ક્રાઇસ્ટ ધ રિડીમર

ક્રાઇસ્ટ ધ રિડીમર (પોર્ટુગિઝઃ O Cristo Redentor, પૂર્વે: Christo redemptor) એ બ્રાઝિલનાં શહેર રિયો ડિ જેનેરોમાં આવેલી ઇસુ ખ્રિસ્તની એક વિશાળ પ્રતિમા છે જેની ગણના વિશ્વની વિશાળતમ કલાત્મક પ્રતિમા તરીકે થાય છે.[૧]

ક્રાઇસ્ટ ધ રિડીમર
૨૦૨૨માં ક્રાઇસ્ટ ધ રિડીમર
નકશો
Coordinates22°57′7″S 43°12′38″W / 22.95194°S 43.21056°W / -22.95194; -43.21056
Locationકોર્કોવાડો પર્વત,
રીઓ ડી જાનેરો, બ્રાઝિલ
Designerસ્થપતિ: પોલ લાન્ડોવસ્કી, એન્જિનિયર: હેઇટર ડા સિલ્વા કોસ્ટા, આલ્બર્ટ કાકૌટ. ચહેરો: ગેર્ગે લિઓનિડા
Materialશંખજીરાના પથ્થર
Width28 metres (92 ft)
Height30 metres (98 ft), 38 metres (125 ft) પાયા સાથે
Completion dateસમર્પિતઃ ૧૨ ઓક્ટોબર ૧૯૩૧
વિશ્વની સાત નવી અજાયબીઓ: ૭ જુલાઇ, ૨૦૦૭
National Historic Heritage of Brazil
ઉમેરેલ૨૦૦૧
સંદર્ભ ક્રમાંક.1478

આ પ્રતિમાની ઉંચાઈ ૩૯.૬ મી. (૧૩૦ ફુટ) છે, જેમાં તેની ૯.૫ મી. (૩૧ ફુટ) ઉંચી પિઠિકાનો પણ સમાવેશ થઈ જાય છે જ્યારે તેની પહોળાઇ ૩૦ મી. (૯૮ ફુટ) છે. તેનું વજન ૬૩૫ ટન (૬,૩૫,૦૦૦ કિલો) છે અને તે શહેરની સરહદ પર આવેલા તિજુકા વન રાષ્ટ્રિય ઉદ્યાનના કોર્કોવાડો પર્વતનાં ૭૦૦ મી. (૨,૩૦૦ ફુટ) ઉંચા શિખર પર બિરાજમાન છે. તે વિશ્વની આ પ્રકારની બહુ જૂજ ઉંચામાં ઉંચી પ્રતિમાઓ પૈકીની એક છે. બોલિવિયાનાં શહેર કોચાબામ્બા સ્થિત ક્રિસ્ટો ડે લા કોન્કોર્ડિયાની પ્રતિમા આના કરતાં થોડીક જ ઉંચી છે, ૬.૨૪ મી. (૨૦.૫ ફુટ)ની પિઠિકા સહિત તેની ઉંચાઇ ૪૦.૪૪ મી. છે અને પહોળાઇ ૩૪.૨૦ મી. (૧૧૨.૨ ફુટ) છે. ખ્રિસ્તી ધર્મનાં પ્રતિક રૂપ આ ક્રાઇસ્ટ ધ રિડીમરની પ્રતિમા રીઓ ડી જાનેરો અને બ્રાઝિલની ઓળખ સમાન બની ગઈ છે.[૨] આ પ્રતિમા બ્રાઝિલનાં ખ્રિસ્તી સમાજ માટે એક અગત્યનું પ્રતિક છે.[૩] તે પ્રબલિત કાંકરેટ અને શંખજીરાના પથ્થરની બનેલી છે.[૧][૪][૫]


વિશ્વની જાણીતી મૂર્તિઓની ઊંચાઇ સરખામણી:
૧. સ્ટેચ્યુ ઓફ યુનિટી 240 m (790 ft) (58 m (190 ft)ના પાયાની સાથે)
૨. સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ 153 m (502 ft) (25 m (82 ft)ના પાયા અને 20 m (66 ft)ના મુગટ સાથે)
૩. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 93 m (305 ft) (47 m (154 ft)ના પાયા સાથે)
૪. ધ મધરલેન્ડ કોલ્સ 87 m (285 ft) (2 m (6 ft 7 in)ના પાયા સાથે)
૫. ક્રાઇસ્ટ ધ રિડીમર 38 m (125 ft) (8 m (26 ft)ના પાયા સાથે)
૬. માઇકલ એન્જેલોનો ડેવિડ 5.17 m (17.0 ft) (2.5 m (8 ft 2 in)ના પાયા સિવાય)

સંદર્ભ