અવિનાશચંદ્ર ભટ્ટાચાર્ય

ઉદ્દામવાદી ભારતીય રાષ્ટ્રવાદી

અવિનાશચંદ્ર ભટ્ટાચાર્ય (૧૬ ઓક્ટોબર ૧૮૮૨ ત્રિપુરા – ૭ માર્ચ ૧૯૬૩ રિશ્રા, પશ્ચિમ બંગાળ)[૧][૨] ભારતીય સ્વતંત્રતા ચળવળમાં એક ઉદ્દામવાદી ભારતીય રાષ્ટ્રવાદી હતા જેમણે પ્રથમ વિશ્વયુદ્ધના ભારત–જર્મન ષડ્‌યંત્રમાં ભૂમિકા ભજવી હતી. ભારતના ત્રિપુરા રાજ્યના ચુંટામાં જન્મેલા ભટ્ટાચાર્ય યુવાનીમાં અનુશીલન સમિતિના કાર્યો સાથે સંકળાયેલા હતા.

૧૯૧૦માં, અવિનાશ ભટ્ટાચાર્ય માર્ટિન લ્યુથર યુનિવર્સિટી ઓફ હેલે-વિટ્ટેનબર્ગમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે જર્મની ગયા હતા, જ્યાં તેમણે પીએચડીની પદવી મેળવી હતી.

જર્મની વસવાટ દરમિયાન ભટ્ટાચાર્ય ત્યાંની ભારતીય રાષ્ટ્રવાદી ચળવળમાં સામેલ થયા, અને તેમના અનુશીલન કાળથી જૂના પરિચિતો સાથેના સંબંધો પુનર્જીવિત કર્યા હતા. આ સમયે તેઓ વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને હરીશચંદ્રની નિકટ હતા અને પ્રૂશિયાના ગૃહપ્રધાન સાથેની તેમની ઓળખાણને કારણે તેઓ બર્લિન સમિતિના સ્થાપક સભ્ય બન્યા હતા, જે યુદ્ધ દરમિયાન ભારતની અંદર રાષ્ટ્રવાદી ક્રાંતિ અને ભારતીય સૈન્યમાં વિપ્લવ માટેની અનેક નિષ્ફળ યોજનાઓમાં સામેલ હતી.

તેઓ ૧૯૧૪માં ભારત પાછા ફર્યા અને કલકત્તામાં "ટેક્નો કેમિકલ લેબોરેટરી એન્ડ વર્કસ લિમિટેડ" નામની કેમિકલ ફેક્ટરીની સ્થાપના કરી. તેમણે સ્વતંત્રતા ચળવળ કલકત્તાના અખબારો પર લેખો લખ્યા હતા અને વિદેશમાં સ્વતંત્રતા ચળવળો પર બે પુસ્તકો લખ્યા હતા.

ભટ્ટાચાર્યનું પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રિશ્રામાં નિધન થયું હતું.

સંદર્ભ