ઇમરાન ખાન | |
---|---|
![]() | |
જન્મ | ૧૩ જાન્યુઆરી ૧૯૮૩ ![]() મેડિસન ![]() |
અભ્યાસ સંસ્થા |
ઇમરાન ખાન ભારતીય મૂળના અમેરિકન ફિલ્મ અભિનેતા છે[૧], જેઓ હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તે અભિનેતા આમિર ખાન અને નિદેશક-નિર્માતા મનસુર ખાનના ભાણા, અને નિદેશક-નિર્માતા નાસિર હુસૈનના પૌત્ર છે. તેઓ કયામત સે કયામત તક (૧૯૮૮) અને જો જીતા વોહી સિકંદર (૧૯૯૨) ફિલ્મમાં બાળ કલાકાર તરીકે દેખાયા હતા.
૨૦૦૮ માં રોમેન્ટિક કૉમેડી જાને તુ... યા જાને ના ફિલ્મ સાથે ખાને પોતાના પુખ્ત અભિનયની શરૂઆત કરી હતી, જે વ્યાપારી અને વિવેચનાત્મક રીતે સફળ રહી હતી. ફિલ્મમાં તેમની કામગીરીએ તેમને શ્રેષ્ઠ પુરુષ પ્રવેશ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમની આગામી બે ફિલ્મોની નિષ્ફળતા બાદ, મીડિયા દ્વારા લખવામાં આવ્યું હતું કે તેઓ "એક ફિલ્મ અજાયબી (વન ફિલ્મ વંડર)" છે. ત્યાર બાદ તેમણે આઈ હેટ લવ સ્ટોરીસ (૨૦૧૦), દેલી બેલી (૨૦૧૧) અને મેરે બ્રધર કી દુલ્હન (૨૦૧૧) જેવી ઘણી વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મોમાં અભિનય કર્યો. મેરે બ્રધર કી દુલ્હન (૨૦૧૧) એ તેમની છેલ્લી વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મ હતી. ત્યાર બાદની ફિલ્મો બૉક્સ-ઑફિસ પર સફળ રહેવામાં નાકામ રહી.
ફિલ્મોમાં અભિનય સિવાય ખાન એક સામાજિક કાર્યકર્તા પણ છે, અને તેમણે હિન્દુસ્તાન ટાઈમ્સ માટે લેખો પણ લખ્યા છે. તે પેટા ના સમર્થક પણ છે. તેમણે દસ વર્ષના સંબંધ પછી જાન્યુઆરી ૨૦૧૧માં અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા.
ઇમરાન ખાનનો જન્મ ૧૩ જાન્યુઆરી ૧૯૮૩ એ મેડિસન, વિસ્કોન્સિન, યુ.એસ. માં ઇમરાન પાલ[૨] તરીકે થયો હતો. તેમના પિતા અનિલ પાલ, એક સોફ્ટવેર એન્જિનિયર[૩] છે અને માતા નૂઝત ખાન, મનોવિજ્ઞાની. ઇમરાનના પિતા બંગાળી અને અંગ્રેજી મૂળના હિન્દુ છે અને તે યુ.એસ.એ.ના સિલીકોન વેલિમાં યાહૂના વરિષ્ઠ મેનેજર તરીકે કામ કરે છે. ઇમરાનની માતા ફિલ્મ કુટુંબની એક મુસ્લિમ છે, જે નિદેશક-નિર્માતા નાસિર હુસૈનની પુત્રી, નિદેશક-નિર્માતા મનસુર ખાનની બહેન અને અભિનેતા આમિર ખાનની પિતરાઈ બહેન છે. [૪][૫]ખાનના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા જ્યારે તેઓ હજુ નવું ચાલવાનું શીખતું બાળક હતા અને તે પછી તેમની માતા મુંબઈ રેહવા આવી ગયા હતા.[૬]
ખાનએ સન્નીવેલ, કેલિફોર્નિયાની ફ્રેમોન્ટ હાઇસ્કૂલથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તે ફિલ્મ ડિરેક્ટર બનવા ઇચ્છતા હતા જેથી તેઓ એ ન્યૂ યોર્ક ફિલ્મ એકેડેમીની લોસ એન્જલસ શાખા માંથી ફિલ્મ નિર્માણની ડિગ્રી લીધી હતી.[૭] નિદેશન, લેખન અને સિનેમેટોગ્રાફીના અભ્યાસ કરતી વખતે, ખાન લેખક રોઆલ્ડ ડહલ દ્વારા પ્રેરણીત થયા હતા. [૬][૮] ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, તેમણે બજાર સંશોધન અને જાહેરાતમાં પ્રવેશ કર્યો.[૬] અંતે તેઓ મુંબઈ પરત ફર્યા અને કિશોર નમિત કપૂર એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ લીધી.[૪]
ખાન કયામત સે કયામત તક (૧૯૮૮) અને જો જીતા વોહી સિકંદર (૧૯૯૨) ફિલ્મમાં બાળ કલાકાર તરીકે દેખાયા હતા. અને બન્ને માં બન્ને વખત યુવાન આમિર ખાનની ભૂમિકા ભજવી હતી.[૯][૧૦]
![]() | સૂચવે છે કે ફિલ્મ હજુ સુધી હજી સુધી પ્રકાશિત કરવામાં આવી નથી |
વર્ષ | ફિલ્મ | પાત્ર | નિર્દેશક | નોંધો |
---|---|---|---|---|
૧૯૮૮ | કયામત સે કયામત તક | જુવાન રાજ | મનસુર ખાન | બાળ કલાકાર |
૧૯૯૨ | જો જીતા વોહી સિકંદર | જુવાન સંજયલાલ | મનસુર ખાન | બાળ કલાકાર |
૨૦૦૮ | જાને તુ... યા જાને ના | જય સિંહ રાઠોડ (રેટ્સ) | અબ્બાસ ટાયરવાલા | પુરુષ લીડ તરીકે પદાર્પણ |
કિડનેપ | કબીર શર્મા | સંજય ગઢવી | ||
૨૦૦૯ | લક | રામ મેહરા | સોહમ શાહ | |
૨૦૧૦ | આઈ હેટ લવ સ્ટોરીસ | જય ધિંગ્રા | પુનિત મલ્હોત્રા | |
ઝુઠા હી સહી | આકાશ (કોલર નં .1) | અબ્બાસ ટાયરવાલા | અવાજ | |
બ્રેક કે બાદ | અભય ગુલાટી | દાનિશ અસ્લમ | ||
૨૦૧૧ | દેલી બેલી | તાશી દોરજી લાહતુ | અભિનય દેઓ | અંગ્રેજી ભાષાની ફિલ્મ |
મેરે ભ્રધર કી દુલ્હન | કુશ અગ્નિહોત્રી | અલી અબ્સાસ ઝફર | ||
૨૦૧૨ | એક મેં ઓર એક તું | રાહુલ કપૂર | શકુન બત્રા | |
૨૦૧૩ | મટરુ કી બિજલી કા મનડોલા | હુકમ સિંહ મટરુ | વિશાલ ભારદ્વાજ | ગીત "ચાર દિના કી" ના ગાયક પણ |
બોમ્બે ટોકીઝ | પોતે | એક થી વધારે | ગીત "પના બોમ્બે ટોકીઝ" માં ખાસ દેખાવ | |
વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા! | અસ્લમ | મિલાન લુથ્રિયા | ||
ગોરી તેરે પ્યાર મેં | શ્રીરામ વેંકટ | પુનિત મલ્હોત્રા | ||
૨૦૧૫ | કટ્ટી બટ્ટી | માધવ 'મેડ્ડી' કાબ્રા | નિખિલ અડવાણી |
વર્ષ | પુરસ્કાર | શ્રેણી | નામાંકન કાર્ય | પરિણામ | સંદર્ભ |
---|---|---|---|---|---|
૨૦૦૯ | ફિલ્મફેર અવોર્ડ્સ | શ્રેષ્ઠ પુરુષ પ્રવેશ | જાને તુ... યા જાને ના | Won | |
અપ્સરા ફિલ્મ & ટેલિવિઝિન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ અવોર્ડ્સ | શ્રેષ્ઠ પુરુષ પ્રવેશ | Won | [૧૧] | ||
સબસે ફેવરિટ કૌન અવોર્ડ્સ | Sabsey Naya Hero | Won | [૧૨] | ||
સ્ક્રીન અવોર્ડ્સ | સૌથી વધુ આશાસ્પદ નવાગંતુક - પુરૂષ | નામાંકન | [૧૩] | ||
સ્ટારડસ્ટ અવોર્ડ્સ | આવતી કાલનો સુપરસ્ટાર - પુરૂષ | નામાંકન | |||
ધ ન્યૂ મેનિસ | કિડનેપ | નામાંકન | |||
ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ | શ્રેષ્ઠ ખલનાયક | નામાંકન | |||
અપ્સરા ફિલ્મ & ટેલિવિઝિન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ અવોર્ડ્સ | નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા | નામાંકન | [૧૪] | ||
એએક્સએન ઍક્શન એવોર્ડ્સ | નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા | Won | [૧૫] | ||
૨૦૧૦ | સ્ટારડસ્ટ અવોર્ડ્સ | આવતી કાલનો સુપરસ્ટાર - પુરૂષ | લક | નામાંકન | [૧૬] |
૨૦૧૧ | સ્ક્રીન અવોર્ડ્સ | શ્રેષ્ઠ અભિનેતા (લોકપ્રિય પસંદગી) | આઈ હેટ લવ સ્ટોરીસ | નામાંકન | [૧૭] |
સ્ટારડસ્ટ અવોર્ડ્સ | શ્રેષ્ઠ અભિનેતા - કૉમેડી / રોમાન્સ | નામાંકન | [૧૮] | ||
જીક્યુ મેન ઓફ ધી યર અવોર્ડ્સ | ઉત્કૃષ્ટ પ્રપ્તિ માટે ચિવ્સ એવોર્ડ | Won | [૧૯] | ||
૨૦૧૨ | ઝી સિને અવોર્ડ્સ | આંતરરાષ્ટ્રીય પુરૂષ પ્રતિમા | નામાંકન | [૨૦] | |
સ્ક્રીન અવોર્ડ્સ | શ્રેષ્ઠ અભિનેતા (લોકપ્રિય પસંદગી) | દેલી બેલી & મેરે ભ્રધર કી દુલ્હન | નામાંકન | [૨૧] | |
શ્રેષ્ઠ એન્સેમ્બલ કાસ્ટ | દેલી બેલી | નામાંકન | |||
પીપલ્સ ચોઈસ અવોર્ડ્સ ઇન્ડિયા | પ્રિય યુવા પ્રતિમા | નામાંકન | [૨૨] | ||
૨૦૧૩ | સ્ક્રીન અવોર્ડ્સ | શ્રેષ્ઠ અભિનેતા (લોકપ્રિય પસંદગી) | એક મેં ઓર એક તું | નામાંકન | [૨૩] |
સ્ટારડસ્ટ અવોર્ડ્સ | શ્રેષ્ઠ અભિનેતા - કૉમેડી / રોમાન્સ | નામાંકન | [૨૪] |