અનાદિ શ્રી કૃષ્ણનારાયણ

એ જ નામના ધાર્મિક સમુદાયના સ્થાપક હતા જેમનું ધાર્મિક નામ શ્રી કૃષ્ણવલ્લભાચાર્ય હતુ, પરંતુ તેમના

અનાદિ શ્રી કૃષ્ણનારાયણ (૨૧ ઓક્ટોબર ૧૯૦૫-૨૮ ફેબ્રુઆરી ૧૯૮૬) એ જ નામના ધાર્મિક સમુદાયના સ્થાપક હતા જેમનું ધાર્મિક નામ શ્રી કૃષ્ણવલ્લભાચાર્ય હતુ, પરંતુ તેમના અનુયાયીઓ તેમને શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ તરીકે ઓળખે છે. તેમણે તેમના અનુયાયીઓને સંસારી સંતની દીક્ષા આપી શ્રી હરિ શરણાગતિ મંડળની રચના કરી હતી, જે આગળ જતા અનાદિ શ્રી કૃષ્ણનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાવા લાગ્યું.

અનાદિ

શ્રી કૃષ્ણનારાયણ
અધિકૃત નામશ્રી કૃષ્ણવલ્લભાચાર્ય
અંગત
જન્મ
કુંવરજી પટેલ (દેવાણી)

મૃત્યુ28 February 1986(1986-02-28) (ઉંમર 80)
ધર્મહિંદુ ધર્મ
માતા-પિતાકંભરાલક્ષ્મી (માતા)
ગોપાલકૃષ્ણ (પિતા)
શિક્ષણM.A., Ph.D, D.Phil, D.Lit.
ધાર્મિક કારકિર્દી
શિક્ષકવામાચરણ ભટ્ટાચાર્ય
દિક્ષાશ્રી કૃષ્ણવલ્લભ
બાલમુકુંદદાસ સ્વામી વડે

કૃષ્ણવલ્લભાચાર્યનો જન્મ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોટી કુંકાવાવ ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ કુંવરજી પટેલ હતું. તેમણે વિક્રમ સંવત ૧૯૭૬માં વડતાલમાં સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રતિપ્રસાદજી મહારાજ પાસેથી કારતક સુદ એકાદશીએ ત્યાગી દીક્ષા લીધી હતી અને શ્રી કૃષ્ણવલ્લભ એવું નામ મેળવ્યું હતું. તેમના ગુરૂનું નામ બાલકૃષ્ણદાસજી સ્વામી હતું.

તેઓએ કાશી જઈને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો જેના પછી તેઓ પ્રકાંડ પંડિત વૈષ્ણવવિદ્વત સાર્વભૌમ મહામહોપાદ્યાય ધર્મધુરંધર ૧૦૦૮ ડૉ. શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ તરીકે પ્રસિધ્ધ થયા હતા.[૧]

કૃષ્ણવલ્લભાચાર્યએ ૫૭ જેટલા પુસ્તકો લખ્યાં છે જેમાં શાસ્ત્રો ઉપર ભાષ્યોનો સમાવેશ થાય છે. તત્વપ્રભાવલી તથા શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ (૧ લાખ ૨૬ હજાર શ્લોક)ની રચના કરી હતી જે શ્રી શ્વેતાયન સંહિતા તરીકે પણ ઓળખ પામી હતી[૨]. શાસ્ત્રોનાં આ કાર્ય બદલ તેઓ કાશીમાં શ્વેતાયન વ્યાસ તરીકે પ્રસિધ્ધ થયા હતાં.

જીવન

સૌરાષ્ટ્રમાં 'મોટી કુંકાવાવ' ગામમાં વિ.સં. ૧૯૬૧ ના આસો વદ ૮ (૨૧ ઓક્ટોબર ૧૯૦૫)ને શનિવારના દિવસે ગોપાળકૃષ્ણ અને કંભરાલક્ષ્મીનાં ઘરે ત્રીજા સંતાન તરીકે તેમનો જન્મ થયો અને માતાપિતાએ તેમનું નામ કુંવરજી રાખ્યું હતુ. બાળપણ કુંકાવાવમાં વિતાવ્યું જ્યાં તેમણે ગુજરાતીમાં ૫ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. કુંકાવાવમાં પ્રાથમિક અભ્યાસ પૂરો કરી ને આગળ અભ્યાસ કરવા માટે જેતપુર ગયા હતા જ્યાં તેઓ બાલમુકુંદદાસ સ્વામીને મળ્યા અને ભણવા માટે ઇચ્છા વ્યકત કરી. જેતપુર મંદિરમાં રહી અને મંદિર તરફથી કરી આપેલી સગવડનો લાભ લઈ ને તેમણે જેતપુરની પાઠશાળાના શાસ્ત્રી વિશ્વનાથ પાસે લઘુસિદ્ધાંતકૌમુદીનો પ્રાથમિક સંસ્કૃત અભ્યાસ કર્યો અને કમરીબાઈ હાઈસ્કૂલમાં સામાન્ય માધ્યમિક શિક્ષણ મેળવ્યું.

કુંવરજીએ ચૌદ વર્ષેની ઉંમરે વડતાલમાં પ્રતિપ્રસાદ સ્વામી પાસે ત્યાગી દીક્ષા લીધી હતી જેનો બાદમાં ત્યાગ કરી સંસારમાં પાછા ફર્યા હતા અને ઍક વર્ષ ઓળીયા ગામમાં તેમના મામાને ઘેર રોકાયા હતાં. કોઈ કારણે ફરી પાછી વિ.સં. ૧૯૭૬માં ગઢડામાં એજ પ્રતિપ્રસાદ સ્વામી પાસેથી ફરી એક વખત ત્યાગી દિક્ષા મેળવી જેના પરિણામે કૃષ્ણવલ્લભ નામ પ્રાપ્ત થયું હતું અને બાલકૃષ્ણદાસ સ્વામીને ગુરૂ માન્યા હતાં.

સંદર્ભો