અક્ષરપુરુષોત્તમ દર્શન

અક્ષરપુરુષોત્તમ દર્શન સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામિનારાયણ ભગવાને રચેલું તત્વદર્શન છે. આ દર્શનનું સંપાદન ભગવાન સ્વામિનારાયણના શિષ્ય અને બીએપીએસના પૂર્વ વડા પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી ભદ્રેશદાસ સ્વામીએ કર્યું છે.

આ દર્શન જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પંચ તત્વો સનાતન છે એવું પ્રતિપાદિત કરે છે. જેના અનુસાર જીવથી લઈ ને ઈશ્વરકોટી સુધીના તત્વો પર માયાનું નિયંત્રણ છે. માત્ર બ્રહ્મ અને પરબ્રહ્મ જ માયાથી મુકત છે અને એ બ્રહ્મતત્વ ગુણાતીતાનંદ સ્વામી છે. સર્વથી પર જે પરબ્રહ્મ તત્વ છે એ સ્વામિનારાયણ ભગવાન છે.[૧]અને માયા થી મુકત થવા માટે જીવ એ બ્રહ્મસ્વરૂપ ગુરુ નો આશ્રય લઈને પરબ્રહ્મ ની ભક્તિ કરવી જોઈએ. એવો સિદ્ધાંત આ દર્શન પ્રતિપાદિત કરે છે.

ગોંડલ ખાતે યોજાયેલા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં કાશીના વિદ્વાનોની વિખ્યાત સંસ્થા ‘શ્રી કાશી વિદ્વત્ પરિષદ’ દ્વારા ભગવાન સ્વામિનારાયણના તત્ત્વજ્ઞાનને એક મૌલિક અને સ્વતંત્ર વૈદિક તત્વજ્ઞાન તરીકે માની ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ને વેદાંત પરંપરામાં નવા દર્શન તરીકે માન્યતા આપવામાં આવી હતી.[૨]

સંદર્ભ