ઉમલિંગ લા

લદ્દાખ, ભારતમાં આવેલો પર્વતીય માર્ગ

ઉમલિંગ લા અથવા ઉમલુંગ લા એ ડેમચોક નજીક ભારતના લદ્દાખ વિસ્તારમાં કોયુલ લુંગપા અને સિંધુ નદી વચ્ચેની પહાડી રેખા પર આવેલો પર્વતીય માર્ગ છે. ઉમલુંગ ઝરણું ૫,૬૪૦ મીટરની ઊંચાઇથી વહીને કોયુલ લુંગપામાં વહેતી કિંગદુલ નદીની ઉપનદી અને સિંધુ નદીમાં ભળી જાય છે.

ઉમલિંગ લા
ઉમલુંગ લા
બે રીક્ષા સાથે, ઉમલિંગ લાનો માર્ગ
ઊંચાઇ5,798 metres (19,022 ft)
સ્થાનલદ્દાખ, ભારત
પર્વતમાળાહિમાલય, લદ્દાખ વિસ્તાર
અક્ષાંશ-રેખાંશ32°41′56″N 79°17′04″E / 32.6990°N 79.2845°E / 32.6990; 79.2845 (ઉમલિંગ લા)
ચિત્ર:Ladakh
નકશો

ઉમલિંગ લા ચિસુમલે અને ડેમચોક વચ્ચે આવેલો છે, જેને ઉમલિંગ લા માર્ગ પણ કહેવામાં આવે છે, આ ઘાટ 5,798.251 મીટર (19,024 ફૂટ 0.73 ઇંચ)ની ઊંચાઈ પર પસાર થાય છે, જે તેને વિશ્વનો સૌથી ઊંચો વાહન માર્ગ બનાવે છે.[૧]

ચિસુમલે-ડેમચોક રોડ

૨૦૧૭માં ઉમલિંગ લામાંથી પસાર થતા ચિસુમલે અને ડેમચોક ગામો વચ્ચે એક રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો, જે તેને વિશ્વનો સૌથી ઉંચો વાહન માર્ગ અને ઘાટ બન્યો હતો.[૨] આ માર્ગ ૨૪ કિમીની લંબાઇ ધરાવે છે, જે ચિસુમલે-ડેમચોકના ૫૨ કિમી માર્ગનો ભાગ છે.

સંદર્ભ