કુત્તી | |
---|---|
લેખક ચંદ્રકાંત બક્ષી | |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
શૈલી | ટૂંકી વાર્તા |
પ્રકાશિત | મશાલ |
પ્રકાશન પ્રકાર | વાર્તાસંગ્રહ |
પ્રકાશન તારીખ | ૧૯૬૮ |
કુત્તી એ ભારતીય લેખક ચંદ્રકાંત બક્ષી (૧૯૩૨–૨૦૦૬) દ્વારા લખાયેલ ગુજરાતી ટૂંકી વાર્તા છે, જે તેમના વાર્તાસંગ્રહ મશાલમાં પ્રકાશિત થઈ હતી. તેના પ્રકાશન પછી તેમાં રહેલા વર્ણનને કારણે વિવાદિત બની હતી[૧] અને ગુજરાત સરકાર દ્વારા ચંદ્રકાંત બક્ષી પર અશ્લીલતાના મુદ્દે કોર્ટ મુકદમો ચલાવવામાં આવ્યો હતો.[૨] જોકે થોડા સમય પછી આ મુકદમો પાછો ખેંચી લેવાયો હતો.
કુત્તી વાર્તા બે પુરુષો અને એક સ્ત્રી (ટિટ્સી) વચ્ચેના પ્રેમ અને દોસ્તીની ભૂમિકા ધરાવે છે.