અસ્થિભંગ

અસ્થિભંગ (કેટલીકવાર ટૂંકમાં તેને FRX (એફઆરએક્સ) અથવા Fx (એફએક્સ), Fx (એફએક્સ) અથવા # લખાય છે)એ તબીબી સ્થિતિ છે જેમાં અસ્થિના સાતત્યતામાં ભંગાણ સર્જાય છે. અસ્થિભંગ ભારે બળવાળી અથડામણ કે તણાવ અથવા અસ્થિઓને નબળી કરતી અસ્થિસુષિરતા, હાડકાનું કેન્સર, ઓસ્ટીયોજિનેસિસ ઇમપરફેક્ટા જેવી ચોક્કસ તબીબી સ્થિતિઓના પરિણામ સ્વરૂપ નજીવી ઇજાઓનું પરિણામ છે. આવી સ્થિતિમાં અસ્થિભંગને પેથોલોજિકલ ફ્રેક્ચર કહેવાય છે. અસ્થિભંગ માટે તુટેલું હાડકું અને હાડકામાં ભંગાણ સામાન્ય વાક્યપ્રયોગ છે છતાં તૂટવું એ ઓર્થોપેડિક (અસ્થિ વિજ્ઞાન)નો યોગ્ય શબ્દ નથી.

અસ્થિભંગ
ખાસિયતOsteology Edit this on Wikidata

વર્ગીકરણ

ઓર્થોપેડિક

ઓર્થોપેડિક મેડિસિન (અસ્થિવિજ્ઞાન તબીબ)માં અસ્થિભંગને વિવિધ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. ઐતિહાસિક રીતે અસ્થિભંગના નામ જે-તે અસ્થિભંગની સ્થિતિ સૌ પ્રથમ જે ડોકટરે વર્ણવી હોય તેના નામ પરથી આપવામાં આવ્યા છે. જો કે અત્યારે વધુ પદ્ધતિસરનું વર્ગીકરણ અમલી છે.

તમામ અસ્થિભંગને વ્યાપક પણે નીચે મુજબ વર્ણવી શકાય છેઃ

  • બંધ (સાદુ) અસ્થિભંગ એવી સ્થિતિ છે, જેમાં ત્વચા અકબંધ રહે છે જ્યારે ઓપન (સંયુક્ત) અસ્થિભંગ ની સ્થિતિમાં ઘા સંકળાય છે જે અસ્થિભંગની સાથે સંપર્કમાં રહે છે. આ સ્થિતિમાં અસ્થિભંગ રુધિરાબુર્દ ખુલ્લી પડે છે અને આમ ખુલ્લા પડેલા અસ્થિમાં ચેપ લગાડી શકે છે. ખુલ્લી ઇજાઓમાં ચેપનો ઊંચો ભય રહેલો હોય છે.

અસ્થિભંગ સંભાળમાં ગણતરીમાં લેવામાં આવતી અન્ય સ્થિતિઓમાં સ્થાનભ્રંશ (અસ્થિભંગ ગુહા) અને કોણીકરણનો સમાવેશ થાય છે. જો કોણીકરણ અથવા સ્થાનભ્રંશ મોટા હોય તો અસ્થિના કદમાં ઘટાડો (ફેરફાર) કરવાની જરૂર પડી શકે છે અને પુખ્ત લોકોમાં ઘણીવાર તેના માટે શસ્ત્રક્રિયા સંભાળની જરૂર પડે છે. આવી ઇજાઓને મટતાં સ્થાનભ્રંશ અથવા કોણીકરણ વગર થતી ઇજાઓ કરતા વધુ સમય લાગી શકે છે.

અસ્થિભંગનો અન્ય પ્રકાર સંકોચન અસ્થિભંગ છે. તે સામાન્ય રીતે કશેરુકાઓમાં થાય છે. દાખલા તરીકે, અસ્થિસુષિરતાને કારણે મેરૂદંડમાં આગળના ભાગમાં ભંગાણ. અસ્થિસુષિરતા એ તબીબી સ્થિતિ છે જેમાં હાડકા બરડ બને છે અને કોઇ પણ પ્રકારના ઇજા સાથે કે વગર અસ્થિભંગ બાબતે અસુરક્ષિત બને છે.

અસ્થિભંગના અન્ય પ્રકારઃ

  • સંપૂર્ણ અસ્થિભંગ: એવું અસ્થિભંગ જેમાં અસ્થિ સંપૂર્ણપણે તૂટી જાય છે.
  • અપૂર્ણ અસ્થિભંગ: એવું અસ્થિભંગ જેમાં અસ્થિ તૂટી જાય છે તેમ છતાં આંશિક રીતે જોડાયેલી હોય છે.
  • રેખિત અસ્થિભંગ: અસ્થિના લાંબા અક્ષને સમાંતર હોય તેવું અસ્થિભંગ.
  • વાંકું અસ્થિભંગ: અસ્થિના લાંબા અક્ષને કાટખૂણે થયું હોય તેવું અસ્થિભંગ.
  • ત્રાંસું અસ્થિભંગ: અસ્થિના લાંબા અક્ષને વિકર્ણ હોય તેવું અસ્થિભંગ.
  • સર્પિલ અસ્થિભંગ: એવું અસ્થિભંગ જેમાં અસ્થિના ઓછામાં ઓછા એક ભાગમાં વળ ચઢી ગયો હોય.
  • કમ્યુનિકેટેડ (ભૂકો થઇ જાય તેવું) અસ્થિભંગ: એવું અસ્થિભંગ જેમાં અસ્થિ અનેક ટુકડાઓમાં તૂટી જાય છે.
  • અસરગ્રસ્ત અસ્થિભંગ: હાડકાના ટુકડાઓ જ્યારે એકબીજામાં ઘુસે છે ત્યારે સર્જાતું અસ્થિભંગ.

ઓટીએ (OTA) વર્ગીકરણ

અસ્થિરોગ વિજ્ઞાન તબીબો માટેના સંગઠન, ધ ઓર્થોપેડિક ટ્રોમા એસોસિયેશનએ મ્યુલરનું વર્ગીકરણ અને એઓ (AO) ફાઇન્ડેશન અપનાવ્યું અને બાદમાં તેને વિસ્તૃત કર્યું [૧] ("ધકોમ્પ્રિહેન્સિવ ક્લાસિફિકેશન ઓફ ધ લોન્ગ બોન્સ") ઇજાને ચોક્કસ રીતે વર્ણવા અને સારવારને માર્ગદર્શન પુરું પાડવા માટેની સુગઠિત વર્ગીકરણ પ્રણાલી.[૨][૩] કોડના પાંચ ભાગ છેઃ

  • અસ્થિ: અસ્થિભંગના વર્ણનની શરૂઆત જે અસ્થિમાં ભંગાણ થયું હોય તેના કોડિંગથી થાય છે:

(1) ભુજાસ્થિ, (2) અરિયઅસ્થિ/અન્ત:પ્રકોષ્ઠાસ્થિ, (3) ઉર્વસ્થિ, (4) ટિબિયા/ફિબ્યુલા, (5) મેરૂદંડ, (6) બસ્તિ, (24) કાર્પસ, (25) પશ્ચમણિબંધાસ્થિ, (26) અંગુલ્યાસ્થિ (હાથ), (72) ટાલસ, (73) કેલ્કાનિયસ, (74) નેવિક્યુલર, (75) ક્યુનીફોર્મ, (76) ઘનાકાર, (80) લિસફ્રાન્ક, (81) પશ્ચગુલ્ફાસ્થિ, (82) અંગુલ્યાસ્થિ (પગ), (45) ઢાંકણી, (06) અક્ષક, (09) સ્કંધાસ્થિ

  • સ્થળઃ અસ્થિભંગમાં અસ્થિનો જે ભાગ સંકળાયેલો હોય તેના માટે કોડ (દા.ત. ઉર્વસ્થિની શાફ્ટ): સમીપસ્થ=1, ડાયફિઝીલ=2, દૂરવર્તી=3 (ઘૂંટીમાં મેલિયોલર વિસ્તાર ને પહેલેથી અસ્તિત્વમાં રહેલા વર્ગીકરણ વેબર વર્ગીકરણને કારણે અલગ ગણવામાં આવે છે અને તેને 4[૪] કોડ આપવામાં આવેલો છે). સમીપસ્થ ઉર્વસ્થિ સિવાય અસ્થિના દૂરવર્તી અને સમીપસ્થ વિસ્તારોનો ચોરસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે અસ્થિકંદો વચ્ચેના અંતર જેટલા પહોળા હોય છે. આ બે ચોરસ વચ્ચેના બાકીના અસ્થિને ડાયાફિઝિસ ગણવામાં આવે છે.
  • પ્રકારઃ અસ્થિભંગ કેવું છે તે નોંધવું જરૂરી છે, તે સાદું છે કે બહુભંગાણવાળું અને તે બંધ છે કે મુક્ત, A=સાદુ અસ્થિભંગ, B=વેજ અસ્થિભંગ, C=જટીલ અસ્થિભંગ
  • જૂથઃ અસ્થિભંગની ભૂમિતિને વાંકું, ત્રાંસું, સર્પિલ, અથવા સેગમેન્ટલ જેવા શબ્દો દ્વારા વર્ણવામાં આવે છે.
  • પેટાજૂથઃ અસ્થિભંગના અન્ય ગુણોને સ્થાનભ્રંશ, કોણીકરણ અને શોર્ટનિંગની દ્રષ્ટિએ વર્ણવામાં આવે છે. સ્થિર અસ્થિભંગ એક એવું ભંગાણ છે જે સારવાર બાદ સારી સ્થિતિમાં રહે છે જ્યારે અસ્થિર અસ્થિભંગ એવું ભંગાણ છે જેમાં સારવાર પહેલા અસ્થિ ટૂંકી, વાંકી અને વળ ચઢે છે અને લાંબા ગાળે નબળી કામગીરી કરે છે.

અન્ય વર્ગીકરણ પ્રણાલીઓ

અસ્થિભંગના વિવિધ પ્રકારનું વર્ગીકરણ કરવા અન્ય પ્રણાલીઓ વપરાય છેઃ

  • "ડેનિસ વર્ગીકરણ": મેરૂદંડ[૫]
  • "ફ્રાયકમેન વર્ગીકરણ": અરિયઅસ્થિ અને અન્ત:પ્રકોષ્ઠાસ્થિ
  • "ગસ્ટિલો ખુલ્લું અસ્થિભંગ વર્ગીકરણ"[૬]
  • "લેટૂર્નેલ એન્ડ જ્યુડેટ વર્ગીકરણ": એસિટાબ્યુલર અસ્થિભંગ[૭]
  • "નીયર વર્ગીકરણ": ભુજાસ્થિ[૮][૯]
  • "સીન્શીયમરનું વર્ગીકરણ": ઉર્વસ્થિ[૧૦]

ચિહ્નો અને લક્ષણો

અસ્થિ પેશી જોતે કોઇ નોસિસેપ્ટર્સ ધરાવતા ન હોવા છતાં અસ્થિભંગ ઘણા કારણસર ઘણું પીડાદાયક છે:[૧૧]

  • એન્ડોસ્ટેયમમાં ભંગાણની જેમ અથવા વગર પેરિઓસ્ટેયમની સાતત્યમાં ભંગાણ, કારણકે બંને બહુનોસિસેપ્ટર્સ ધરાવે છે.
  • ફાટેલી પેરિઓસ્ટીલ રૂધિરવાહિનીમાંથી રૂધિરસ્ત્રાવને કારણે નજીકના મૃદુ પેશીઓમાં સર્જાયેલું શોથ દબાણ પીડા પેદા કરે છે.
  • સ્નાયુ ઉદ્વેષ્ટ અસ્થિના ટુકડાઓને ગોઠવવાનો પ્રયાસ કરે છે.

પેથોફિઝિયોલોજી

ઇજાગ્રસ્ત અસ્થિ અને આસપાસની પેશીઓમાંથી રૂધિરસ્ત્રાવ થઇને ભંગાણ રૂધિરાબુર્દ રચાય છે ત્યારે અસ્થિભંગની સારવારની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે. તૂટેલા ટુકડાઓની વચ્ચે રૂધિર ગાંઠ રચવા રૂધિર ઘટ્ટ થાય છે. કેટલાક દિવસોમાં રૂધિરવાહીની રૂધિરગાંઠના જેલી જેવા આધારકમાં વૃદ્ધિ પામે છે. નવી રૂધિરવાહીની તે વિસ્તારમાં ભક્ષકકણ લાવે છે જે ધીમે ધીમે નકામા પદાર્થને દૂર કરે છે. રૂધિરવાહિનીઓ પણ વાહિનીની દિવાલમાં ફાઇબ્રોબ્લાસ્ટ લાવે છે અને તેનું ગુણન થાય છે અને કોલેજન તંતુ રચે છે. આવી રીતે રૂધિરગાંઠના સ્થાને કોલેજનનું આધારક સ્થાન લે છે. કોલેજનની સ્થિતિસ્થાપકતા હાડકાના ટુકડાઓને થોડી માત્રામાં હલન ચલન થવા દે છે સિવાય કે ભારે કે સતત બળ આપવામાં આવ્યું હોય.

આ તબક્કે કેટલાક ફાઇબરોબ્લાસ્ટ અદ્વાવ્ય સ્ફટિકના રૂપમાં અસ્થિ આધારક (કેલ્શિયમ હાયડ્રોકિસપેટાઇટ) રોપવાનું શરૂ કરે છે. કોલેજન આધારકનું ખનીજીકરણ તેને મજબૂત બનાવે છે અને તેને અસ્થિમાં ફેરવે છે. અલબત્ત, અસ્થિ એક ખનીજકૃત કોલેજન આધારક છે . જો ખનીજ અસ્થિની બહાર ઓગળે તો તે રબર જેવું બને છે. અસ્થિ ત્વચાની સારવાર પુખ્તોમાં છ સપ્તાહમાં અને બાળકોમાં તેનાથી ઓછા સમયમાં એક્સ-રે પર જોઇ શકાય તેટલું ખનિજીકરણ થયેલું હોય છે. આ પ્રારંભિક "ગૂંથેલા" અસ્થિ પરિપકવ અસ્થિ જેટલા મજબૂત યાંત્રિક ગુણધર્મો ધરાવતા નથી હોતા. રિમોડેલિંગની પ્રક્રિયા દ્વારા ગૂંથેલા અસ્થિઓના સ્થાને પરિપકવ "પટલમય" અસ્થિ આવે છે. આ સમગ્ર પ્રક્રિયા 18 મહિનાનો સમય લઇ શકે છે પરંતુ પુખ્તોમાં અસ્થિની સારવારની ક્ષમતા ઇજાના 3 મહિના બાદ સામાન્ય કરતા 80 ટકા હોય છે.

કેટલાક પરિબળો અસ્થિમાં રૂઝ આવવાની પ્રક્રિયામાં મદદ કરી શકે છે અથવા અવરોધ પણ પેદા કરી શકે છે. દાખલા તરીકે, કોઇ પણ સ્વરૂપનું નિકોટિન અસ્થિની રૂઝ આવવાની પ્રક્રિયા અવરોધે છે અને (કેલ્શિયમનું સેવન સહિતનું) યોગ્ય પોષણ અસ્થિની રૂઝ આવવાની પ્રક્રિયાને મદદ કરશે. અસ્થિ વજન ઉચકવા જેટલી સાજી થઇ જાય ત્યાર બાદ અસ્થિ પર વજનદાર તણાવ પણ અસ્થિની તાકાત વધારે છે.તૂટેલું હાડકું સ્નાયુમાં ખૂંચવાથી પણ ભારે પીડા થાય છે.એનએસએઆઇડીએસ (NSAIDs)થી રૂઝ આવવાનો દર ધીમો પડે છે એવી સૈદ્ધાંતિક ચિંતા હોવા છતાં સાદા અસ્થિભંગમાં આ પ્રકારના એનાલગેસિકનો ઉપયોગ અટકાવવા માટે પુરતા પુરાવા નથી.[૧૨]

નિદાન

ઇતિહાસ અને સ્વાસ્થ્યસંભાળ વ્યાવસાયિક દ્વારા હાથ ધરવામાં આવેલી શારીરિક તપાસને આધારે અસ્થિભંગનું નિદાન થઇ શકે છે. સામાન્ય રીતે અસ્થિભંગના શંકાસ્પદ સ્થાન પર સોજો, ઉઝરડો, ઇજા અને દુખાવો હોય છે.જો અસ્થિ ખુલ્લું પડી ગયું હોય તો સ્વાભાવિક રીતે મુખ્ત અસ્થિભંગ છે પરંતુ ઘાવ નાના છે કે અસ્થિભંગ સાથે સંકળાયેલા છે તે નક્કી કરવા ઘાવની સર્જિકલ તપાસ કરવી જરૂરી છે.ભંગાણની શંકાવાળા અસ્થિને જોવા માટે એક્સ-રે રેડિયોગ્રાફની ભલામણ કરી શકાય.જ્યાં એક્સ-રે દ્વારા નિદાન અપૂરતું છે ત્યાં કમ્પ્યુટેડ ટોમોગ્રાફ (સીટી સ્કેન) કરી શકાય.

સારવાર

ભંગાણવાળી ટિબિયાનો ઇન્ટ્રામેડ્યુલરી નેઇલ સાથે સમીપસ્થ ભાગ દર્શાવતો એક્સ-રે


પીડા વ્યવસ્થાપન

બાળકોમાં કાંડાના અસ્થિભંગમાં આઇબુપ્રોફેન એ એસિટામિનોફેન અને કોડીનના મિશ્રણ જેટલું જ અસરકારક જણાયું છે.[૧૩]

હલનચલન રોકવું

અસ્થિનું રૂઝ આવવાની પ્રક્રિયા કુદરતી છે જે મોટે ભાગે બનતી હોવાથી અસ્થિભંગની સારવારનું લક્ષ્ય ઇજાગ્રસ્ત ભાગનું રૂઝ આવ્યા બાદ શક્ય તેટલું શ્રેષ્ઠ કાર્ય સુનિશ્ચિત કરવાનું છે. અસ્થિના ટુકડાઓને તેમની કુદરતી સ્થિતિમાં ગોઠવીને અસ્થિભંગની સારવાર કરવામાં આવે છે અને અસ્થિના રૂઝ આવવા દરમિયાન આ ટુકડાઓની સ્થિતિ જાળવી રાખવામાં આવે છે. ઘણીવાર અસ્થિને રિડક્શન કરીને સારી સ્થિતિમાં લાવવાની સંરેખણની પ્રક્રિયા અને સુધરેલા સંરેખણની ખરાઇ કરવા માટે એક્સ-રેની જરૂર પડે છે. આ પ્રક્રિયા એનેસ્થેશિયા વગર અત્યંત પીડાદાયક છે, તે અસ્થિ ભંગાણ જેટલી જ પીડાદાયક પ્રક્રિયા છે. અસ્થિભંગવાળા ઉપાંગને સમાન્ય રીતે પ્લાસ્ટર અથવા ફાઇબરગ્લાસ બીબા અથવા સ્પ્લિન્ટ દ્વારા હલનચલન રહિત કરવામાં આવે છે. તે અસ્થિઓની સ્થિતિને જાળવે છે અને ભંગાણના ઉપરના અને નીચેના સાંધાઓનું હલનચલન બંધ કરે છે. જ્યારે અસ્થિભંગ બાદનું પ્રાથમિક એડીમા (પાણી ભરાવાથી આવતો સોજો) અથવા સોજો ઉતરે છે ત્યારે અસ્થિભંગને દૂર કરી શકાય તેવા બ્રેસ અથવા ઓર્થોસિસમાં મૂકી શકાય છે. જો શસ્ત્રક્રિયા દ્વારા સારવાર કરવામાં આવી હોય તો, તૂટેલા અસ્થિઓને સારી રીતે જોડી રાખવા માટે સર્જિકલ નેઇલ, સ્ક્રૂ, પટ્ટીઓ અને વાયરો ઉપયોગ થાય છે. વૈકલ્પિક રીતે તૂટેલા અસ્થિની ઇલિઝારોવ પદ્ધતિ દ્વારા સારવાર કરી શકાય છે તે એક બાહ્ય ફિક્સેટરનું સ્વરૂપ છે.

ઘણીવાર અંગૂઠા અને આંગળીઓની અંગુલ્યાસ્થિ જેવી નાની અસ્થિઓની સારવાર બીબા વગર કરવામાં આવે છે. ઇજાગ્રસ્ત ભાગને બડી રેપિંગ કરવામાં આવે છે જે બીબું બનાવવાના કાર્યનો સમાન ઉદ્દેશ સર કરે છે. મર્યાદિત હિલચાલ દ્વારા ફિક્સેશન એનાટોમિક સંરેખણ જાળવવામાં મદદ કરે છે અને કિણક રચના કરીને જોડાણ મેળવવાના લક્ષ્યને શક્ય બનાવે છે.

શસ્ત્રક્રિયા

શસ્ત્રક્રિયા પદ્ધતિ દ્વારા અસ્થિભંગની સારવારના તેના પોતાના જોખમ અને લાભ છે પરંતુ શસ્ત્રક્રિયા ત્યારે જ કરવામાં આવે છે જ્યારે સંકુચિત સારવાર નિષ્ફળ જાય છે અથવા નિષ્ફળ થવાની શક્યતા વધુ હોય છે. થાપના અસ્થિભંગ (જે સામાન્ય રીતે અસ્થિસુષિરતા અથવા ઓસ્ટીયોજિનેસિસ ઇમપરફેક્ટા દ્વારા સર્જાય છે) જેવા કેટલાક અસ્થિભંગમાં શસ્ત્રક્રિયા સામાન્ય રીતે કરવામાં આવે છે કારણકે બિન-શસ્ત્રક્રિયા સારવારની જટીલતામાં ડીપ વેઇન થ્રોમ્બોસિસ (ડીવીટી (DVT)) અને ફુપ્સુસીય એમબોલિઝમનો સમાવેશ થાય છે, આ જટીલતા શસ્ત્રક્રિયા કરતા વધુ જોખમી છે. જ્યારે અસ્થિભંગ દ્વારા સાંધાની સપાટીને નુકસાન થાય છે ત્યારે ચોક્કસ એનાટોમિક રિડક્શન કરવા અને સાંધાની સરળતા જાળવવા માટે શસ્ત્રક્રિયાની સામાન્ય રીતે ભલામણ કરવામાં આવતી હોય છે.અસ્થિમાં રૂધિરના મર્યાદિત પ્રવાહને કારણે ચેપ વધુ ખતરનાક છે. અસ્થિ પેશી જીવિત કોશિકા કરતા વધુ આંતરકોશીકીય આધારક છે અને આ નીચા ચયાપચયને ટકો આપવા ઓછી રૂધિરવાહિનીઓની જરૂર પડે છે જે ચેપ સામે લડવા ઇજાગ્રસ્ત ભાગમાં મર્યાદિત સંખ્યામાં પ્રતિરોધક કોશિકાઓ લાવી શકે છે. આ કારણસર મુક્ત અસ્થિભંગ અને ઓસ્ટીયોટોમીઝ માટે ઘણુ સંભાળપૂર્વકની એન્ટિસેપ્ટિક કાર્યવાહી અને પ્રોફિલેક્ટિક એન્ટિબાયોટિક્સની જરૂર પડે છે.

અસ્થિભંગની સારવાર કરવા માટે ઘણી વાર બોન ગ્રાફ્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે.ઘણી વાર અસ્થિને ધાતુ દ્વારા મજબૂત બનાવવામાં આવે છે. આ પ્રત્યારોપણ સારી રીતે ડિઝાઇન થયેલા હોવા જોઇએ અને તેને સંભાળપૂર્વક સ્થાપિત કરવા જોઇએ. જ્યારે પટ્ટી કે સ્ક્રૂ અસ્થિના મોટા હિસ્સાનો ભાર ઉપાડે છે ત્યારે સ્ટ્રેસ શિલ્ડીંગ સર્જાય છે અને તેને કારણે એટ્રોફી થાય છે. ટિટાનિયમ અને તેના એલોય સહિતના લો-મોડ્યુલસ પદાર્થોના ઉપયોગ દ્વારા આ સમસ્યા ઘટાડી શકાય છે પરંતુ દૂર કરી શકાતી નથી. સ્થાપિત કરાયેલા હાર્ડવેરના ઘર્ષણને કારણે પેદા થતી ઉષ્મા સરળતાથી સંચિત કરી શકાય છે અને તેનાથી અસ્થિ પેશીને નુકસાન થઇ શકે છે અને સાંધાની તાકાત ઘટાડે છે. જ્યારે અસમાન ધાતુઓને એક બીજાના સંપર્કમાં ફીટ કરવામાં આવે છે (દા.ત. ટિટાનિયમ પ્લેટને કોબાલ્ટ-ક્રોમિયમ એલોય અથવા સ્ટેનલેસ સ્ટીલ સાથે ફીટ કરવામાં આવે) ત્યારે ગેલ્વેનિક કોરોઝન પરિણમે છે. પેદા થયેલા ધાતુ આયનો અસ્થિને સ્થાનિક રીતે નુકસાન કરી શકે છે અને પદ્ધતિસરની અસરો પણ પેદા કરી શકે છે.

અસ્થિને રૂઝ આવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા અથવા તેમાં સુધારો લાવવા વિદ્યુત અસ્થિ વૃદ્ધિ ઉત્તેજન અથવા ઓસ્ટીયોસ્ટિમ્યુલેશનના ઉપયોગનો પ્રયાસ કરાયો છે. જો કે પરિણામો તેની અસકારકતાને સમર્થન આપતા નથી.[૧૪]

જટીલતા

ભંગાણવાળા ટુકડાઓનું જોડાણ નહીં થયેલું જૂનું અસ્થિભંગ

કેટલાક અસ્થિભંગ ગંભીર જટીલતા પેદા કરે છે જેમાં કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ તરીકે ઓળખાતી સ્થિતિનો સમાવેશ થાય છે. જો સારવાર ન કરવામાં આવે તો કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમને કારણે અસરગ્રસ્ત ઉપાંગને કાપવું પડે છે. અન્ય જટીલતામાં બિનજોડાણનો સમાવેશ થાય છે જ્યાં અસ્થિભંગ થયેલા અસ્થિ રૂઝ આવવામાં નિષ્ફળ જાય છે અથવા યોગ્ય રીતે જોડાતા નથી જ્યાં અસ્થિભંગ થયેલા અસ્થિનો અયોગ્ય આકારમાં રૂઝ આવે છે.

બાળકોમાં

બાળકોમાં અસ્થિઓ હજુ વિકાસ પામતા હોય છે માટે તેમનામાં ગ્રોથ પ્લેટ ઇન્જરી અથવા ગ્રીનસ્ટીક ફ્રેક્ચરનું જોખમ રહેલું હોય છે.

  • ગ્રીનસ્ટીક ફ્રેક્ચર દબાણવાળા ભાગ પર યાંત્રિક નિષ્ફળતાને કારણે થાય છે. બાળકોમાં અસ્થિઓ પુખ્ત જેટલી બરડ હોતી નથી માટે તે સંપૂર્ણ પણે તૂટતી નથી પરંતુ દબાણ આપવામાં આવેલું હોય તેની વિરુદ્ધ સપાટીમાં અસ્થિના બાહ્યકમાં સંપૂર્ણ વિક્ષેપ કર્યા વગર વળી જાય છે.
  • સોલ્ટર-હેરિસ અસ્થિભંગમાં જોવા મળે છે તેમ ગ્રોથ પ્લેટ ઇજાની સારવારમાં અસ્થિ સામાન્ય રીતે વૃદ્ધિ પામે તે સુનિશ્ચિત કરવા માટે સંભાળપૂર્વકની સારવાર અને ચોકક્સ રિડક્શન જરૂરી છે.
  • અસ્થિનું પ્લાસ્ટિક ડિફોર્મેશન, જેમાં અસ્થિ કાયમી રીતે વળી જાય છે પરંતુ તૂટતી નથી, આ સ્થિતિ પણ બાળકોમાં શક્ય છે. આવી ઇજામાં જો અસ્થિ જોડાઇ ગઇ હોય અને તેને બંધ પદ્ધતિઓ દ્વારા રિએલાઇન કરવું શક્ય ના હોય તો ઓસ્ટીયોટોમી (અસ્થિ કાપ)ની જરૂર પડી શકે છે.
  • ચોક્કસ અસ્થિભંગ બાળકોના ચોકક્સ વયજૂથમાં થાય છે જેમ કે અક્ષકનું અસ્થિભંગ અને ભુજાસ્થિનું સુપ્રાકોન્ડિલર ફ્રેક્ચર.

આ પણ જુઓ

  • ડિસ્ટ્રેક્શન ઓસ્ટીયોજિનોસિસ
  • રિકેટ્સ
  • કેટાગ્મેટિક

સંદર્ભો

ઢાંચો:No footnotes

બાહ્ય લિંક્સ