અડી કડી વાવ

અડી કડી વાવ ઉપરકોટ કિલ્લા, જુનાગઢ, ગુજરાત, ભારતમાં આવેલી એક વાવ છે. તેના બાંધકામની તારીખ અજ્ઞાત છે.

અડી કડી વાવ
Flight of steps leading to the well
નકશો
સામાન્ય માહિતી
પ્રકારવાવ
સ્થાપત્ય શૈલીભારતીય સ્થાપત્ય
સ્થાનઉપરકોટ કિલ્લો
નગર અથવા શહેરજુનાગઢ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ21°31′36″N 70°28′17″E / 21.526628°N 70.471289°E / 21.526628; 70.471289
પૂર્ણઅજ્ઞાત
રચના અને બાંધકામ
સ્થપતિસ્થાનિક
DesignationsASI રાજ્ય સંરક્ષિત સ્મારક ક્રમ S-GJ-114

ઇતિહાસ

જુનાગઢ જિલ્લા વહીવટીતંત્રની વેબસાઈટ મુજબ, આ વાવનું નિર્માણ ૧૫મી સદીમાં કરવામાં આવ્યું હતું.[૧][૨] અન્ય સ્ત્રોતો કહે છે કે તેનું નિર્માણ ૧૦મી સદીના ઉત્તરાર્ધમાં અથવા ૧૧મી સદીમાં ચુડાસમા વંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું.[૩][૨][૪] અન્ય સ્ત્રોત કહે છે કે તે ઇ.સ. પૂર્વે ૩૧૯માં બાંધવામાં આવી હતી અને ઇ.સ. ૯૭૬માં ફરીથી શોધાઇ હતી.[૨]

સ્થાનિક ઈતિહાસકાર પરિમલ રૂપાણીના મતે, આ બે અલગ-અલગ વાવ હતી. આ અડી વાવ છે અને કડી વાવ હજુ પણ જમીનની અંદર છે.[૪]

તે રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-114) છે.

સ્થાપત્ય

આદિ કડી વાવ એ નંદા પ્રકારની વાવ છે.[૨] તે બાંધવામાં આવી નથી, પરંતુ કુદરતી ખડકોમાંથી કોતરવામાં આવી છે. કૂવાના તળિયા સુધી સુધી પહોંચવા માટે સાંકડી પરસાળમાં ૧૬૬ પગથિયાં આવેલા છે.[૪][૫] કૂવાની ઉપર પાતળી ખડકના પડમાં એક નાની બારી કોતરેલી છે.[૬] ખડકોનો ભાગ ધોવાઇ ગયેલી દિવાલોમાં દેખાય છે.[૭] આ કૂવો ૧૨૩ ફીટ ઊંડો છે.[૪] અન્ય વાવની જેમા તેમાં કોઈ સુશોભન કે થાંભલાઓ નથી.[૨]

લોકસંસ્કૃતિમાં

એક દંતકથા અનુસાર, જ્યારે વાવ બાંધવામાં આવી ત્યારે પાણી મળ્યું ન હતું. પરંતુ રાજપુરોહિતની સૂચનાથી અડી અને કડી નામની બે અપરિણીત કન્યાઓનું બલિદાન આપવામાં આવ્યું હતું અને પાણી મળી આવ્યું હતું. અન્ય એક દંતકથા કહે છે કે અડી અને કડી શાહી દાસીઓ હતી, જેઓ વાવમાંથી દરરોજ પાણી લાવતા હતા.[૧][૨][૪][૭] લોકો તેમની યાદમાં નજીકના ઝાડ પર કપડાં અને બંગડીઓ લટકાવે છે.[૪][૨]

ગુજરાતીમાં એક કહેવત છે: અડી કડીની વાવ ને નવઘણ કૂવો, જે ના જુએ તે જીવતો મુઓ.[૩][૪]

છબીઓ

આ પણ જુઓ

સંદર્ભ