અટલ પેડેસ્ટ્રીયન બ્રિજ

અમદાવાદ, ગુજરાતમાં આવેલો એક પુલ

અટલ પેડેસ્ટ્રીયન બ્રિજઅમદાવાદ, ગુજરાત, ભારતમાં સાબરમતી નદી પર સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો એક પદયાત્રી ટ્રસ બ્રિજ છે. તેમાં પતંગોથી પ્રેરિત ડિઝાઇન કરેલી છે. તે 300 metres (980 ft) લાંબો અને 10 metres (33 ft) થી 14 metres (46 ft) પહોળો છે અને ૨૦૨૨માં તેનું ઉદ્ઘાટન થયું હતું.

અટલ પેડેસ્ટ્રિયન બ્રિજ
રાત્રિના સમયે
Coordinates23°00′59″N 72°34′32″E / 23.01647035°N 72.57544637°E / 23.01647035; 72.57544637
Carriesપગપાળા
Crossesસાબરમતી નદી
Localeસાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ, ગુજરાત, ભારત
Named forઅટલ બિહારી વાજપેયી
Ownerઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
Characteristics
Designપગપાળા ટ્રુસ પુલ
Materialકોંક્રિટ
Trough constructionસ્ટીલ
Total length300 m (984 ft)
Width10 m (33 ft) થી 14 m (46 ft)
Piers in water
History
Successful competition designસ્તુપ કન્સલ્ટન્ટ
Constructed byP&R ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ
Construction start૨૦૧૮
Construction end૨૦૨૨
Construction cost૭૪ crore (US$૯.૭ million)
Inaugurated27 August 2022 (2022-08-27)
Statistics
Toll૩૦
બ્રિજના સ્ટીલ ફ્રેમ્સ અને રંગીન ફેબ્રિક પેનલ શેડ્સ

ઇતિહાસ

૨૧ માર્ચ ૨૦૧૮ ના રોજ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા ૭૪ crore (US$૯.૭ million)ના ખર્ચે સ્ટીલ ફૂટ ઓવરબ્રિજ (પેડેસ્ટ્રિયન બ્રિજ) મંજૂર કરવામાં આવ્યો હતો.[૧] [૨] અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેનું નામ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ૨૫ ડિસેમ્બર ૨૦૨૧ના દિવસે તેમના પર રાખ્યું.[૩] આ બ્રિજનું બાંધકામ જૂન ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થયું હતું. [૪] [૫] ૨૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. [૬] [૭]

સ્થાપત્ય

આ બ્રિજ સરદાર બ્રિજ અને ઍલિસ બ્રિજની વચ્ચે આવેલો છે. મુંબઈ સ્થિત STUP Constructions Pvt Ltd દ્વારા તેની ડિઝાઇન કરવામાં આવી હતી અને P&R Infraprojects Ltd વડે તેને બનાવવામાં આવ્યો હતો. આ ડિઝાઇન અમદાવાદ શહેરમાં થતા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવથી પ્રેરિત છે.

સંદર્ભો