ગરવી ગુજરાત ભવન, નવી દિલ્હી

ગરવી ગુજરાત ભવન નવી દિલ્હીના અકબર રોડ ઉપર ૭૦૬૬ ચોરસ મીટર પ્લોટ પર બનાવવામાં આવ્યું છે.[૧] રાજધાનીમાં આ "પ્રથમ ઇકોફ્રેન્ડલી" રાજ્ય ભવન છે.[૨] ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સાથે ભારતના ૧૪મા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.[૩][૪]

ગરવી ગુજરાત ભવન
નકશો
સામાન્ય માહિતી
પ્રકારસરકારી
સ્થાન૨૫-એ, અકબર રોડ
સરનામુંદિલ્હી, ભારત
અક્ષાંશ-રેખાંશ28°36′13″N 77°12′04″E / 28.6036773°N 77.2009912°E / 28.6036773; 77.2009912
પૂર્ણ૨૦૧૯
ઉદ્ઘાટનસપ્ટેમ્બર ૨, ૨૦૧૯
ખર્ચ૧૩૧.૮૨ કરોડ
માલિકગુજરાત સરકાર
તકનિકી માહિતી
માળ વિસ્તાર૭,૦૬૬ ચો.મી. (અંદાજીત)
રચના અને બાંધકામ
મુખ્ય કોન્ટ્રાક્ટરNBCC ઇન્ડિયા લિ.

મકાન

ધૌલપુર અને આગ્રા પત્થરોનો ઉપયોગ કરીને નવું ગુજરાત ભવન બનાવવામાં આવ્યું છે.[૩] જુનું ગુજરાત ભવન કૌટિલ્ય માર્ગ પર ૧૪૧૮ ચોરસ મીટરના પ્લોટ પર સ્થિત છે. [૫] આ રચના ૭૦૬૬ ચોરસ મીટર [૬] ના ક્ષેત્રમાં ફેલાયેલી છે અને આ સંકુલની કુલ કિંમત રૂ. ૧૩૧ કરોડ છે.[૭][૮] ગુજરાત ભવનમાં લગભગ ૭૮ અલગ અલગ વિષયઆધારિત ઓરડાઓ છે, જે સાત માળમાં વહેંચાયેલા છે, જેમાં ૨ સ્યુટ, ૧૭ વીઆઈપી સ્યુટ અને મહેમાન કક્ષો છે.[૯]

સુવિધા

આ નવા ગરવી ગુજરાત ભવનમાં નીચેની સુવિધા છે. [૫] [૧૦]

  • ૧૯ સ્યુટ રૂમ
  • ૫૯ ઓરડાઓ
  • ભોજનાલય
  • જાહેર ભોજનગૃહ
  • વ્યાપાર કેન્દ્ર
  • સંભારણાનાની દુકાન
  • બહુહેતુક સભાખંડ
  • સંમેલન સભાખંડ
  • ચાર લાઉન્જ
  • વ્યાયામ શાળા
  • યોગા કેન્દ્ર
  • અગાસી પર બગીચો
  • પુસ્તકાલય

સંદર્ભ