓફ ઓરિજિન અથવા દેવતાઓનો યુગ (થિયોગોનિઝ, “દેવતાઓનો જન્મ ”) વિશ્વ, દેવતાઓ અને માનવજાતિના ઉદભવ અંગેની પૌરાણિક કથાઓ.
  2. દેવતાઓ અને મનુષ્ય છુટથી એક બીજામાં ભળતા હતા તે યુગઃ દેવતાઓ, અર્ધદેવતાઓ અને માનવીના આંતરસંબંધોની વાર્તાઓ
  3. હીરોનો યુગ (નાયકોનો યુગ) જ્યારે દિવ્ય પ્રવૃતિ મર્યાદિત હતી. નાયકોની કથાઓમાં સૌથી છેલ્લી અને મહાન કથા ટ્રોયની લડાઇ અને ત્યાર બાદ (જેને કેટલાક નિષ્ણાતો અલગ ચોથો ગાળો ગણાવે છે) આવે છે.[૧૮]

દેવતાઓનો યુગ પુરાણકથાઓના સમકાલીન વિદ્યાર્થીઓ માટે વધુ રસપ્રદ ગણવામાં આવે છે. આર્કેઇક અને ક્લાસિકલ યુગના ગ્રીક લેખકો નાયકોના યુગ માટે ખાસ પસંદગી ધરાવતા હતા જેનાથી વિશ્વનું અસ્તિત્વ કઇ રીતે થયું તેની સમજણ આપતો ઘટનાક્રમ અને માનવ સિદ્ધિઓનો રેકોર્ડ રાખવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે નાયકકથા ઇલિયડ અને ઓડિસી દિવ્યતા કેન્દ્રીત થિયોગોની અને હોમેરિક સ્તુતિઓને કદ અને લોકપ્રિયતામાં ક્યાંય પાછળ રાખી દે છે. હોમરના પ્રભાવ હેઠળ “હીરો કલ્ટ” આધ્યાત્મિક જીવનમાં પુનર્ગઠનને દર્શાવવામાં આવે છે જેમાં દેવતાઓના પ્રભુત્વને મૃતકો (નાયકો)ના પ્રભુત્વથી અને સિથોનિકને ઓલિમ્પિયનથી અલગ કરવામાં આવે છે.[૧૯] વર્ક્સ એન્ડ ડેઝ માં હેસિયોડ માનવીના ચાર યુગ (અથવા જાતિ) સુવર્ણ, રજત, કાંસ્ય અને લોહની પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ જાતિ અથવા યુગ ઇશ્વરના અલગ સર્જન છે. સુવર્ણ યુગ એટલે ક્રોનસનું શાસન ત્યાર પછીના યુગમાં ઝિયસના સર્જનનો સમાવેશ થાય છે. હેસિયોડ જણાવે છે કે કાંસ્ય યુગ પછી તુરંત નાયકોનો યુગ (અથવા જાતિ) આવે છે. લોહ યુગ એ અંતિમ યુગ હતો જે સમકાલિન સમય છે અને કવિ તેમાં જીવતા હતા. કવિ તેને સૌથી ખરાબ ગણાવે છે. પાન્ડોરાની પુરાણકથા દ્વારા દુષ્ટતાની હાજરીનો ખુલાસો કરવામાં આવે છે જેમાં આશાને બાદ કરતા માનવીની તમામ ક્ષમતાઓ બરણી ઉંધી પડવાના કારણે ઢોળાઇ જાય છે.[૨૦] મેટામોર્ફોસિસ માં ઓવિડ હેસિયોડના ચાર યુગની કલ્પનાને અનુસરે છે.[૨૧]

દેવતાઓનો યુગ

વિશ્વની ઉત્પતિ અને સર્જન

એમોર વિન્સિટ ઓમ્નીયા (પ્રેમ સૌને જીતે છે), પ્રેમના દેવતા, ઇરોઝનું ચિત્રણ.માઇકલોન્ગીલો મેરિસી દા કારાવોગીયો, સિર્કા દ્વારા 1601–1602

‘ઉદભવની પુરાણકથા’ અથવા ‘સર્જનની પુરાણકથા’ઓમાં બ્રહ્માંડને માનવીના શબ્દોમાં સમજાવવાની અને વિશ્વની ઉત્પતિનો ખુલાસો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.[૨૨] હેસિયોડ દ્વારા તેની રચના થિયોગોની માં તમામ ચીજોની શરૂઆતની ફિલોસોફિકલ કહી શકાય તેવી રજૂઆત કરવામાં આવી છે જે તે સમયની સૌથી વધુ સ્વીકૃત રચના ગણાય છે. તેઓ કેઓસ, એક પ્રકારની શૂન્યતા સાથે શરૂઆત કરે છે. શૂન્યમાંથી યુરીનોમ[સંદર્ભ આપો]Gê અથવા Gaia (પૃથ્વી)નું અને કેટલીક અન્ય દિવ્ય ચીજોનું સર્જન થયું હતું જેમ કે ઇરોસ (પ્રેમ) અને એબિસ (ટાર્ટારસ) અને ઇરેબુસ.[૨૩] પુરુષની સહાયતા વગર ગેઇનાએ ઓરેનસ (આકાશ)ને જન્મ આપ્યો જેણે ત્યાર બાદ તેને ફળદ્રુપ કરી. તે જોડાણમાંથી સૌ પ્રથમ ટાઇટનનો જન્મ થયો જેમાં છ પુરુષઃ કોએયસ, ક્રાઇયસ, ક્રોનસ, હાઇપરિયોન, લેપિટસ અને ઓસિનસ તથા છ સ્ત્રીઃ એમ્નેમોસિન, ફોઇબી, રિયા, થિયા, થેમિસ અને તેથિસનો જન્મ થયો. ક્રોનસના જન્મ પછી ગાઇયા અને ઓરેનોસે આદેશ આપ્યો કે વધુ ટાઇટનનો જન્મ નહીં થાય. તેમના પછી એક આંખ વાળા સાઇક્લોપિસ અને હેસાટોનસાઇર્સ અથવા સો હાથવાળાનો જન્મ થયો. ક્રોનસ (ગેઇયાના બાળકોમાં સૌથી વધુ ચાલાક, નાનો અને સૌથી ખતરનાક[૨૩]) તેના પિતાના અંડ કાપીને બહેન-પત્ની રિયાને સાથીદાર તરીકે રાખી દેવતાઓનો રાજા બની બેઠો, અન્ય ટાઇટન તેના દરબારી બન્યા.

એટિક કાળી આકૃતિવાળી બરણી પર ઝૂસના માથા પરથી એથેનનો ફેરજન્મ દર્શાવેલો છે, એથેન તેની માતા મેટિસને જ ગળી ગઇ હતી, જમણી બાજુએ દર્શાવેલી બાળજન્મની માતા આઇલીથ્યા તેને મદદ કરે છે ઇ.સૂ. પૂર્વે 550–525 - લૂવર

પિતા-પુત્રના સંઘર્ષની છબિનું ક્રોનસ અને તેના પુત્ર ઝિયસ વચ્ચે લડાઇ થઇ ત્યારે પુનરાવર્તન થાય છે. ક્રોનસે તેના પિતા સાથે દગાખોરી કરી હતી તેથી તેને ભય હતો કે તેનું સંતાન પણ એવું જ થશે. તેથી રિયાએ જેટલી વાર જન્મ આપ્યો તેટલી વાર તેણે બાળક આંચકી લઇને તેને ખાઇ ગયો હતો. હિયાને આ નાપસંદ હતું તેથી તેને છેતરવા માટે ઝિયસને તેણે છુપાવી દીધો અને તેના ધાબડા પર એક પથ્થર બાંધી દીધો હતો જેને ક્રોનસ ખાઇ ગયો હતો. ઝિયસ મોટો થયો ત્યારે તેણે પિતાને એક દવાયુક્ત પીણું પીવડાવ્યું જેના કારણે ક્રોનસને ઉલટી થઇ તેણે રિયાના અન્ય બાળકો અને પથ્થર બહાર ફેંકાયા જે અત્યાર સુધી ક્રોનસના પેટ પર હતા. ત્યાર બાદ ઝિયસે દેવતાઓના રાજા બનવા માટે ક્રોનસને લડાઇમાં ઉતરવા પડકાર ફેંક્યો. આખરે સાઇક્લોપસની મદદથી (જેને ઝિયસે ટાર્ટારસ પાસેથી મુક્ત કરાવ્યો હતો) ઝિયસ અને તેના ભાઈઓ વિજયી થયા અને ક્રોનસ અને ટાઇટનને ટાર્ટારસમાં જેલમાં ધકેલી દેવાયા હતા.[૨૪]

ઝિયસ પણ તેના પિતા જેવી જ ચિંતા કરતો હતો અને જ્યારે ભવિષ્યવાણી થઇ કે તેની પ્રથમ પત્ની મેટીસનું સંતાન “તેના કરતા મહાન” દેવતાને જન્મ આપશે ત્યારે તે મેટીસને ગળી ગયો. તે સમયે તે પહેલેથી એથિનને ગર્ભમાં ધરાવતી હતી અને તેમણે તેને પરેશાન કરી દીધો અને એથિન તેનું માથું ફોડીને બહાર નીકળ્યો ત્યારે તે સંપૂર્ણ રીતે વસ્ત્રોથી સજ્જ અને લડાઇમાં ઉતરવા તૈયાર હતો. ઝિયસના “પુનઃજન્મ”નો ઉપયોગ એવું દર્શાવવા માટે કરાયો હતો કે દેવતાઓની નવી પેઢીના બાળકથી તેને “પાછળ રાખી દેવાયો” ન હતો, પરંતુ તે એથિનના અસ્તિત્વ માટે જવાબદાર હતો. શક્ય છે કે એથેન્સ ખાતે એથિનના સ્થાનિક જૂથમાં લાંબા ગાળામાં જે પ્રગતી થવાથી સાંસ્કૃતિક પરિવર્તન આવ્યા હતા જેને સંર્ઘર્ષ વગર ઓલિમ્પિક પેન્થેલોનના પરિવર્તનમાં સમાવી લેવાયા હતા કારણ કે તેને હરાવી શકાય તેમ ન હતા.[સંદર્ભ આપો]

કવિતાઓ વિશે પ્રારંભિક ગ્રીક વિચારોમાં ઇશ્વરના ઉદભવની કથાને સંપૂર્ણ કાવ્ય પ્રકાર- પ્રોટોટિપિકલ મિથોઝ -ગણવામાં આવતી હતી અને તેની સાથે જાદુઇ શક્તિને સાંકળવામાં આવતી હતી. આર્કેટિપલ કવિ ઓર્ફિયસ પણ સંપૂર્ણ કાવ્ય પ્રકારના ગાયક હતા જેનો ઉપયોગ તેઓ એપોલોનિયસ એર્ગોનોટિકા માં સમુદ્ર અને તોફાનોને શાંત કરવા માટે કરે છે અને ભૂગર્ભમાં રહેતા દેવતાઓના પથ્થર દિલને હેડસમાં લઇ જાય છે. હર્મીસ જ્યારે હોમેરિક હિમ્સ ટુ હર્મ્સ માં લાયર (એક વાજિંત્ર)ની શોધ કરે છે ત્યારે સૌથી પહેલું કામ તે દેવતાઓના જન્મ વિશે ગીત ગાવાનું કરે છે.[૨૫] હેસિયોડની થિયોગોની એ દેવતાઓના અસ્તિત્વની માત્ર સૌથી સંપૂર્ણ કથા નથી પરંતુ આર્કેઇક કવિની કામગીરીની સંપૂર્ણ માહિતી પણ આપે છે જેમાં મ્યુઝ માટે લાંબી પ્રાથમિક પ્રાર્થનાઓ છે. અનેક વિસરાયેલી કવિતાઓ માટે પણ થિયોગોની એક વિષય હતો જેમાં ઓર્ફિયસ, મોસિયસ, એપિમેનિસડ, એબેરિસ અને અન્ય પૌરાણિક કથારૂપ કવિતાઓ સામેલ છે જેનો ઉપયોગ અંગત વિધિ આધારિત શુદ્ધિકરણ અને રહસ્ય-વિધિઓમાં થતો હતો. એવા કેટલાક સંકેત છે કે પ્લેટો ઓર્ફિક થિયોલોજીના કેટલાક સ્પરૂપ વિશે જાણકારી ધરાવતા હતા.[૨૬] ધાર્મિક વિધિઓ અને માન્યતાઓ માટે મૌનની અપેક્ષા રાખવામાં આવતી હતી. માન્યતાઓનું પાલલ થતું હોય ત્યારે સમાજના સભ્યો દ્વારા સંસ્કૃતિના તે હિસ્સાની જાણકારી કોઇને અપાતી ન હતી. તે બધી ધાર્મિક માન્યતા ન રહી ત્યારે બહુ ઓછાને તે વિધિ અને રિવાજો વિશે જાણકારી હતી. તેનો ઉલ્લેખ ઘણી વાર થયો હતો પરંતુ તે જાહેર પાસા પૂરતો મર્યાદિત હતો.

માટીકામ અને ધાર્મિક કલાકૃતિઓ પર ચિત્રો અસ્તિત્વ ધરાવતા હતા અને તેનું અર્થઘટન થતું હતું તથા અનેક વિવિધતાસભર પુરાણકથાઓ અને વાર્તાઓમાં તેનું ખોટું અર્થઘટન પણ થતું. નિયોપ્લાન્ટોનિસ્ટ ફિલસુફો અને તાજેતરમાં ખોદી કાઢવામાં આવેલા પેપીરસના લખાણોમાં તે કૃતિ વિશે જાણકારીના કેટલાક અંશ ઉપલબ્ધ છે. ડેરવેની પેપીરસ જેવા આવા એક લખાણમાં હવે સાબિત થયું છે કે કમસે કમ ઇસ પૂર્વે પાંચમી સદીમાં એક દેવતાઓના ઉદભવ-બ્રહ્માંડના ઉદભવ વિશે ઓર્ફિયસની કવિતા અસ્તિત્વ ધરાવતી હતી. આ કવિતા હેસિયોડની થિયોગોની ને પાછળ રાખી દેતી હતી. દેવતાઓના કુળનું મૂળ નિક્સ (રાત્રી) સુધી પહોંચતું હતું જે યુરિનોમ,[સંદર્ભ આપો]યુરેનસ, ક્રોનસ અને ઝિયસ અગાઉ થઇ ગયેલી સંપૂર્ણ સ્ત્રી હતી.[૨૭] રાત્રી અને અંધકારને કેઓસ (અંધાધૂંધી) સાથે સરખાવવામાં આવતા હતા.

પ્રથમ ફિલોસોફિકલ કોસ્મોલોજિસ્ટ્સે લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ સામે પ્રતિભાવ આપ્યો હતો જે ગ્રીક વિશ્વમાં કેટલાક સમયથી અસ્તિત્વમાં હતી. તેમાંની કેટલીક લોકપ્રિય માન્યતાઓ હોમર અને હેસિયોડની કવિતાઓમાં જોઇ શકાય છે. હોમરમાં પૃથ્વીને સપાટ ડિસ્ક જેવી માનવામાં આવે છે જે ઓસિયેનસ નદી પર તરે છે અને સૂર્ય, ચંદ્ર અને તારા ધરાવતા ગોળાર્ધના આકાશમાંથી જોઇ શકાય છે. સૂર્ય (હેલિયોસ) રથયાત્રી તરીકે સ્વર્ગના પ્રવાસે જાય છે અને રાત્રે સુવર્ણના વાડકામાં પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. સૂર્ય, પૃથ્વી, સ્વર્ગ, નદીઓ અને પવનને લક્ષ્યમાં રાખીને પ્રાર્થના કરવામાં આવે છે અને પ્રતિજ્ઞામાં સાક્ષી બનવા આહવાન કરવામાં આવે છે. કુદરતી તિરાડોને હેડ્સ અને તેના અનુગામીઓના તળિયા વગરના ઘરનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે જે મૃતકોનું ઘર છે.[૨૮] અન્ય સંસ્કૃતિના પ્રભાવના કારણે નવી થિમને ઉત્તેજન મળ્યું હતુ.

ગ્રીક પન્થેઓન

બાર ઓલિમ્પીયન્સને દર્શાવતું મોન્સીઆયુનું ચિત્ર સિર્કા 18મી સદી

શાસ્ત્રીય યુગની પુરાણકથા પ્રમાણે ટાઇટનના પતન બાદ દેવી-દેવતાઓના નવા મંદિરની રચના કરવામાં આવી હતી. મુખ્ય ગ્રીક દેવતાઓમાં ઓલિમ્પિયન્સ હતા જેઓ ઝિયસની નજર હેઠળ માઉન્ટ ઓલિમ્પસ પર વસવાટ કરતા હતા. (તેમની સંખ્યા 12 સુધી મર્યાદિત રાખવી એ પ્રમાણમાં આધુનિક વિચાર જણાય છે.)[૨૯] ઓલિમ્પિયન્સ ઉપરાંત ગ્રીકો કેટલાક ગ્રામ્ય દેવતાઓની પૂજા પણ કરતા હતા જેમાં બકરી સ્વરૂપના દેવતા પાન નિમ્ફ્ (નદીઓનો આત્મા), નાઇયાડ (જેઓ વસંતમાં વસવાટ કરતા હતા), ડ્રાયડ્ (જેઓ વૃક્ષનો આત્મા હતા), નેરેઇડ (સમુદ્રમાં વસવાટ કરતા હતા), નદી દેવતા, સેટાઇર અને અન્ય સામેલ છે. આ ઉપરાંત ભૂગર્ભના વિશ્વની કાળી શક્તિઓ કામ કરતી હતી જેમ કે એરિનિસ (અથવા ફ્યુરિસ) જે લોહીનો સંબંધ ધરાવતા સ્વજનો વિરુદ્ધ અપરાધ કરનારનો પીછો કરતા હતા.[૩૦] પ્રાચિન ગ્રીક મંદિરને સન્માન આપવા માટે કવિઓએ હોમેરિક સ્તુતિઓ (તેત્રીસ ગીતોનું જૂથ).[૩૧] ગ્રેગરી નેગી જણાવે છે કે “લાંબી હોમેરિક સ્તુતિઓ સરળ પ્રસ્તાવના (થિયોગોની ની સરખામણીમાં) હતી, જેમાં દરેક એક દેવતાને આહવાન કરતી હતી.”[૩૨]

ગ્રીક પુરાણકથાઓમા જે વિશાળ માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે તેમાં ગ્રીક લોકોના વતની દેવતાઓને અનિવાર્યપણે ભૌતિક સ્વરૂપ ધરાવતા અને આદર્શ શરીર સાથે દર્શાવાયા છે. વોલ્ટર બર્કેટના જણાવ્યા પ્રમાણે ગ્રીક લક્ષણોના પ્રતિનિધિત્વમાં ગ્રીક દેવતાઓ વ્યક્તિ છે, અમૂર્ત, વિચાર કે ધારણા નથી.[૩૩] તેમનો મુખ્ય આકાર ભલે ગમે તે હોય, પ્રાચિન ગ્રીક દેવતાઓ અનેક વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે, ખાસ કરીને દેવતાઓને રોગ નથી થતો અને અત્યંત અસાધારણ સંજોગોમાં જ તેમને ઇજા થાય છે. ગ્રીક માનતા હતા કે અમર રહેવું એ તેમના દેવતાઓની મુખ્ય લાક્ષણિકતા હતી અને શાશ્વત યુવાનીને અમૃત અને એમ્બ્રોસિયાના સતત સેવનથી ટકાવી રાખવામાં આવતી હતી જેનાથી તેમની નસોમાં દિવ્ય લોહી જળવાઇ રહેતું હતું.[૩૪]

ઝૂસ હંસનું મહોરુ પહેલાની સ્પાર્ટાની રાણી લેડાને ઉત્તેજિત કરી રહ્યો છે.મૂળ ખોવાઇ ગયેલી 16મી સદીની નકલ, મિકેલેન્ગીલો દ્વારા

દરેક દેવતા પોતાના અલગ કુળમાંથી ઉતરી આવતા હતા, અલગ રસ ધરાવતા હતા અને ચોક્કસ ક્ષેત્રમાં કુશળ હતા અને તેમનું વ્યક્તિત્વ વિશેષ હતું. જોકે આ વર્ણન અનેક સ્થાનિક સ્વરૂપોમાંથી મળી આવે છે જેઓ હંમેશા એક બીજા સાથે સહમત થાય તે જરૂરી નથી. આ દેવતાઓને જ્યારે કવિતા, પ્રાર્થના કે જૂથ માટે બોલાવવામાં આવે છે ત્યારે તેમનો ઉલ્લેખ નામ અને એપિથેટથી કરવામાં આવે છે. તેનાથી તેઓ પોતાની અન્ય સંજ્ઞાઓથી અલગ પડતા હતા (જેમ કે એપોલો મ્યુસાગેટ્સ એ “મ્યુઝિસનો નેતા એપોલો” છે.) વૈકલ્પિક રીતે વર્ણનના શબ્દ દેવતાના ચોક્ક્સ લક્ષણ પર પણ આધારિત હોઇ શકે છે અને ગ્રીસના ક્લાસિક યુગ દરમિયાન પણ પ્રાચિન ગણવામાં આવતો હતો.

મોટા ભાગના દેવતાઓ જીવનના ચોક્કસ પાસા સાથે સંકળાયેલા હતા. ઉદાહરણ તરીકે એફ્રોડાઇટ એ પ્રેમ અને સુંદરતાની દેવી હતી, એરિસ એ યુદ્ધના દેવતા હતા. હેડ્સને મૃતકોના દેવતા ગણવામાં આવે છે અને એથેના બુદ્ધિ અને હિંમતની દેવી છે.[૩૫] એપોલો અને ડાયોનિસસ જેવા કેટલાક દેવતા જટિલ વ્યક્તિત્વ અને મિશ્ર કામગીરી દર્શાવતા હતા જ્યારે હેસ્ટિયા (સીધો અર્થ “હર્થ”) અને હેલિયસ (સીધો અર્થ “સૂર્ય”) જેવા દેવતાને વ્યક્તિનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સૌથી પ્રભાવશાળી મંદિરો મર્યાદિત સંખ્યામાં દેવતાઓને સમર્પિત હતા જેઓ વિશાળ સમગ્ર-હેલેનિક જૂથનો હિસ્સો હતા. વ્યક્તિગત વિસ્તારો અને ગામડાઓ પોતાના સંપ્રદાય માટે નાના દેવતાઓ રાખે તે સામાન્ય હતું. ઘણા શહેરો પણ વધુ જાણીતા દેવતાઓને સન્માન આપતા હતા જેની અસામાન્ય સ્થાનિક વિધિઓ હતી અને તેની સાથે વિચિત્ર માન્યતાઓ સંકળાયેલી હતી જેના વિશે બીજે જાણકારી ન હતી. શૌર્ય યુગ દરમિયાન નાયકો (અથવા અર્ધ દેવતાઓ)ના સંપ્રદાયો દેવતાઓની પૂર્તિ કરતા હતા.

દેવતાઓ અને મનુષ્યનો યુગ

પેલેયસ અને થેટિસના લગ્ન, રોટનહેમન દ્વારા

દેવતાઓ એકલા અસ્તિત્વ ધરાવતા હતા તે યુગ અને માનવ બાબતોમાં દિવ્ય હસ્તક્ષેપ મર્યાદિત હતો તે યુગ વચ્ચેનો સેતુ જોડતો પરિવર્તનનો યુગ હતો જેમાં દેવતાઓ અને મનુષ્ય સાથે અસ્તિત્વ ધરાવતા હતા. તે વિશ્વના પ્રારંભિક દિવસો હતા જ્યારે જૂથો ત્યાર પછીના સમયની સરખામણીમાં વધુ મુક્તરીતે એક બીજામાં ભળતા હતા. તેમાંથી મોટા ભાગની કથાઓ ત્યાર બાદ ઓવિડની મેટામોર્ફોસિસ માં જણાવાઇ હતી અને તેને બે થિમેટિક જૂથમાં વિભાજિત કરવામાં આવે છેઃ પ્રેમની કથાઓ અને સજાની કથાઓ.[૩૬] પ્રેમની કથાઓમાં ઘણી વખત વ્યભિચાર, અથવા પ્રલોભન અથવા નશ્વર મહિલાઓ પર પુરુષ દેવતાઓ દ્વારા બળાત્કારનો સમાવેશ થાય છે. જેનાથી નાયકના ગુણ ધરાવતા સંતાનોનો જન્મ થતો હતો. આ વાર્તાઓ સામાન્ય રીતે એવુ દર્શાવતી હતી કે દેવતાઓ અને મનુષ્યો વચ્ચેના સંબંધ ટાળવા યોગ્ય છે. બંને પક્ષની સહમતીથી બંધાયેલા સંબંધોનો પણ ભાગ્યે જ સુખાંત આવતો હતો.[૩૭] હોમેરિક હાઇમ ટુ એફ્રોડાઇટ જેવા અમુક કિસ્સામાં સ્ત્રી દિવ્ય આત્માઓ મનુષ્ય પુરુષ સાથે સંબંધ ધરાવતી હતી જેમાં એનિયસને જન્મ આપવા માટે એન્કાઇસિઝ સમક્ષ દેવી જૂઠ બોલે છે.[૩૮]

ડાયોનિસસ સેટર્સ સાથેબ્રિગોસ પેઇન્ટર, કેબિનેટ દેસ મેડેલેસ દ્વારા કપની અંદરની બાજુએ દોરાયેલું ચિત્ર

બીજા પ્રકારની (સજાની કથા)માં કેટલીક સાંસ્કૃતિક ચીજવસ્તુઓ પ્રાપ્ત કરવાની અથવા શોધની કથાઓ છે જેમ કે પ્રોમેસ્થ્યુઅસ દેવતાઓ પાસેથી અગ્નિની ચોરી કરે છે જ્યારે ઝુઆસના ટેબલ પરથી ટેન્ટાલ્યુસ અમૃત અને એમ્બ્રોસિયા ચોરે છે અને તેને પોતાની ચીજો આપે છે. તેમને ઇશ્વરના રહસ્યો જણાવે છે જ્યારે પ્રોમેસ્થ્યુઅસ અથવા લાઇકેઓન બલિદાનની શોધ કરે છે, જ્યારે ડીમીટર ટ્રિપ્ટોલિમસને કૃષિ અથવા રહસ્યો શીખવે છે અથવા જ્યારે માર્સિયાસ ઓલોસની શોધ કરીને એપોલો સાથે સંગીત સમારોહમાં પ્રવેશે છે. ઇયાન મોરિસ પ્રોમેસ્થ્યુઅસના સાહસોને “દેવતાઓ અને માનવીના ઇતિહાસ વચ્ચેનું સ્થળ” ગણાવે છે.[૩૯] અજ્ઞાત દ્વારા ત્રીજી સદીમાં રચાયેલા છોડ પર લખાયેલા એક ભાગમાં ડાયોનિસસ દ્વારા થ્રેસના રાજા લાઇકરગસને કરાયેલી સજાનું વિસ્તૃત વર્ણન છે જેના દ્વારા નવા ઇશ્વરની માન્યતા ઘણી મોડી આવી હતી જેના કારણે ભયંકર સજાઓ અપાઇ હતી જે જીવન પછી પણ ચાલુ રહી હતી.[૪૦] થ્રેસમાં પોતાનું જૂથ સ્થાપવા માટે ડાયોનિસસ દ્વારા આગમનની કથા પણ એસ્ચિલિન ત્રિગાથાનો ભાગ હતો.[૪૧] બીજી એક કરૂણાંતિકા યુરીપાઇડ્સની ધ બેક્કે માં થેબ્સના રાજા પેન્થ્યુઅસને ડાયોનિસસ દ્વારા સજા કરવામાં આવે છે કારણ કે તેણે દેવતાનું અપમાન કર્યું હતું અને ઇશ્વરની મહિલા ભક્તો મેનેડ્સની જાસૂસી કરી હતી.[૪૨]

ડીમીટર અને મેટાનિરા એપ્યુલિયાન લાલ આકૃતિ હાયડ્રીઆ પરઇ.સ. પૂર્વે - બર્લિન મ્યૂઝિયમ

લોકકથાના પ્રધાનતત્વ પર આધારિત અને આવી જ થીમ રજૂ કરતી અન્ય એક [૪૩]કથામાં ડેમેન્ટર તેની પુત્રી પર્સેફોનની શોધમાં હતો જેણે ડોસો નામની વૃદ્ધ મહિલાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેને એટિકામાં ઇલ્યુસિસના રાજા સેલ્યુઅસ તરફથી આદરપૂર્વક આવકાર મળ્યો હતો. સેલ્યુઅસની આગતાસ્વાગતાના કારણે તેને ભેટ આપવા માટે ડેમેન્ટરે તેના પુત્ર ડેમોફોનને દેવતા બનાવવાની યોજના ઘડી, પરંતુ તે તેની વિધિ પૂરી ન કરી શકી કારણ કે તેની માતા મેટાનિરા ત્યાં આવી પહોંચી હતી અને તેણે પોતાના પુત્રને આગમાં જોઇને ભયથી ચીસ પાડી ઉઠી હતી જેનાથી ડેમેન્ટર નારાજ થઇ અને તેણે ટીકા કરતા કહ્યું કે મૂર્ખ મનુષ્યો વિચાર અને વિધિને સમજી શકતા નથી.[૪૪]

શૌર્ય યુગ

મહાન યોદ્ધાઓ જે યુગમાં થઈ ગયા એ સમય શૌર્ય યુગ તરીકે ઓળખાય છે.[૪૫] જે તે વીર પુરુષ અથવા બનાવોને સાંકળતી કથાઓની ઘટમાળે ઐતિહાસિક અને વંશાવળીને લગતા મહાકાવ્યનું સર્જન કર્યુ અને જુદીજુદી વાર્તાઓના મહાનાયક વચ્ચેના કૌટુંબિક સંબંધો સ્થાપ્યા, એ રીતે વાર્તાઓને અનુક્મમાં રજૂ કરી. કેન ડૉડેનના મત અનુસાર, “આ પણ એક ગાથાનો પ્રભાવ છે, કેટલાક કુટુંબોની પેઢી દર પેઢીના જન્મ, જીવન અને મરણ નક્કી કરનારી ત્રણ દેવીઓને આપણે અનુસરી શકીએ છીએ”.[૧૭]

શોર્યપ્રણાલીના ઉદય બાદ ભગવાન અને વીરોને ઉદ્દેશીને કરાતી પ્રતિજ્ઞા અને પ્રાર્થનામાં તેમને બાલાવવામાં આવતા.[૧૯] ભગવાનના યુગથી વિપરિત, વીરોના યુગ દરમિયાન વીરોના કાર્યને ચોક્કસ અને અંતિમ રૂપ નહોતું અપાતું. પરમેશ્વર વારંવાર જન્મતા નથી, પણ મૃતકોની સેનામાંથી નવા વીરો હંમેશા સામે આવતા રહે છે. વીરોના સંપ્રદાય અને ભગવાનના સંપ્રદાય વચ્ચે વધુ એક મહત્વનો તફાવત એ છે કે, વીર એ સ્થાનિક જૂથની ઓળખનું કેન્દ્ર બને છે.[૧૯] હરક્યુલિસની સ્મારકીય ઘટનાઓ શૌર્યયુગના ઉદય તરફ ધ્યાન દોર્યું હતું. શૌર્ય યુગને ત્રણ મહાન સૈન્ય ઘટનાઓ માટે કારણભૂત મનાય છે : આર્ગોન્ટિક હુમલો, થેબાન યુદ્ધ અને ટ્રોઝન યુદ્ધ.[૪૬]

હેરક્લીઝ અને હેરાક્લાઇડી

હરક્લીઝ તેના બાળક ટેલિફોસ સાથે (લૂવર મ્યૂઝિયમ, પેરિસ)

કેટલાક નિષ્ણાંતો માને છે કે,[૪૭] ગૂંચવણ સર્જતી પૌરાણિક કથાઓ અનુસાર હેરક્લીઝના ખરેખર હોવાની સંભાવનાઓ પણ દેખાઈ છે, કદાચ એ આર્ગોસના રાજ્યના તાબા હેઠળના કોઈ પ્રદેશનો મુખ્ય નાયક હોઈ શકે. કેટલાક નિષ્ણાંતો એમ માને છે કે, હેરક્લીઝની વાર્તા નક્ષત્રના ઝુમખામાંથી દર વર્ષે સૂર્યના પસાર થવાના રૂપક સમાન છે.[૪૮] અન્ય સંસ્કૃતિઓની પૌરાણિક કથામાં, હેરક્લીઝની વાર્તાને એ મુજબ રજૂ કરાઈ છે કે જેમાં તેને પૌરાણિક કથાના શુરવીર પાત્ર તરીકે અગાઉથી જ સ્વીકારી લેવાયો હતો. પંરપરાગત વાયકા મુજબ, હેરક્લીઝ એ ઝૂસ અને પર્સીયસની પ્રપૌત્રી એલ્કમીનીનું સંતાન હતો.[૪૯] તેણે મેળવેલી અદભૂત સિદ્ધીઓ અને પૌરાણિક કથાઓમાં કહેવાયેલી વાર્તાઓ તેની અપ્રતિમ લોકપ્રિયતાની સાબિતી પૂરી પાડે છે. ત્યાગમૂર્તિ હોવાની તેની છબી છે, તે દેવતાને ભોગ ચઢાવવાની શરૂઆત કરનાર ગણાય છે અને ખુબ ખાઉધરો હોવાની કલ્પના કરાઈ છે, આ ભૂમિકામાં તેની રમૂજવૃતિ દેખાઈ, પણ તેનો કરૂણઅંત કરૂણતા માટે ઘણી બધી બાબતો પૂરી પાડનારો છે. થાલીયા પાપાડોપૌલો ની નજરે, “હેરક્લીઝ એ અન્ય યુરીપીડિયન નાટકોની કસોટીમાં અતિ મહત્વ ધરાવતું નાટક છે.” કલા અને સાહિત્યમાં હેરક્લીઝને સાધારણ ઉંચાઈનો પણ બેહદ શક્તિશાળી માનવ તરીકે રજૂ કરાયો છે, તેનું હથિયાર કામઠું હતુ, જો કે, અવારનવાર નાની ડાંગ પણ તેના હથિયારમાં બતાવાઈ છે. ફુલદાની પરના ચિત્રો હેરક્લીઝની અપ્રતિમ લોકપ્રિયતા દર્શાવે છે, સિંહ સાથેની તેની લડાઈના ચિત્રો હજારો વખત દર્શાવાયા છે.[૫૦]

હેરા બાળક હેરક્લીઝને ધવડાવી રહી છે. તેની બાજુમાં એથેના અને ડાબી બાજુએ એફ્રોડાઇટ આવેલી છે. પાંખો ધરાવતી હેરાની સંદેશાવાહક આઇરિસ જમણી બાજુએઇ.સ. પૂર્વે 360-350 એન્ઝી

રોમનની પૌરાણિકકથાઓ અને પ્રણાલીમાં પણ હેરક્લીઝનો ઉલ્લેખ છે, અને રોમનમાં તે “મેહરક્યુલ” તરીકે અને ગ્રીકમાં “હેરાક્લીસ” તરીકે જાણીતો બન્યો હતો.[૫૦] ઈટાલીમાં તે વેપારીઓના ભગવાન તરીકે પૂજાતો હતો, સાથે અન્ય લોકો પણ ભયથી બચવા અને સારા નસીબ માટે તેને પૂજતા હતા.[૪૯]ડોરિયન રાજાઓના અધિકારીક પૂર્વજ તરીકેની નિમણૂંકથી હેરક્લીઝને ઘણી સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. કદાચ તેણે ડોરિયનની પેલોપોનિસમાં હિજરતને કાયદેસરની કરવાની કામગીરી કરી હોય. ડોરિયન કબિલાની નામસ્ત્રોત વિભૂતિ હાઈલસ, હેરક્લીઝ નો એક પૂત્ર અને હેરાક્લાઇડીઝ અથવા હેરાક્લિડ્સ પૈકીનો એક બન્યો. (હેરક્લીઝના અનેક વંશજ તેમાં પણ ખાસ કરીને હાઇલસના- અન્ય હેરાક્લાઇડીમાં માકારિયા, લેમૉસ, મેન્ટો, બિઆનોર, ત્લેપોલેમસ અને ટેલિફસનો સમાવેશ થાય છે.) આ હેરાક્લાઈડિઓએ માયસીની, સ્પાર્ટા અને આર્ગોસના પેલોપોનિસિઅન રાજ્યો પર વિજયી મેળવ્યો હતો, પૌરાણિક કથા પ્રમાણે પૂર્વજ હોવાના નાતે તેના પર શાસનનો તેનો અધિકાર હતો. તેમનો ઉદય અને શાસનપ્રભાવ “ડોરિયન આક્રમણ” કહેવાતો. પહેલા લિડીયન અને પછીથી મેકેડોનિયન રાજાઓ, એ જ કક્ષાના શાસકો હોઈ હેરાક્લાઈડિયા કહેવાયા.[૫૧]

મહાનાયકની શરૂઆતની પેઢીના સભ્યો, જેવાં કે, પર્સીઅસ, ડ્યુકેલિયન, થીસીયસ અને બલેરોફોનના ઘણાં લક્ષણો હેરક્લીઝને મળતા આવતા. તેની જેમ જ તેમના પ્રાચીન કથા અદભૂત અને માની ન શકાય તેવા હતા.. જેમ કે, તેઓ કીમીરા અને મેડુસા નામના રાક્ષસોનો વધ કરતા. બલેરોફોનના સાહસો હેરક્લીઝ અને થીસીયસની સમકક્ષ હતા. તેના મૃત્યુને પર્સીઅસ અને બલેરોફોનની જેમ જ અગાઉની શૌર્ય પરંપરા મુજબનું મૃત્યુ માની લેવાયું હતુ.[૫૨]

આર્ગોનૉટ્સ

અપોલોનિયસના રોડ્સના ગ્રીકવાદી મહાકાવ્ય આર્ગોનૉટિકા ઓફ એપોલોનિયસ રહોડ્સ (કવિ અને લાઇબ્રેરી ઓફ એલેક્ઝાન્ટ્રીયાના ડિરેક્ટર) જેસનની સફર વિશેની પૌરાણિક કથા અને પૌરાણિક કથાની ભૂમિ કોલ્ચિસમાંથી આર્ગોનૉટ્સે મેળવેલા સુવર્ણ કાળની વાત છે. આર્ગોનૉટિકા માં જેસન રાજા પેલિયાસની એ શોધ મુજબનો હોય છે કે જે એક સેન્ડલ વાળો હોય.. કારણ કે, એક ભવિષ્યવાણી મુજબ એવું કહેવાયું હતુ કે, એક સેન્ડલ વાળો વ્યક્તિ તેનો દુશ્મન હશે. જેસને તેનું એક સેન્ડલ નદીમાં ગુમાવ્યુ હતુ, જેસન પેલિયાસના દરબારમાં આવે છે અને મહાકાવ્યની શરૂઆત થાય છે. હરક્યુલિસ સહિત શૂરવીરોની પછીની પેઢીના દરેક સભ્ય, સુવર્ણ ઉન લાવવા માટે જેસનની સાથે આર્ગો જહાજમાં જાય છે. આ પેઢીમાં થીસીઅસ પણ હતા, જેઓ મિનોટૌર અને સ્ત્રી યોદ્ધા એટલાન્ટા અને મેલિએજર જે ખુદના મહાકાવ્ય ઈલિઅડ અને ઓડિસી ના હરિફ હતા તેમની હત્યા કરવા ક્રેટ ગયા હતા. પિન્ડર, એપોલોનિયસ અને એપોલોડોરસ આર્ગોનૉટ્સની સંપૂર્ણ યાદી આપવા પ્રયાસ કરે છે.[૫૩]ઈ.સ.ત્રીજી સદી પૂર્વે અપોલોનીયસે તેમનું કાવ્ય લખ્યું, આર્ગોનૉટ્સની વાર્તાની રચના ઓડીસી પહેલાની છે, જે જેસનના શોષણની વાતથી સુપરિચિત કરાવે છે. (આ મુદ્દે ઓડિસીયસમાં બેમત જોવા મળે છે)[૫૪] પ્રાચીન સમયમાં કાળા સમુદ્રથી ગ્રીકની આર્થિક અને સામાજિક બાબતોના બનાવોમાં આક્રમણ થતા, આવા હુમલા ઐતિહાસિક તથ્ય હતા.[૫૫] તે ખુબ જ લોકપ્રિય હતા, એવી ઘટમાળ સર્જાતી કે જેમાં અનેક પૌરાણિક કથાઓ જોડાઈ જતી. ખાસ કરીને મેડીયાની વાતમાં કરુણ કાવ્યોની કલ્પના છલકાતી.[૫૬]

ડ્રેગનના દાંત રોપતો કેડમસ, મેક્સફીલ્ડ પેરિશ દ્વારા, 1908

હાઉસ ઓફ એટ્રુસ અને થેબાન ઘટમાળ

આર્ગો અને ટ્રોઝન યુદ્ધના વચ્ચેના સમયગાળામાં એક પેઢી તેની ભયાનક ગુનાખોરી માટે કુખ્યાત હતી. આર્ગોસમાં એટ્રુસ અને થેસ્ટેટ્સની કરતુતોનો પણ તેમાં સમાવેશ થાય છે. હાઉસ ઓફ એટ્ર્સની પૌરાણિક કથા પાછળ( હાઉસ ઓફ લેબક્સ સાથેની મુખ્ય બે વંશીય પરંપરામાની એક) સત્તાની સોંપણી અને રાજગાદી બાદ સાર્વભૌમકત્વની મુશ્કેલીઓ હતી. માઈસીનમાં સત્તા સોંપણીની કરુણાંતીકામાં જોડીયા ભાઈઓ એટ્રુસ અને થિસ્ટર્સ તેમજ તેના વંશજોએ મહત્વની ભૂમિકા ભજવી.[૫૭]

થેબાન ઘટમાળ એ ખાસ કરીને શહેરના સ્થાપક કેડમસ સાથે સંકળાયેલા બનાવો સાથે જોડાયેલી હતી અને પાછળથી થીબ્સના જ લૈયસ અને ઓડિપસ સાથે જોડાઈ હતી, થીબ્સ અને ઈપિગોની સામે આખરે તે શહેરમાં થયેલી લૂંટ પર વાર્તાઓની એક આખી શ્રેણી રચાયેલી હતી.[૫૮] (અગાઉના મહાકાવ્યમાં આ બનાવ થીબ્સ વિરુદ્ધ સાતના નામથી જાણીતો છે.) જ્યાં સુધી ઓડિપસ સાથે સંબંધ છે ત્યાં સુધી.. આઈકાસ્ટે તેની માતા હોવાની જાણ થયા બાદ ઓડિપસ થીબ્સ પર સતત શાસન કરતો હોવાનો મહાકાવ્યમાં ઉલ્લેખ છે, બાદમાં તેણે બીજી પત્ની સાથે લગ્ન કર્યા કે જે તેના બાળકોની માતા બની. આ પૌરાણિક કથા કરતા તદન અલગ રીતે તે આપણને કરુણાંતિકા ( દા.ત. સોફક્લીસ' ઓડિપસ ધ કિંગ ) અને પછીથી પૌરાણિક પાસાનો પરિચિત કરાવે છે.[૫૯]

ટ્રોઝન યુદ્ધ અને તેના પડઘા

ઇન ધ રેજ ઓફ એકિલિસ , ગોયોવાની બેટીસ્ટા પીપોલો દ્વારા (1757, ફ્રેસ્કો, 300 x 300 સેમી, વિલા વાલ્મરાના, વિસેન્ઝા) એકિલીસ રોષે ભરાય છે કે એગેમેમનોન તેનું યુદ્ધ પારિતોષક લઇ લેશે અને એગેમેમનોનને મારી નાંખવા તે તલવાર બહાર કાઢે છે.દેવી એથેનાનો અચાનક સાક્ષાત્કાર, દેવીએ હિંસાચાર અટકાવવા એકિલીસને વાળથી પકડી રાખ્યો છે.
આ મુદ્દા પર વધુ વિગત માટે જુઓ ટ્રોજન યુદ્ધ અનેમહાકાવ્ય ચક્ર

ગ્રીક અને ટ્રોય વચ્ચે લડાયેલા ટ્રોઝન યુદ્ધ અને તેના પ્રત્યાઘાતો દરમિયાન ગ્રીક પૌરાણિક કથાઓ પરાકાષ્ઠાએ પહોંચે છે. હોમરના સમયગાળા દરમિયાન આ પ્રકારની મુખ્ય વાર્તાની રચના અને તેનો સાર રચાઈ ચુક્યો હતો, વ્યક્તિગત કહાણીઓને પાછળથી ગ્રીક નાટકો દરમિયાન અંતિમરૂપ મળ્યું. રોમન સંસ્કૃતિના મહાન રસપ્રદ કિસ્સાઓ ટ્રોઝન યુદ્ધ બાદ બહાર આવ્યા, કારણ કે, ટ્રોઝન વીર ગણાતા એનિયસે ટ્રોયથી શરૂ કરેલી સફર એક શહેરની સ્થાપના સુધી પહોચી, આ શહેર પાછળથી રોમ તરીકે ઓળખાયુ હોવાનો ઉલ્લેખ વિર્જિલની એનીયડ નામનાં પુસ્તકમાં જોવા મળે છે (ટ્રોયને ખેદાન મેદાન કરનારી વિગતો પરના વિર્જિલ એનીયડ ના પુસ્તકના ભાગ-2માં આ ઉલ્લેખ છે.[૬૦] આખરે, લેટિનમાં લખાયેલાં બે ખોટાં ઘટનાક્મ ડિક્ટીસ ક્રીટેન્સીસ અને ડેર્સ ફ્રાયગિયસના નામે પસાર થયા.[૬૧]

ટ્રોઝન યુદ્ધનું ઘટનાચક્ર, એટલે જાણે કે મહાકાવ્ય સંગ્રહ અને તેની શરૂઆત થાય છે યુદ્ધ સુધી દોરી જતાં બનાવોથી, જેવા કે, એરિસ અને કાલિસ્ટીના સુવર્ણ સફરજન, પેરિસનો ચુકાદો, હેલનનું અપહરણ, ઓલીસમાં ઈફિજેનિયાનો ત્યાગ. હેલનને પાછી મેળવવા ગ્રીકે મેનેલયસ ભાઈઓ, એગેમેમનોન અને અકિલિસ, આર્ગોસ અને માયસીનીના રાજાઓ પર જોરદાર આક્રમણ કર્યુ, પણ ટ્રોઝને હેલનને પરત કરવાનો ઈન્કાર કરી દીધો. ઈલિઅડ , કે જે યુદ્ધના દસમાં વર્ષમાં થયુ હતુ, તે એગેમેમનોન અને અકિલિસ વચ્ચેના ઝઘડાની કહાણી કહે છે, જેઓ ગ્રીક યોદ્ધાઓમાં નિપૂણ યોદ્ધા મનાતા હતા, આ યુદ્ધના પરિણામ સ્વરૂપ અકિલિસના પિતરાઈ પેટ્રોક્લસ અને પ્રીઅમના મોટા પુત્ર હેકટરનું મોત નીપજ્યું. હેક્ટરના મૃત્યુ બાદ, ટ્રોઝન એમેઝોનની રાણી પેન્થેસિલીયા અને ઈથિપિયન્સના રાજા અને દેવી ઈઓસના પુત્ર મેમનોન એમ બે વિદેશીઓ સાથે જોડાયા.[૬૨] એચિલીસ તે બન્ને મારી નાખે છે, પણ પેરિસ એચિલીસને પાનીએ તીર મારીને મારવાનું નક્કી કરે છે. એચિલીસની પાની જ તેના શરીરનો એવો ભાગ હતો જેને કોઇપણ માનવીય શસ્ત્રો દ્વારા ઘાયલ કરી શકાય. તેઓ ટ્રોય પર જીત મેળવે તે પહેલા ગ્રીક લોકોએ ગઢમાંથી પલ્લાસ એથેનાની લાકાડાની આકૃતિ (પેલેડિયમ)ચોરી લેવાની હતી. આખરે એથન્સની મદદથી તેમણે ટ્રોઝન અશ્વનું નિર્માણ કર્યું. પ્રિયામની પૂત્રી કસાન્ડ્રાની ચેતવણી છતાં કપટી ગ્રીક સિનોન દ્વારા અશ્વને એથેનાને ભેટ તરીકે ટ્રોયની દિવાલની અંદર લાવવા માટે ટ્રોજનને સમજાવવામાં આવ્યા હતા. લોકૂનનામના પાદરીએ આ અશ્વનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનું દરીયાઇ સાપ દ્વારા મૃત્યુ થયું હતું. રાત્રી સમયે ગ્રીક સૈનિકો પરત આવ્યા અને લાકડાના ઘોડામાં રહેલા ગ્રીક સૈનિકોએ ટ્રોયનો મુખ્ય દરવાજો ખોલી નાખ્યો. આ ઘટના બાદ પ્રિયામ અને તેના બચેલા પૂત્રોની હત્યા કરી દેવાઇ અને ટ્રોજન મહિલાઓને ગ્રીસના વિવિધ શહેરોમાં ગુલામીમાં ધકેલી દેવાઇ. ગ્રીક વીરોની (જેમાં ઓડીસીસયસ અને એનિયસના પ્રવાસ (એનીડ) અને એગમેમનોનની હત્યાનો પણ સમાવેશ થઈ જાય છે.) સાહસિક સફરનો ઉલ્લેખ બે મહાકાવ્યો – રીટર્નસ (ધ લોસ્ટ નોસ્ટોય ) અને હોમરની ઓડીસી માં થયો છે. ટ્રોઝન ગાથામાં તેમની પેઢીના બાળકોના સાહસોનું વર્ણનનો પણ ઉલ્લેખ છે. (જેમ કે, ઓરસ્ટસ અને ટેલેમચ્સ).[૬૨]

એલ ગ્રેકો તેના લોકૂનમાં પ્રેરાયો હતો (1608–1614, કેનવાસ પેઇન્ટિંગ, 142 x 193 સેમી, નેશનલ ગેલેરી ઓફ આર્ટ, વોશિંગ્ટન) ટ્રોજન સાયકલની પ્રાચીન પૌરાણિક કથાઓ દ્વારાલોકૂન ટ્રોજનનો એક પાદરી હતો જેણે ટ્રોજન અશ્વનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દરીયાઇ સાપ દ્વારા મૃત્યુ પામ્યો હતો.

ટ્રોઝનની લડાઈ પ્રાચીન ગ્રીકના કલાકારો માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત બની ગઇ. (જેમ કે, ટ્રોયની કરુણાંતિકા વર્ણતવતા દેવી એથેનાના મંદિરો પર મધ્યાંતરાલ) પ્રાચીન ગ્રીક સંસ્કૃતિની ભવ્યતાના ઉલ્લેખ માટે કલાકારો ટ્રોઝન સમયગાળાનો જુદા જુદા વિષયો માટે પંસંદગી કરવા લાગ્યા. આ તમામ પૌરાણિક કથાઓ પૂર્વ યુરોપિયન સાહિત્યિક લખાણો માટે પણ પ્રેરણારૂપ બની. જેના કારણે ટ્રોઝન મધ્ય યુરોપિયન લેખકોનો હોમરના લખાણોની સાથ ઉલ્લેખાયા નહિ, પણ તેઓ ટ્રોયની વીરગાથા અને પ્રેમગાથાઓની પૌરાણિક કથા તેમજ તેમને અનુકુળ એવી ફક્ત દેખાડો કરનારી ભવ્યતા અને વિચારો પૂરતા સિમિત રહ્યા. બારમી સદીના લેખકો, જેવા કે, બેનોઈટ દી સેન્ટ મોરે (રોમન દી ટ્રોય (રોમાન્સ ઓફ ટ્રોય,1154-60) અને જોસેફ ઓફ એક્સેટર(ડી બેલો ટ્રોઝનો (ઓન ધ ટ્રોઝન વોર, 1183)) તેમણે ડીક્ટીસ એન્ડ ડેર્સ માંથી મળેલા ઉલ્લેખો પરથી યુદ્ધનું આદર્શ વર્ણન કર્યું. તેમણે હોરાકની સલાહ અને વર્જીલના ઉદાહરણો લઇને ટ્રોય વિશે નવું કંઈક કહેવાની બદલે ટ્રોય નવીન કવિતા રચી.[૬૩]

ગ્રીક અને રોમન પ્રાચીન પૌરાણિક કથાનો ખ્યાલ

પ્રાચીન ગ્રીસની રોજિંદા જીવનના હ્રદય સ્થાનમાં પૌરાણિક કથા રહેલી છે.[૬૪] ગ્રીકવાસીઓ પૌરાણિક કથાને ઇતિહાસના ભાગ રૂપે સ્થાન આપી રહ્યા છે. તેઓ પૌરાણિક કથાઓને સહજ નોંધ, સાંસ્કૃતિક ધરોહર, પરંપરાગત દુશ્મની અને ગાઢ સંબંધોની જેમ વાગોળે છે. સાહસિકો કે ઇશ્વર વિશેની સઘળી વાતો જાણીવા માટે પૌરાણિક કથા સૌથી સારું માઘ્યમ છે. ઈલિયડ અને ઓડીસી માં ટ્રોઝન વોરની હકીકતની અંગે ઘણા આશંકા પણ સેવી રહ્યા છે. યુદ્ધ ઇતિહાસવિદ, કટાર લેખક, રાજકીય લેખવિદ્દ અને ક્લાસિક્સ પ્રોફેસર વિકટર ડેવિસ હેનસન અને સાન્તા ક્લારા યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર જ્હોન હિથના જણાવ્યા અનુસાર, હોમરના સમયના અલિખિત પ્રાચીન મહાકાવ્યનું સઘળું જ્ઞાન ગ્રીક દ્વારા ગુણવત્તાના ધોરણે મુલવાયું છે. હોમર "ગ્રીસનું શિક્ષણ" (Ἑλλάδος παίδευσις) હતો અને તેની કવિતા તેમનું "પુસ્તક".

તત્વજ્ઞાન અને પૌરાણિક કથા

ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં તત્વજ્ઞાનના ઉદભવ બાદ ઇતિહાસ, લખાણો અને તર્કવાદના સમયમાં પૌરાણિક કથાનું ભાવી અચોક્કસ બન્યું અને પૌરાણિક કથાઓના ઉત્પત્તિક્રમને ઇતિહાસની કલ્પના તરીકે સ્થાન અપાયું જેમાં ચમત્કારોનો સમાવેશ કરવાનો પ્રયાસ કરાયો. (જેમ કે થાસડિડયન ઇતિહાસ).[૬૫] આ દરમિયાન કવિઓ અને નાટ્યકારોએ પૌરાણિક કથાઓનું પુનર્લેખન કર્યુ તો ગ્રીક ઇતિહાસવિદો અને તત્વજ્ઞાનીઓ તેની આલોચનો કરી હતી.[૬]

રફેલ્સ પ્લેટો, ધ સ્કૂલ ઓફ એથેન્સ ફ્રેસ્કોમાં (સંભવિત રીતે લિયોનાર્ડો દા વિન્સીની જેમ). ફિલોસોફર હોમર, દુર્ઘટનાઓ અને સંબંધિત પ્રાચીન પૌરાણિક કથાકીય પરંપરાઓના અભ્યાસને તેના યુટોપિયન રિપબ્લિકમાંથી દેશ નિકાલ કરે છે.

ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં કેટલાક ત્તત્વજ્ઞાનીઓ જેમ કે જુના ગ્રંથોના ઝેનોફેન્સે કવિઓને રચનાઓને ઈશ્વરીય જૂઠ્ઠાણા તરીકે ગણાવ્યા. તેની ફરીયાદ મુજબ હોમર અને હેસીયડને ઈશ્વરના આરોપી ગણાવ્યા, “માણસોમાં તેઓ સૌથી વધું શરમજનક અને અસન્માનીય છે, બીજાની સમૃદ્ધી હણનારા, વ્યાભિચારી અને એકબીજાને ગેરમાર્ગે દોરનારા છે.”[૬૬] આ જ પ્રકારની આકરી અભિવ્યક્તિ પ્લેટોની રચના ‘રીપબ્લિક ’ અને ‘લૉસ ’માં જોવા મળી. પ્લેટોએ (રિપબ્લિક માં ઇઆરના સંસ્કરણની જેવા) દ્રષ્ટાંતરૂપ પૌરાણિક કથાની રચના કરી ઈશ્વરની પરંપરાગત વાર્તાઓ પર આક્રમણ કર્યું, એનૈતિક રીતે ચોરી અને ભેળસેળ કરી, તેમજ સાહિત્યના અન્ય મુખ્ય પાત્રોમાં ફેરફાર કર્યા.[૬] હોમરની પૌરાણિક કથાની પ્રણાલીની સૌથી પહેલો પડકાર પ્લેટોની આલોચના હતી. જેનો ઉલ્લેખ તેણે ‘જૂની પત્નીની કકડાટ’ સાથે કર્યો.[૬૭] એરિસ્ટોટલે પ્રિસોક્રેટિક તત્વજ્ઞાની પૌરાણિક કથાઓની આલોચના કરી અને ટાક્યું કે, ‘હેસોઈડ અને ઈશ્વરજ્ઞાનનું લખતા લેખકોના લખાણનો સંબંધ ફકત તેમને સાચુ લાગે તેના પુરતો હોય છે, આપણા માટે તેમને કોઇ સન્માન હોતું નથી... પણ તેઓ ખરેખર કામ કરનારા લેખકો નથી કે જેઓ પૌરાણિક કથાના અંદાજમાં લખવાનો દેખોડો કરે છે, એવા લોકો કે જે કયારેય નિશ્ચયપૂર્વક કહીને સાબીત કરતા નથી તેમની આપણે ઉલટતપાસ કરવી જ જોઇએ".[૬૫]

આમ છતાં, પ્લેટો પોતાને અને પોતાના સમાજને પૌરાણિક કથાના વળગણમાંથી છોડાવી શકતા નથી, તેમની ખુદની સોક્રેટિસ માટે તત્વજ્ઞાનની લાક્ષણિકતા હોમર જેવી પરંપરાગત અને દુખદ પ્રકારની છે, એવા તત્વજ્ઞાનનો ઉપયોગ પોતાના આદર્શવાદી શિક્ષકના જીવનની પ્રશંસા કરવા માટે થતો હોય છે:[૬૮]

But perhaps someone might say: "Are you then not ashamed, Socrates, of having followed such a pursuit, that you are now in danger of being put to death as a result?" But I should make to him a just reply: "You do not speak well, Sir, if you think a man in whom there is even a little merit ought to consider danger of life or death, and not rather regard this only, when he does things, whether the things he does are right or wrong and the acts of a good or a bad man. For according to your argument all the demigods would be bad who died at Troy, including the son of Thetis, who so despised danger, in comparison with enduring any disgrace, that when his mother (and she was a goddess) said to him, as he was eager to slay Hector, something like this, I believe,

My son, if you avenge the death of your friend Patroclus and kill Hector, you yourself shall die; for straightway, after Hector, is death appointed unto you. (Hom. Il. 18.96)

he, when he heard this, made light of death and danger, and feared much more to live as a coward and not to avenge his friends, and said,

Straightway may I die, after doing vengeance upon the wrongdoer, that I may not stay here, jeered at beside the curved ships, a burden of the earth.

હેનસન અને હીથે મતે પ્લેટો દ્વારા અસ્વિકૃત હોમરની પરંપરા સામાન્ય ગ્રીક સંભ્યતા માટે સહજ સ્વીકાર્ય નથી. જુની પૌરાણિક કથા સ્થાનિક ધાર્મિક ક્રિયાઓમાં ઝકડાયેલી હતી, જેણે કવિતાની સાથોસાથ ચિત્રકળા અને શિલ્પકળાને પણ પ્રભાવિત કરતી રહી હતી.[૬૫]

રસપ્રદરીતે, ઈ.સ. પૂર્વે પાંચમી સદીના યુરોપિયન શોકાન્તિક નાટયકારો હંમેશા જુની પરંપરાઓ અને દેખાડાવાળા નાટકોનું મંચન કરતા, જેમાં તેમના પાત્રો પણ ઘણી શંકાઓ ઉપજાવતા. વળી, જે વિષય તેઓ પંસંદ કરતા તે પણ પૌરાણિક કથા સાથે સૂમળે વિનાના હતા. મોટા ભાગના નાટકો પૌરાણિક કથાઓ કે તેના સમકક્ષ કથાઓના જવાબ હોય એવી રીતે લખાયા હતા. યુરોપિયન્સ મુખ્યત્વે પૌરાણિક કથાને ઈશ્વરને પડકાર ફેકતા અને ઝેનોક્રેટ્સની જેમ તેની આલોચનાત્મક વિશ્લેષણ કરવાનું શરૂ કરતા, પરંપરાગત રીતે રજૂ થયેલા ઈશ્વર ઘણો જ માનવકેન્દ્રી બની ગયા.[૬૬]

ગ્રીકવાદ અને રોમન તર્કવાદ

ગ્રીકવાદના સમય દરમિયાન અમુક ખાસ વર્ગના લોકોએ શ્રેષ્ઠ જ્ઞાનના આધારે પૌરાણિક કથા પર પ્રભુત્વ મેળવ્યું હતુ. એ જ વખતે દરમિયાન ગ્રીક પ્રાચીન કાળ નાસ્તિકતામાં ફેરવાઈ ગયો અને એ વધારે સ્પષ્ટ પણે દેખાતું હતુ.[૬૯] ગ્રીક પૌરાણિક કથાકાર યુહિમરસે સાચી ઐતિહાસિક ઘટનાની શોધ માટે પૌરાણિક કથા આધારિત ઘટનાઓ અને બનાવો દ્વારા પ્રણાલી સ્થાપી.[૭૦] જો કે, મૂળ પવિત્ર લખાણ ખોવાઈ ગયું હતુ. ત્યાર બાદ જે કોઈ દસ્તાવેજ છે તે ડિયોડરસ અને લેક્ટનસિયસ દ્વારા નોંઘાયેલું હતુ.[૭૧]

સિસરો પ્રાચીન પૌરાણિક કથા અંગે તેના શંકાવાદ અને આધ્યાત્મિકતાના ફિલોસોફિકલ વિચાર પ્રત્યે વધુ ઝુકાવ છતાં તેની જાતને સ્થાપિત વ્યવસ્થાના બચાવકાર તરીકે જુએ છે.

રોમન સામ્રાજ્યવાદના સમયમાં ધર્મના પ્રમાણ્યવાદની ભાષ્ય ટીકાઓ વધારે લોકપ્રિય બની, જે મહાકાવ્યના તત્વજ્ઞાન અને તપસ્વીઓના એપિક્યુરીયન સિદ્ધાંતોને આભારી છે. સંયમી માણસોએ ભગવાનના અને વીરપુરુષના વિલક્ષણ સ્વરૂપનું વર્ણન કર્યું છે, જ્યારે યુહિમરસના અનુયાયીઓએ તેને ફક્ત ઐતિહાસિક જ ગણાવ્યા છે. એ જ સમયે સંતો અને નીયોપ્લેટોવાદમાં માનનારે પૌરાણિક કથાની પરંપરાને ચોક્કસ અર્થે પ્રોત્સાહન આપ્યું. જે ક્યારેક ગ્રીક વ્યુત્પતિ આધારિત હતી,[૭૨] મહાકાવ્યના સંદેશ દ્વારા લ્યૂક્રેટિયસે નાગરિકોના મનમાં રહેલા અંધશ્રદ્ધા અને વહેમના ડરને દૂર કર્યા.[૭૩] લિવીએ પણ પૌરાણિક કથાની પ્રણાલી દ્વારા એવો દાવો કર્યો કે માન્યતા દ્વારા કોઈ નિર્ણય પસાર કરવાનો તેનો ઈરાદો નથી.[૭૪] જડ ધાર્મિક માન્યતાને કારણે રોમનો માટે એક સખત પડકાર હતો એ કે એક તરફ તેમણે તે ધાર્મિક પરંપરાને ટકાવી રાખવાની હતી, તો બીજી તરફ એ જ પરંપરા અંધશ્રદ્ધાને પોષનારી હતી. પ્રાચીન વસ્તુના સંગ્રાહક એવા વેરો, કે જે ધર્મને એવી માનવીય સંસ્થા ગણતો હતો કે જેના દ્વારા સમાજમાં સારપ ટકી રહે. તે ધાર્મિક પ્રણાલીઓના આકરા અભ્યાસ માટે સમર્પિત હતો. વેરોએ તેની એન્ટીક્વિટેટ્સ રિરમ ડિવિનરમ (જે બચ્યુ નથી પરંતુ ઓગસ્ટાઇનનું ઇશ્વરનું શહેર તેનો સામાન્ય અભિગમ સૂચવે છે )માં દલીલ કરી છે કે અંધશ્રદ્ધાળુ માણસ ભગવાનથી ડરે છે જ્યારે સાચો ધાર્મિક માણસ તેના પ્રત્યે માતાપિતા જેવો આદર ભાવ ધરાવે છે.તેણે ભગવાન પ્રત્યેની ત્રણ લાક્ષણિકતાઓ દર્શાવી હતીઃ

  1. કુદરતના ભગવાન : વરસાદ અને અગ્નિ જેવા ચમત્કારી મૂર્તિમંત છે.
  2. કવિના ભગવાન : તીવ્ર ભાવ જાગ્રત કરતો અનૈતિક કવિ દ્વારા નિર્મિત થયેલ છે.
  3. શહેરોના ભગવાન : આદર્શભાવ સાથે આમ જનતાને જ્ઞાન આપે તેવા બુદ્ધિશાળીઓથી નિર્મિત છે.

રોમનના તાત્વિક લોકોએ શાબ્દિક અને રૂપકાત્મક એમ બંને રીતે પૌરાણિક કથાના થતાં સ્વીકારની હાંસી ઉડાવી અને એવી જાહેરાત કરી કે, પૌરાણિક કથાને તત્વજ્ઞાનમાં કોઈ સ્થાન નથી.[૭૫] સિસરો પણ પૌરાણિક કથાનો તિરસ્કાર કર્યો પણ વેરોએ રાજ્યધર્મ અને ધર્મ સંસ્થાનોને આદરપૂર્વક ટેકો આપ્યો. એ જાણવું અઘરુ છે કે, સામાજિક સ્તરે ધર્મવૃતિ કેટલે ઉંડે સુધી ઉતરી છે.[૭૪] સીસરો દ્રઢપણે જાહેર કર્યુ કે કોઈ પણ વ્યક્તિ એટલી મૂર્ખ નથી કે (નાના બાળકો, વૃદ્ધ અને સ્ત્રીઓ સહિત) જે દબાણ હેઠળ આવીને દાનવ, નરાશ્વ કે જુદા જુદા પ્રાણીઓના અસ્તિત્વને માની લે[૭૬] પણ, બીજી બાજુ વક્તાઓને અંધશ્રદ્ધાળુઓ અને કાચા કાનની વ્યક્તિઓ સામે વાંધો છે.[૭૭] દી નેચ્યુરા ડીયોરમ સીસરોની વિચારધારા અનુસાર માનવસ્વભાવનો આ જટિલ સારાંશ છે.[૭૮]

ભિન્ન વિચારસરણીનો સમન્વય કરવાનું વલણ

રોમન ધર્મમાં ગ્રી દેવ એપોલોની પૂજ સોલ ઇનવિક્ટસ સાથે જોડવામાં આવી હતી. (ચોથી સદીના ગ્રીક મૂળની ઇમ્પિરીયલ રોમ નકલ, લૂવર મ્યૂઝિયમ)સમ્રાટ અને સામ્રાજ્યના વિશેષ રક્ષક તરીકે સોલની પૂજા ખ્રિસ્તી ધર્મના ઉદય સુધી મુખ્ય સામ્રાજ્યીક ધર્મ રહ્યો હતો.

પ્રાચીન રોમનકાળમાં ઘણી ગ્રીક ભિન્ન વિચારસરણી અને કેટલાંક વિદેશી ભગવાન દ્વારા એક નવી રોમન પૌરાણિક પૌરાણિક કથાનો ઉદભવ થયો, આ ઉદભવ થવાનું કારણ એ હતુ કે રોમનોને પોતાની જ બહુ થોડી પ્રાચીન પૌરાણિક કથા વારસામાં મળેલી હતી અને બીજુ એક મોટુ કારણ એ હતુ કે, ગ્રીકની પૌરાણિક પૌરાણિક કથા પરંપરામાં રોમન ભગવાનોએ તેમના ગ્રીક સનકાલિનોની લાક્ષણિકતાઓને ગ્રહણ કરી હતી.[૭૪] ઝૂસ અને જ્યુપીટર એ પૌરાણિક પૌરાણિક કથાઓના અતિવ્યાપના ઉદાહરણ છે. સાથો સાથ રોમનના સહયોગથી પૂર્વના ધર્મો બે ભિન્ન વિચારસરણીના સમન્વય માટે દોરતા હતા.[૭૯] ઉદાહરણ તરીકે સીરીયામાં ઔર્લિયન્સની સફળ ઝુંબેશ બાદ રોમની અંદર સૂર્ય સંપ્રદાયની નવી પ્રણાલી પ્રકાશમાં આવી. એકત્રિત ધાર્મિક વિધિઓ અને સંયુક્ત કારણો સાથે એશિયાના દૈવીય મિથ્રસ ( સૂર્યનું એક નામ) અને બાલ એ બંને સૂર્ય દેવતા સાથે જોડાયેલા છે અને હેલિયોસ એક સોલ ઇનવિક્ટસમાં જોડાયેલા છે. ધર્મની અંદર હેલિયસ કે ડાયનોસિયસ રૂપે સૂર્ય દેવનો વારંવાર ઉલ્લેખ કરાતો હતો, ગ્રંથોના મૂળ શબ્દોના વિકાસ માટે પૌરાણિક પૌરાણિક કથા પર ભાગ્યે જ પ્રકાશ પાડવામાં આવતો હતો પણ તેના નામ તેની પૌરાણિક કથાઓ આપોઆપ કહેતા હતા. પૌરાણિક પૌરાણિક કથા સાહિત્યને વાસ્તવિક ધાર્મિક પ્રયાસોને વાસ્તવમાં છુટુ પાડવાના પ્રયાસ વધી ગયા હતા.

બીજા સૈકાની શરૂઆતમાં અજ્ઞાત ભજનોનો સંગ્રહ અને મેક્રોબિયસના સેટર્નલિયા પર તર્કવાદી વિચારધારા અને ભિન્ન વિચારસરણીની પ્રણાલી અસર કરતી હતી. અજ્ઞાત ભજનોનો સમૂહ અને પૂર્વ પ્રશિષ્ઠ કાવ્યમય રચનાઓ અજ્ઞાત રચનાકારોને સમર્પિત હતી. જે ખુદ એક અદભૂત પૌરાણિક કથા હતી. હકીકતમાં આ કવિતાઓ જુદા જુદા કવિઓ દ્વારા રચાયેલી હતી, અને તેમાં પ્રાચીન યુરોપિયન પૌરાણિક કથાની ખુટતી કડીઓ મળી આવતી હતી.[૮૦] સેટર્નલિયા નો કહેવાતો ઉદ્દેશ એ હતો કે તે હેલનિક સંસ્કૃતિના વાચનમાંથી પસાર થયો હતો. આમ છતાં ઈશ્વર પ્રત્યેની તેની ભાવના ઈજીપ્તના લોકો અને ઉત્તર આફ્રિકાની પૌરાણિક પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક લખાણોથી રંગાયેલી હતી (તે વર્જિલની વાતને પણ અસર કર્તા હતી). સટર્નલિયાની ફરીથી રજૂ થયેલી પૌરાણિક કથાઓ ઈહુમરિકવાદ, સ્ટોઈકવાદ અને નિયોપ્લેટોવાદના પ્રભાવ હેઠળની હતી.[૭૨]

અર્વાચીન અર્થઘટન

અર્વાચીન ઉત્પતીને સમજવામાં ગ્રીક પૌરાણિક કથાને આદરભાવ આપી અમુક વિદ્ધાનોએ 18મી સદીના અંતે ખ્રિસ્તી સામ્રાજ્યની શત્રુતાના પારંપરીક વલણ વિરુદ્ધ બમણી પ્રતિક્રિયા આપી હતી. કે જેમાં ખ્રિસ્તીઓનું પૌરાણિક પૌરાણિક કથા પૂર્વેના અર્થઘટનને જૂઠાણારૂપે કે કાલ્પનિક કથાઓ રૂપે રચ્યું હતું.[૮૧] 1795 દરમિયાન જર્મનીમાં હોમર અને ગ્રીક પૌરાણિક કથામાં લોક અભરૂચી વધતી જતી હતી. ગોટિંગજનમાં જોહન મેથિયાસ જેસનરે ગ્રીક અભ્યાસને મહત્વ આપ્યું, જેની સફળતા દરમિયાન ક્રિશ્ચિયન ગોટલોબ હેયને જ્હોન જેકહિમ વિનકલમન સાથે કામ કરય્ અને જર્મની તથા અન્ય સ્થળે પૌરાણિક કથાના સંશોધન માટે સંસ્થાનો પાયો નાખ્યો.[૮૨]

તુલનાત્મક અને મનોવિશ્લેષણાત્મક અભિગમ

મેક્સ મ્યુલરને તુલનાત્મક પ્રાચીન પૌરાણિક કથાઓના સ્થાપક પૈકીના એક ગણવામાં આવે છે.તેમની તુલનાત્મક પ્રાચીન પૌરાણિક કથાઓમાં (1867) મ્યુલરે "જંગલી વંશ"ની પ્રાચીન પૌરાણિક કથાઓ અને યુરોપની શરૂઆતની કથાઓ વચ્ચે સામ્યતાઓનું વિશ્લેષણ કર્યું હતું.

19મી સદીમાં તત્વજ્ઞાનનો તુલનાત્મક વિકાસ અને 20મી સદીનું આધ્યાત્મિક લખાણનું સંશોધન એક સાથે થયું અને પૌરાણિક કથાનું વિજ્ઞાન પ્રસ્થાપિત થયું. રોમન સમયકાળથી પૌરાણિક કથાનો સમગ્ર અભ્યાસ તુલનાત્મક રહ્યો. પૌરાણિક કથા એકત્ર કર્યા બાદ તેનું વિષય વસ્તુ પ્રમાણે વર્ગીકરણ કરવાની કામગીરી વિલ્હમ મનહર્ડ, સર જેમ્સ ફ્રેઝર અને સ્ટીથ થોમ્સને નિભાવી.[૮૩] 1871માં એડવર્ડ બર્નટ ટેલરે પ્રિમિટીવ કલ્ચર નામે તેને પ્રકાશિત કરી, જેમાં તેણે તુલનાત્મક પદ્ધતિ ઉપયોગમાં લીધી અને ધર્મના મૂળ તથા ધર્મના વિકાસનું વર્ણન કર્યું.[૮૪] ટેલરે રજૂ કરેલી સંસ્કૃતિ, રિત રિવાજો અને બહોળા પ્રમાણમાં વિસ્તરેલી પૌરાણિક કથાઓએ કાર્લ જંગ અને જોસેફ કેમ્પબેલને પ્રભાવિત કર્યા. પૌરાણિક કથાના અભ્યાસ માટે મેક્સ મુલરે પૌરાણિક કથાના નવા તુલનાત્મક વિજ્ઞાનનો ઉપયોગ કર્યો હતો કે જેમાં તેણે આર્યોની કુદરત ભક્તિના પ્રાચીનકાળના અવશેષો શોધી કાઢ્યા. બ્રોનીશ્લો મલિનોવસ્કીએ પૌરાણિક કથા મુજબ સામાજિક કાર્યોને પૂર્ણ કરવા પર ભાર મુક્યો. ક્લાઉડ લેવી સ્ટ્રૌસ અને અન્ય માળખાવાદી નિષ્ણાંતોએ સામાન્ય સંબંધો અને દુનિયાની વિવિધ પૌરાણિક કથાઓની પદ્ધતિની તુલના કરી.[૮૩]

thumb|કાર્લ કેરની મુજબ પ્રાચીન પૌરાણિક કથાઓ "ઇશ્વર અને ઇશ્વર જેવી બાબતો, નાયકીય યુદ્ધ અને અન્ડરવર્લ્ડની મુસાફરી અંગેની વાર્તામાં આવતા તત્ત્વનું શરીર છે —માયથોલોજેમ તેમના માટે શ્રેષ્ટ ગ્રીક શબ્દ છે. વાર્તા જાણીતો શબ્દ છે પરંતુ તેનો વધુ ઉપયોગ કરાયો ન હતો.[૮૫]

સીગ્મન ફ્રોઈડે પ્રાગૈતિહાસિક અને મનુષ્યના તર્કવાદી વિચારોની સાથોસાથ ધરબાયેલા વિચારોને પૌરાણિક કથા રૂપે રજૂ કર્યા. સ્વપ્નવત અર્થઘટન એ ફ્રોઈડની પૌરાણિક કથાના અર્થઘટનનો પાયો હતો અને ફ્રોઈડના મુખ્ય કાર્યનો વિચાર જાણીતો બન્યો સંબોધોને અપાતા મહત્વથી. જેમાં સ્વપનમાંના જુદા તત્વનું અર્થઘટન કરવામાં આવ્યું. આ સલાહ દ્વારા એક મહત્વનો મુદ્દો શોધી શકાયો કે રચનાકારો અને મનોવિશ્લેષકો વચ્ચે ફરી સુલેહ દ્વારા ફ્રોઈડના પૌરાણિક કથાના વિચારની નજીક પહોંચી શકાય.[૮૬] કાર્લ જંગ દ્વારા પ્રાગઐતિહાસિક, મનોવિશ્લેષણાત્મક અભિગમને તેની ‘બેભાનપણે સંગ્રહ’ના સિદ્ધાંત દ્વારા વિસ્તાર્યો હતો અને પૌરાણિક બાબતો વારંવાર પૌરાણિક કથામાં સાંકેતિકભાષામાં સામે આવી હતી.[૨] જંગના મત મુજબ, પૌરાણિક કથાનું માળખું અને તેના તત્વો હંમેશા અભિજ્ઞ મનમાં હાજર રહેતા હતા[૮૭] જંગની પદ્ધતિને જોસેફ કેમ્પેબલની પદ્ધતિ સાથે સરખામણી કરીને રોબર્ટ એ. સેગલ એ નિર્ણય પર આવે છે કે, કેમ્પેબલ પૌરાણિક કથા અને પ્રાચીન બાબતોને સરળ રીતે સમજાવે છે. ઉદાહરણ તરીકે, જો ઓડિસી ને સમજીએ તો, ઓડિસીનું જીવન શૂરવીરતા વાળુ કઈ રીતે ઉદભવ્યુ તે બતાવશે. જંગનું આનાથી વિપરિત રીતે, પ્રાચીન બાબતોને પૌરાણિક કથામાં માત્ર પહેલું પગથિયું માને છે".[૮૮] ગ્રીક પૌરાણિક કથાના આધુનિક અભ્યાસના પ્રણેતાઓ પૈકીના એક એવા કાર્લ કેરેનીએ પૌરાણિક કથા બાબતે, તા, ગ્રીક પૌરાણિક કથાને સમજવા જંગની પ્રાચીન બાબતો વાળી પદ્ધતિના અનુસંધાનમાં મત વ્યક્ત કર્યો છે.[૮૯]

મૂળ સિદ્ધાંતો

જ્યુપીટર એટ થેટીસ, જીન ઓગસ્ટી ડોમોનિક ઇન્ગ્રેસ દ્વારા, 1811.

ગ્રીક પૌરાણિક કથાના જુદાં જુદાં વિવિધ આધુનિક સિદ્ધાંતો છે. લેખિત સિદ્ધાંતો અનુસાર મોટાભાગની પૌરાણિક કથાઓનો ઉદભવ ધાર્મિક ગ્રંથના પઠનમાંથી થયો છે પણ આમ છતાં જે સત્ય હકીકત છે તેમાં હંમેશા જુદા પણુ થતું આવ્યું છે.[૯૦] ઐતિહાસિક સિદ્ધાંત પ્રમાણે પૌરાણિક કથાના દરેક પાત્ર જે તે સમયે ખરેખર જીવંત હતા અને સમય જતાં સિમાચિહનરૂપી માન્યતાઓ તેમની સાથે જોડાતી ગઈ. જેમ કે, એલીયસની કહાણી મુજબ સત્ય વાત એ હોઈ શકે કે એલીયસ એ થાઈરેનીયન સમુદ્રના કોઈ ટાપુનો શાસક હતો.[૯૧] રૂપકશાસ્ત્ર અનુસાર દરેક પૌરાણિક પૌરાણિક કથા રૂપાત્મક અને સંકેતાતમ્ક હતી, તો દૈહિક શાસ્ત્રમાં એ વિચારને આગળ ધપાવે છે જેમાં હવા, અગ્નિ અને પાણી જેવા ધાર્મિકતાના મૂળભૂત તત્વો રહેલા હતા, તેના કારણે જ કુદરતની અસીમ શકિત તરીકે મુખ્યરીતે ભગવાન ઓળખ કરાવવામાં આવતી.[૯૨] મેક્સ મુલરે આ તમામને આર્યો પાસે સમજીને ઈન્ડો યુરોપિયન ધર્મોના પ્રકારોમાંથી ‘મૂળભૂત’ ને સમજવાનો સંકલ્પ કર્યો. 1891માં તેણે દાવો કર્યો કે, ‘નેવું સદીમાં સૌથી મહત્વપૂર્ણ જો કોઇ શોધ થઇ હોય તો તે આપણી સન્માનીય પ્રાચીન માનવસભ્યતા હતી, જેમાં એકાત્મવાદ મુખ્ય હતો. સંસ્કૃત ડાય્સ-પીટાર= ગ્રીક ઝૂસ = લેટીન જ્યુપીટર = ઓલ્ડ નોર્સ ટીર’ બીજી તરફ, પાત્રોની સમાનતા અને કાર્યો સમાન્ય રીતે વારસાગત હતા, જોકે ખાસ કરીને યુરેનસ અને સંસ્કૃત વરુણ કે મોઈરી અને નોર્નસ વચ્ચેની તુલનામાં, ભાષાકીય તથ્યોની ખામીને કારણે તેને સાબીત કરવુ અઘરુ હતુ.[૯૩]

એફ્રોડાઇટ અને એડોનિસ, ઐઇસન દ્વારાઇ. સ. પૂર્વે 410, લૂવર, પેરિસ).

બીજી બાજુ જોઈએ તો પુરાતત્વવિદ્યા અને પૌરાણિક બાબતોએ એ રહસ્ય છતું કર્યુ કે, ગ્રીકના લોકો થોડા એશિયા અને પૂર્વીય દેશોના નાગરિકોથી પ્રેરાયા હતા. ઓડોનીસ ગ્રીક સમકક્ષ ઇશ્વર જણાય છે જે નજીકના પૂર્વના "મૃત્યુ પામી રહેલા દેવતા"ની પૌરાણિક કથા કરતા વધુ સ્પષ્ટ જણાય છે. અફ્રોડાઈટની આકૃતિઓ યહુદીઓની દેવીઓને મળતી દેખાઈ ત્યારે સાયબિલિ એ અન્ટોલિયન સંસ્કૃતિમાં ઉંડાણથી ઉતર્યા. અગાઉથી પવિત્ર પેઢી (કેઓસ અને તેના પુત્રો)અને એનૂમા એલિસ માંના તિમત વચ્ચે સમાનતાની શક્યતા પણ હતી.[૯૪] મેયર રેઈનહોલ્ડના મતે, “પૂર્વની ઈશ્વરીય કલ્પનાઓની જેમ જ, ગ્રીક પૌરાણિક કથાઓમાં પણ ઉલ્લેખ છે કે, તેઓ હિંસા અને સંઘર્ષના રસ્તે તેઓ વારસાગત સત્તા મેળવતા.".[૯૫] ઉપરાંત, ઈન્ડો-યુરોપીયન અને પૂર્વીય મૂળની નજીક, કેટલાક નિષ્ણાતો ગ્રીક પૌરાણિક કથાઓ અને ક્રીટ, માયસીન, પાયલોસ, થીબ્સ અને ઓર્કોમેનસ જેવા ગ્રીક સમાજ પરની ચર્ચાઓ પર અનુમાન લગાવતા.[૯૬] ક્રિટ સાથે સંકળાયેલી પૌરાણિક કથાની ઢગલાબંધ પ્રાચીન રૂપરેખાને આધારે ધર્મને લગતા ઇતિહાસકારો દેખીતી રીતે જ મંત્રમુગ્ધ કરતા (ભગવાન તરીકે આખલો, ઝીઅસ અને યુરોપા, પસેફાઈ બળદ સાથે સંકળાયેલા છે મિનોટૌર વગેરેને જન્મ આપે છે.) પ્રો. માર્ટિન પી નિલ્સન એ તારણ પર આવ્યા કે, બધી જ મહાન ગ્રીક પૌરાણિક કથાઓ માઈસીન કેન્દ્રની ફરતે વીંટળાયેલી હતી અને પૂર્વાઐતિહાસિક સમયગાળાની ગાથા કહે છે.[૯૭] તેમ છતાં, બર્કટના મતે, ચોક્કસ સ્થળ અને સમયગાળાના ચિત્રો આ પદ્ધતિઓમાં મોટેભાગે પુષ્ટી કરી શક્યા નથી.[૯૮]

પાશ્ચાત્ય કલા અને સાહિત્યમાં કલા તત્વ

બોટીસેલીનું ધ બર્થ ઓફ વિનસ ( 1485–1486, કેનવાસ પર તેલ, ઉફીઝી, ફ્લોરેન્સ) — પગન એન્ટીક્વિટીના નવા દ્રશ્ય માટે સુધારેલી વિનસ પ્યુડિકા—.[૨]

ખ્રિસ્તી ધર્મનો વ્યાપક સ્વીકાર પણ પૌરાણિક કથાઓની લોકપ્રિયતાને અંકુશમાં ન રાખી શક્યો. મધ્યયુગમાંથી આધુનિક યુગ તરફ થયેલી સંક્રાંતિના ગાળામાં મધ્યયુગ પૂર્વેના પ્રાચીનકાળના શ્રેષ્ઠ ગ્રીક સાહિત્યની શોધ સાથે, ઓવિડની કવિતાએ કવિઓ, નાટ્યકારો, સંગીતકારો અને કલાકારોની કલ્પના પર ભારે અસર કરનારી નીવડી.[૯૯] મધ્યયુગ પૂર્વેના પ્રાચીનકાળની શરૂઆતના વર્ષોમાં લિયોનાર્ડો દા વિન્ચી, મિકેલેન્ગીલો અને રાફેલ જેવા કલાકારોએ પરંપરાગત ખ્રિસ્તી થીમની સાથે સાથે ગ્રીક પૌરાણિક કથાઓના નાસ્તિક વિષયો પણ વર્ણવ્યા હતા.[૯૯] લેટિન માધ્યમ દ્વારા અને ઓવિડના કામ દ્વારા, ગ્રીક પૌરાણિક કથાઓએ મધ્યયુગ અને અને મધ્યયુગ પૂર્વેના પ્રાચીન કાળના ઈટાલીના કવિઓ જેવા કે પેટ્રાર્ક, બોકાસિઓ અને દાંતેને પ્રભાવિત કર્યા.[૨]

ઉત્તરી યુરોપમાં ગ્રીક પૌરાણિક કથાઓ દ્રશ્ય રજૂઆત જેવો જબરદસ્ત પ્રભાવ ક્યારેય ન પાડી શકી, પણ સાહિત્ય પર તેની અસર સ્પષ્ટ દેખાતી હતી. ચોસર અને જોહન મિલ્ટનથી માંડી શેક્સપિયર અને રોબર્ટ બ્રિજ સુધીના વીસમી સદીના અંગ્રેજી સાહિત્યકારોની કલ્પનામાં પણ ગ્રીક પૌરાણિક કથાઓએ ઉત્સાહ પૂરો પાડ્યો. ફ્રાંસના રેસિન અને જર્મનીના ગોએથે ગ્રીક નાટકોને જીવંત કર્યા, અને પ્રાચીન કથાઓ પર પુન: કામગીરી શરૂ કરી.[૯૯] 18મી સદીના ઉદભવ દરમિયાન સમગ્ર યુરોપમાં ગ્રીક પ્રાચીન પૌરાણિક કથાના વિરોધમાં પ્રતિભાવ ફેલાયો હતો તેમ છતાં હેન્ડેલ અને મોઝાર્ટની ઓપેરા માટે ઘણી લિબ્રેટી લખનાર નાટ્યકારો માટે મહત્ત્વની પ્રેરણા આપવાનું ચાલુ રાખ્યું હતું.[૧૦૦] 18મી સદીના અંત સુધીમાં ગ્રીક પૌરાણિક કથાઓ સહિતની તમામ ગ્રીક વસ્તુઓમાં રોમાન્સવાદનો જુવાળ શરૂ થયો હતો. બ્રિટનમાં ગ્રીક કરુણાંતિકાઓના નવા ભાષાંતરે અને હોમરે સમકાલિન કવિઓ ( જેવા કે, આલ્ફર્ડ લોર્ડ ટેનીસન, કિટસ, બાયરન અને શેલી ) અને ચિત્રકારો ( જેવા કે, લોર્ડ લિંગ્ટન અને લોરેન્સ અલ્મા-ટેડેમા)ને પ્રેરણા પુરી પાડી.[૧૦૧] ક્રિસ્ટોફર ગલ્ક, રીચાર્ડ સ્ટ્રોસ, જેકસ ઓફનબેચ અને ઘણા અન્ય સંગીતકારોએ ગ્રીક પૌરાણિક કથાઓને સંગીતમાં પણ ઢાળી.[૨] 19મી સદીના અમેરિકન લેખકો, જેવા કે, થોમસ બલ્ફિન્ચ અને નથોનિયલ હોર્થ્રને અંગ્રેજી અને અમેરિકન સાહિત્યના પાયાની સમજ માટે પ્રાચીન પૌરાણિક કથાઓને આવશ્યક ગણાવી.[૧૦૨] તાજેતરના સમયમાં ફ્રાન્સના નાટ્યકાર જેન એનોઈલ, જેન કોટિવ અને જેન ગિરોડોક્સ, અમેરિકાના યુજીન ઓનેલ અને બ્રિટનના ટી.એસ. ઈલિયોટ અને નવલકથાકાર જેમ્સ જોસ અને એન્ડ્રુ ગિડ એ પ્રાચીન રચનાઓને આધુનિક રૂપ આપી રહ્યા છે.[૨]

સંદર્ભો

ઢાંચો:Spoken Wikipedia

પ્રાથમિક સ્ત્રોતો (ગ્રીક અને રોમન)

ગૌણ સ્ત્રોતો

વધુ વાંચન

બાહ્ય લિંક્સ